શનિવાર, 30 ઑગસ્ટ, 2014

આંખ

જોવાની ઇંદ્રિય; નેત્ર; નેન; નયન; ચક્ષુ; લોચન; ચશ્મ. ઊંચી કોટિના જીવની આંખ બહુ ફરી શકે એવી અને કઠણ હોય, પણ હલકાં પ્રાણીમાં તેની બનાવટ બહુ સાદી હોય. કોઈ કોઈ જીવોને તો માત્ર એક ટપકાં જેવી આંખ હોય. તે ઉપર રક્ષાને માટે પોપચું કે પાંપણ હોતાં નથી. કરોળિયાને આઠ આંખ હોય છે. કરોડવાળાં પ્રાણીની આંખ ખોપરીની નીચે ખાડામાં સચવાય તેમ રખાયેલી અને તેની ઉપર પોપચાનું ઢાંકણ હોય છે. આંખ લંબગોળ અને બન્ને છેડે સાંકડી હોય છે. આગળના ભાગમાં સફેદ કાચ જેવું જે પડ દેખાય છે તેની પાછળ એક બીજા પડની બરાબર વચ્ચે એક કાણું છે. તેની અંદર તેના લાગેલો એક ઊપસેલો કાચના જેવો પદાર્થ હોય છે, તેમાં થઈને પ્રકાશ અંદર જઈ નેત્રપટ ઉપરના જ્ઞાનતંતુઓ ઉપર કંપ કે પ્રભાવ નાખે છે. મગજ સાથે સંબંધ રાખનાર દૃષ્ટિ જ્ઞાનતંતુ, નેત્રપટ, જળરસ, ડોળો, કીકી એ આંખનાં મુખ્ય અંગ છે. આંખો આવવી, નેત્રશૂળ, ફૂલું, અજકાજાત, મોતિયાં, અંધારાં, નેત્રનાડી, આંજણી, ખીલ એ આંખના મુખ્ય રોગ છે. ફૂલું દૂર કરવા ગાયના દહીંમાં સૂંઠ ઘસીને અથવા સુવર્ણમાતક્ષિક મધમાં ઘસીને આંજવું. અજકાજાત એટલે ઢીગ મટાડવા સિંધવ, ઘોડાની ખરી અને ગોરોચન ગૂંદીની છાલના રસમાં ઘસી આંખમાં નાખવું. મોતિયા ઉતારવો મેઢાશિગનાં પાંદડાં, સુરમો અને શંખ આંજવાં. અંધારાં આવતાં હોય તો દશમૂળથી સિદ્ધ કરેલો ઘીમાં ચારગણું દૂધ અને ત્રિફળાનો કલ્ક નાખી તે ખાવો. નેત્રનાડીમાં ત્રિફળાનો કલ્ક નાખી તે ખાવો. નેત્રનાડીમાં ત્રિફળાનો કાઢો, મધ, ઘી અથવા લીંડીપીપર નાખી ખાવું. આંજણી મટાડવા હાથ ઉપર આંગળી ઘસી તે વડે શેકવું અને લમણા પાસે જળો મુકાવી બાજુનું લોહી કઢાવવું. આંખના ખીલ દૂર કરવા મોરથૂથુની સળી ફેરવવી અથવા કાડીખોર પાણીમાં ઓગાળી તેનું ટીપું આંખમાં પાડવું. સામાન્ય રીતે આંખના રોગમાં ચોખા, ઘઉં, મગ, જવ, કળથી, લસણ, પંડોળાં, તાંદળજો, કારેલાં, મધ, દૂધ, ઘી અને કડવા પદાર્થ ખાવા લાયક અને દહીં, છાશ, ભાજીપાલો, કાલિંગડું, અડદ, દારૂ, તાંબુલ તથા ખારા, તીખા અને ગરમ પદાર્થ છોડી દેવા લાયક મનાય છે. વધુ - ૧. આંખ અને કાન વચ્ચે ચાર આંગળીનો ફેર = નજરે જોવાથી જેટલું સાચું જાણવામાં આવે તેટલું સાંભળવાથી જણાતું નથી. ૨. આંખ અંદર હોવી = આંખો ઊંડી જવી. ૩. આંખ આગળ = હાજરીમાં; સમક્ષ; રૂબરૂ; નજરોનજર. ૪. આંખ આડા કાન કરવા = વાત ઉડાડી દેવી; સાંભળ્યું ન સાંભળ્યું કે જોયું ન જોયું કરવું; થવા દેવું; જાણીબુઝીને જતું કરવું; ન ગણકારવું; બેદરકાર રહેવું. ૫. આંખ આવવી = (૧) અંકુશ સહન ન કરવા અધીરા થવું; સ્વતંત્ર થવાની ઇચ્છા થવી. (૨) ગરમીથી આંખ લાલ થઈ સૂજી આવી તેમાં પીડા થવી. (૩) સમજણ આવવી; આંખ ઊઘડવી. ૬. આંખ આંજવી = (૧) આંજણ આંજવું. (૨) છેતરવું. (૩) બહુ તેજ પાડવું. (૪) સામાને ખબર પડવા દીધા વગર લઈ લેવું. ૭. આંખ ઉઘાડવી = (૧) ચેતવવું; સાવચેત કરવું. (૨) સમજ પડવી; અક્કલ સૂઝવી. (૩) સાવધાન થવું; ખરી હકીકત જાણ્યામાં આવવી. (૪) સુધીમાં આવવું. ૮. આંખ ઉઘાડીને જોવું = (૧) ચોમેરનો વિચાર કરવો; બધી વિગત ધ્યાનમાં લેવી. (૨) તપાસ ચલાવવી. (૩) બુદ્ધિપૂર્વક વિચાર કરવો. (૪) સ્પષ્ટ રીતે અને સંભાળથી જોવું. ૯. આંખ ઉઠાવવી = (૧) આંખ ઉઘાડી સામે નજર કરવી; જોવું; તાકવું; આંખ ઊંચી કરવી. (૨) ખરાબ નજરથી જોવું; નુકસાન પહોચાડનારૂં કામ કરવું. (૩) છોડવું; મૂકી દેવું. ૧૦. આંખ ઉઠાડીને ન જોવું. = (૧) નમ્ર હોવું. (૨) મગરૂર થવું. (૩) શરમાઈ જવું. ૧૧. આંખ ઉપર ઠીકરી રાખવી = (૧) અજાણ્યા થઈ જવું. (૨) ઉપકાર ન માનવો; કૃતધ્નતા કરવી. (૩) બેદરકાર રહેવું. (૪) શરમ ન હોવી; નિર્લજ્જ થવું. ૧૨. આંખ ઉપર પડદો પડવો = (૧) અજ્ઞાનનું અંધકાર છવાઈ જવું; ભ્રમ થવો. (૨) નબળાઈને લીધે અંધારાં આવવો. (૩) વિવેકબુદ્ધિ જતી રહેવી. ૧૩. આંખ ઉપર બેસવું-બેસાડવું-રાખવું-લગાવવું = (૧) ગમવું; પંસદ પડવું. (૨) બહુ આદરસત્કાર કરવો. (૩) માન આપવું. (૪) મોભાદાર થવું. (૫) વખાણ કરવાં. ૧૪. આંખ ઊઘડવી = (૧) જાગ્રત થવું; ઊંઘ ઊડવી. (૨) બધી વિગત ધ્યાનમાં લેવી. (૩) ભાન આવવું. (૪) મળેલી કે ચોટેલી પાંપણો છૂટી થવી. (૫) સુધીમાં આવવું (૬) સ્પષ્ટ રીતે અને સંભાળથી જોવું. ૧૫. આંખ ઊઠવી = આંખ આવવી; આંખમાં દુખાવો થવો; આંખ સૂજી આવવી. ૧૬. આંખ ઊંચી કરવી = (૧) ચડી આવવું; હુમલો કરવો; સામા થવું. (૨) માંદા માણસે આંખ ઉઘાડી જોવું; આંખ ઉઘાડીને નીરોગીપણું બતાવવું. (૩) સામે થવા હિંમત ધરવી. (૪) સામે નજર કરવી; સામું જોવું. ૧૭. આંખ ઊંચી કરાવવી = (૧) અધીરાઈ કરાવવી. (૨) દુ:ખ દેવું. ૧૮. આંખ ઊંચી કરી ન જોવું. = (૧) નજર ન કરવી. (૨) શરમને લીધે સામે ન જોવું. ૧૯. આંખ ઊંચી ન હોવી = શરમથી ઊંચી નજર ન કરી શકવી. ૨૦. આંખ ઊંડી જવી = નબળું પડવું ૨૧. આંખ કરવી = (૧) આંખની ઇશારતથી સમજાવવું. (૨) પ્રેમની નજરે જોવું. ૨૨. આંખ કળવી = આંખ ઉપરથી મનના ભાવ જાણવા. ૨૩. આંખ કાઢવી = (૧) ડોળા કાઢવા; ડોળા પહોળા કરી ગુસ્સાની નજરથી જોવું. (૩) ધમકાવવું. (૪) બિવરાવવું. ૨૪. આંખ કાણી કરવી પણ દિશા કાણી ન કરવી = જેવું ખાવું તેનું ખોદવું નહિ. ૨૫. આંખ કાન ખુલ્લાં રાખવાં = સાવચેત રહેવું; હોશિયાર રહેવું. ૨૬. આંખ ખટકવી = આંખમાં દુ:ખ થવું. ૨૭. આંખ ખસેડવી = ધ્યાન ન આપવું. ૨૮. આંખ ખૂલવી = (૧) આંખ ઊઘડવી; ચોટેલી કે ભેગી થયેલી પાંપણો છૂટી થવી. (૨) ઊંઘમાંથી જાગવું. (૩) ચકિત બનવું; અજબ થવું; નવાઈ પામવું. (૪) જન્મવું. (૫) જાણવું; ખબર પડવી; વાકેફ તવું. (૬) ડાહ્યા બનવું. (૭) તાજગી આવવી; નવું જોર આવવું. (૮) ધ્યાન આપવું. ૨૯.આંખ ખેંચવી = (૧) આતુરતા રાખવી. (૨) પરાણે વાંચવું. (૩) રાહ જોવી. ૩૦. આંખ ખોલવી = (૧) તાકીને જોવું. (૨) મોતિયો કે છારી કાઢી નાખવાં; આંખ દુરસ્ત કરવી. (૩) વાકેફ થવું; જ્ઞાનનો અનુભવ કરવો. (૪) સાવધાન કરવું. (૫) સ્વસ્થ બનવું; સુધીમાં આવવું. ૩૧. આંખ ખોલાવવી = (૧) આંખ ઉઘડાવવી. મુસલમાનની આ એક લગ્નવિધિ છે. તેમાં વરની ખૂબ અરજ પછી કન્યા વર આગળ પહેલી જવા પોતાની આંખ ઉઘાડે છે. (૨) મુસલમાનોમાં દર્શન કરાવવું. વરકન્યાની સામે એક અરીસો રાખવામાં આવે છે અને તેમાં એકબીજાનાં મોઢાં જુએ છે. ૩૨. આંખ ખોલી દેવી = જ્ઞાન આપવું; અજ્ઞાન દૂર કરવું. ૩૩. આંખ ગડવી = (૧) આંખમાં પીડા થવી. (૨) આંખો ઊંડી જવી. ૩૪. આંખ ગરમ કરવી = ઇશ્કથી જોવું; ભોગવિલાસની નજરે જોવું. ૩૫ આંખ ગળવી = ઊંઘ આવવાની તૈયારી થવી; ઝોલા આવવા. ૩૬. આંખ ગુલાબી કરવી = (૧) ઇશ્કની નજરે જોવું. (૨) નશો કરવો. ૩૭. આંખ ઘુમાવવી = આમતેમ જોવું; જ્યાંત્યાં નજર ફેરવવી. ૩૮. આંખ ઘૂરકવી = ગુસ્સાથી જોવું. ૩૯. આંખ ચગાવવી-ચટકાવવી-ચમકાવવી = આંખથી ઇશારત કરવી; કટાક્ષ ફેંકવા. ૪૦. આંખ ચડવી = (૧) આંખ ફરવી; મરવાની અણી ઉપર આવવું. (૨) વિષય, મસ્તી, ઉજાગરો કે માથાનો દુખાવાને લીધે ઘેન ચડવું. ૪૧. આંખ ચડાવવી = ધમકાવવું; બિવરાવવું. ૪૨. આંખ ચડાવી દેવી = (૧) આંખનો ધોળો ભાગ દેખાય એવી રીતે ડોળો ઊંચો ચડાવવો. (૨) બેપરવાઈથી સાંભળવું; નહિ ગણકારવું; ધ્યાનમાં ન લેવું. ૪૩. આંખ ચડી આવવી = આંખ દુખવા લાગવી. ૪૪. આંખ ચડી જવી = (૧) ઉશ્કેરાઈ જવું; ગુસ્સે થવું. (૨) ગર્વ કરવો; અભિમાન આવવું. (૩) ધ્યાન આપ્યા વિના સાંભળવું. (૪) બેસુધ થઈ જવું. ૪૫. આંખ ચમકવી = ગુસ્સા કે નખરામાં આંખો આમતેમ ફેરવવી. ૪૬. આંખ ચમકાવવી = (૧) આંખથી ઇશારા કરવા. (૨) ડોળો અહીંતહીં ફેરવવો. ૪૭. આંખ ચરવા જવી = ધ્યાન ન હોવું. ૪૮. આંખ ચળી જવી = (૧) ખોટું કામ કરવાને લલચાવું. (૨) ડોળા કાઢીને જોવું; ભવાં ચડાવીને જોવું. ૪૯. આંખ ચાર હોવી = એકબીજાને મળવું; મેળાપ થવો. ૫૦. આખ ચુમાઈને રહેવું-ચોળીને રહેવું = શોક ભરેલી સ્થિતિમાં રહેવું; પસ્તાવો કરવો; હારી થાકી બેસવુ; રડી રહેવું; પોતાનું કાંઈ ન ચાલવાથી નિરાશ થઈ જવું. ૫૧ આંખ ચોટવી = ધ્યાન સ્થિર થવું. ૫૨. આંખ ચોળવી = આશ્ચર્ય થવું; વિસ્મય પામવું. (૨) હાથ ઘસવા; જખ મારવી ૫૩. આંખ ચોળાવવી = હાથ ઘસાવવા; જખ મરાવવી; પસ્તાવો કરાવવો. ૫૪. આંખ ચોળી ચોળીને વિચારવું = ખૂબ ધ્યાનપૂર્વક વિચાર કરવો. ૫૫. આંખ છત સાથે લાગવી = (૧) આતુર આશાથી છાપરા તરફ જોઈ રહેવું. (૨) મરતી વખતે આંખ ફેરવવી. ૫૬. આંખ છુપાવવી = (૧) જૂની ઓળખાણ ભૂલી જવી. (૨) ધ્યાન ન દેવુ. (૩) નજરથી દૂર કરવું. (૪) શરમાવું. ૫૭. આંખ જવી = આંધળું થવું; આંખ ફૂટવી. ૫૮. આંખ જામવી = નજર સ્થિર રહેવી. ૫૯. આંખ જોડવી = તાકીને જોવું; બારીકાઈથી નજર કરવી. ૬૦. આંખ ઝૂકવી = (૧) આંખમાં પીડા થવી. (૨) શરમ અથવા વિનયથી આંખ ઢાળવી. ૬૧. આંખ ટાઢી થવી = જોઈને સંતોષ થવો; નિરાંત વળવી. ૬૨. આંખ ટૂટવી = આંખમાં પીડા થવી. ૬૩. આંખ ટેડી કરવી-દેખાડવી = (૧) કરડી નજર કરવી. (૨) ગુસ્સે દેખાવું. (૩) ધમકી આપવી. ૬૪. આંખ ઠરવી = સંતોષ મળવો; તૃપ્તિ થવી; જોઈ નિરાંત વળગી. ૬૫. આંખ ઠરી જવી = આંખ ઠરી જવી = (૧) આંખો સ્થિર થઈ જવી. (૨) ઊંઘી જવું. (૩) મરી જવું. ૬૬. આંખ ઠંડી કરવી = (૧) ખુશ થવું. (૨) જોવાથી સંતોષ થવો. (૩) દિલાસો આપવો. (૪) સગાના મરણ પછી ત્રીજે દિવસે રોવાથી ગરમ થયેલ આંખો ઉપર પાણી લગાડવું ૬૭ આંખ ઠંડી થવી = સંતોષ થવો; ઇચ્છા પૂરી થવી. ૬૮. આંખ ઠાલવવી = (૧) ઇશારા કરવા. (૨) નજર ફેરવવી. ૬૯. આંખ તગતગવી = મંદવાડમાં બહુ નબળાઈ આવી જવી; માત્ર આંખ ફેરવી શકવા જેટલી શક્તિ રહેવી. ૭૦. આંખ તરડાવી = (૧) આંખ ત્રાંસી થવી. (૨) આંખો દુખવા આવવી. (૩) મરણ વખતે આંખમાં ફેરફાર થવો. ૭૧. આંખ તરવી = (૧) આંખને આરામ આપ્યા વગર ફેરવ્યા કરવી. (૨) તાવથી આંખ ચળકવી. (૩) બેસુધ થવું. ૭૨ આંખ તરસવી = જોવા માટે બહુ આતુર હોવું. ૭૩. આંખ તાણવી = (૧) ગુસ્સે થવું. (૨) ધમકાવવું. (૩) પરાણે વાંચવું. ૭૪. આંખ તાણીને જોવું = (૧) આંખને જોર પડે એવી રીતે જોવું. (૨) ધ્યાનપૂર્વક જોવું. ૭૫. આંખ દબદવાવવી = આંખમાં ખૂબ આંસુ આવવાં. ૭૬. આંખ દબાઈ જવી-દબાવી = મરી જવું; આંખ મીંચાવી. ૭૭. આંખ દાબવી = નિશાનીથી મના કરવી; ઇશારતથી ના પાડવી. ૭૮. આંખ દુખવી = આંખ ઊઠવી; આંખ આવવી; આંખમાં પીડા થવી. ૭૯. આંખ દેખવી = (૧) બધી જાતની સોબતનો અનુભવ થવો. (૨) બીજાની આંખ જોવી. (૩) સારાં માણસો સાથે સંબંધ હોવો. ૮૦. આંખ દેખાડવી = (૧) કરડી નજર કરવી. (૨) ગુસ્સે દેખાવું; ક્રોધથી આંખ લાલ કરવી. (૩) ધમકી આપવી; ધાક બતાવવી; બિવડાવવું. ૮૧. આંખ દોડાવવી = (૧) ઇશારો કરવો; ઇશ્કની નજરે જોવું. (૨) ચોતરફ જોવું. ૮૨. આંખ ધસવી = આંખો ઊંડી જવી. ૮૩. આંખ ધોળી ફક થવી = દુ:ખ કે બીકથી આંખો સફેદ બનવી; નબળાઈને લીધે આંખો ઝાંખી થવી. ૮૪. આંખ ન ઉઠાવવી = (૧) કામમાં લાગ્યું રહેવું. (૨) શરમથી નજર નીચી રાખવી. (૩) સામે ન જોવું. ૮૫. આંખ ન ખોલવી = (૧) આંખ બંધ રાખવી. (૨) ગાફિલ રહેવું. (૩) સુસ્ત પડ્યું રહેવું. ૮૬. આંખ ન ઠેરવી = (૧) જોઈ ન શકવું; દૃષ્ટિ ન જામવી. (૨) નબળું બની જવું. ૮૭. આંખ ન રાખવી = (૧) આશા ન હોવી. (૨) માનસિક રીતે આંધળું હોવું. ૮૮. આંખ નચારવી = ઇશારો કરવો; ઇશ્કથી જોવું. ૮૯. આંખ નમ કરવી = આંખમાં આંસુ લાવવાં. ૯૦. આંખ નાકથી ડરવું = ઈશ્વરથી બીવું; પાપથી ત્રાસવું, કેમકે પ્રભુ પાપી લોકોને આંધળાં અને નટકાં બનાવી દે છે. ૯૧. આંખ નીકળી પડવી = (૧) અદેખાઈ આવવી. (૨) આંખો દુખવાથી બહુ પીડા થવી. ૯૨ આંખ નીચી કરવી = (૧) નજર નીચી રાખવી; સામે ન તાકવું. (૨) શરમથી સામે ન જોવું. ૯૩. આંખ નીચી હોવી = શરમ લાગવી. ૯૪. આંખ પથરાવી = (૧) આંખ જડ જેવી થઈ જવી; નેત્ર સ્તબ્ધ થઈ જવાં. (૨) આંખ ઝાંખી પડવી. ૯૫. આંખ પાકી જવી = આંખને બહુ થાક લાગવો. ૯૬. આંખ પાંપણ કરવી = આંખમાં જરા આંસુ લાવવા. ૯૭. આંખ પ્રસારવી-ફેલાવવી = (૧) ડાહ્યા બનવું; બુદ્ધિશાળી થવું. (૨) દીર્ધદૃષ્ટિ કરવી; બહુ લાંબે સુધીનો વિચાર કરી જોવું. ૯૮. આંખ ફરકવી = (૧) આત્મસંયમ જતો રહેવો. (૨) આંખનાં પોપચાંનુ રહીરહીને ધ્રૂજવું. (૩) શુભાશુભ ચિહ્ન જણાવું. પુરુષને જમણી અને સ્ત્રીને ડાબી આંખ કે અંગનું ફરકવું શુભસૂચક ગણાય છે, તેથી ઊલટું તે અશુભસૂચક મનાય છે. ૯૯. આંખ ફરવી = (૧) ગુસ્સે થવું. (૨) દેખરેખ રાખવી. (૩) નજર કરવી. (૪) મરવાનો વખતે આંખનું તરડાવું. (૫) મહેરબાની ઊતરી જવી. (૬) શૂર ચડવું. ૧૦૦. આંખ ફરી જવી = (૧) અકૃપા થવી. (૨) અજાયબી પામવી. (૩) કોપવું. (૪) તપાસી જવું; જોઈ જવં. (૫) મરણતોલ દશાને પામવું. ૧૦૧. આંખ ફાટવી = (૧) આવેશથી સામા થવાનો ડોળ જણાવો. (૨) આંખ નીકળી પડતી હોય એવું દુ:ખ થવું. (૩) એકદમ જુસ્સો આવવો. (૪) ગુસ્સો ચડી આવવો. (૫) મસ્તીમાં આવવું. ૧૦૨. આંખ ફાટી જવી-રહેવી = (૧) અજાયબ થવું. (૨) અદેખાઈ આવવી. (૩) અંકુશમાં ન રહેવું. ૧૦૩. આંખ ફાડી ફાડીને જોવું = (૧) અજાયબ થવું. (૨) અધીરાઈથી જોવું. (૩) ડોળા ઉઘાડીને જોવું. (૪) બારીક તપાસ કરવી. ૧૦૪. આંખ ફાડીને જોવું. = ચકિત થવું. ૧૦૫. આંખ ફૂટનારને ઝોંકો લાગનાર = કાગનું બેસવું ને તાડનું પડવું; અચાનક બે બાબતનું સાથે બનવું. ૧૦૬. આંખ ફૂટવી-ફૂટી જવી = (૧) અજબ થવું. (૨) અદેખાઈથી બળવું. (૩) આંખને ઘણો થાક લાગવો. (૪) આંધળું થવું. (૫) ધ્યાન ન રહેવું. (૬) બેભાન ટળવું. (૭) મૂર્ખ બનવું. (૮) વિચાર ન સુઝવો. ૧૦૭. આંખ ફૂટી પીડ ગઈ = આંખ ગઈ ને દુ:ખ મટ્યું. તકરારી બાબતમાં બન્ને બાજુને નુકસાન પહોંચે અને કજિયાનો અંત આવે ત્યારે આમ કહેવાય છે. ૧૦૮. આંખ ફૂટે ત્યાં પાંપણને ક્યાં રડવું ? = આભ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું ? દુ:ખ આવી પડે ત્યારે તેનો ઉપાય ન થઈ શકે. ૧૦૯. આંખ ફેરવવી-ફેરવી લેવી = (૧) ઉપર ઉપરથી જોઈ જવું. (૨) કરડી નજર કરવી; ડોળા કાઢવો. (૩) ગુસ્સે થવું. (૪) તપાસ રાખવી. (૫) દુ:ખથી આંખનો ડોળો ફેરવવો. (૬) ધમકાવવું. (૭) બિવરાવવું. (૮) ભાઈબંધી તોડવી. (૯) મહેરબાની ઓછી કરવી. (૧૦) વિરુદ્ધ થવું. ૧૧૦. આંખ ફેરવી જવી = (૧) ઉપર ઉપરથી જોઈ જવું. (૨) નજર ન કરવી. ૧૧૧. આંખ ફેરવી જવી = (૧) કરડી નજરથી જોવું. (૨) ચારે પાસ નજર કરીને જોવું. ૧૧૨. આંખ ફેરવી = (૧) ઇશારત કરવી. (૨) ઉપર ઉપરથી જોઈ જવું. ૧૧૩. આંખ ફોડવી = (૧) આંખનો જોર પડે એવું કામ કરવું. (૨) આંધળું કરવું. (૩) જોવામાં કે વાંચવામાં આંખને તકલીફ આપવી. (૪) નકામી આશા રાખવી. (૫) નકામી રાહ જોવી. (૬) બહુ મહેનત લીધી હોય એમ દેખાડવું. તિરસ્કારથી `લે જો` એવો અર્થ બતાવે છે. (૭) વળગી રહેવું. ૧૧૪. આંખ બચાવવી = (૧) છાનુંમાનું નાસી જવું. (૨) ન જોવાનો ઢોંગ કરવો. (૩) મોઢું ન દેખાડવું નજરે ન પડવું. ૧૧૫. આંખ બચાવીને આવવું = છાનુંમાનું આવવું. ૧૧૬. આંખ બતાવવી = (૧) કરડી નજર કરવી. (૨) ગુસ્સે દેખાવું. (૩) ધમકી આપવી. ૧૧૭. આંખ બદલવી = (૧) ગુસ્સો કરવો. (૨) મનનું અસ્થિર હોવું; જુદેજુદે વખતે જુદીજુદી નજરે જોવું. (૩) મહેરબાની ઓછી કરવી. (૪) સ્નેહ ઉતારવો. ૧૧૮. આંખ બબડવી = પાંપણમાં સાવાં પડવાથી પાંપણો ચોડી જવી. ૧૧૯. આંખ બરાબર ન કરી શકવી = શરમાવું. ૧૨૦. આંખ બંધ કરી કામ કરવું. = (૧) બીજાના કહેવા ઉપર ધ્યાન આપ્યા વગર વર્તવું. (૨) વગર વિચારે કામ કરવું; પૂછ્યાગાછ્યા વિના કાંઈ કરવું. ૧૨૧. આંખ બંધ કરી લેવી-બંધ થવી-હોવી = (૧) ઊંઘવું. (૨) છોડી દેવું; હાથ ઉઠાવી લેવો. (૩) બદરકારીથી વર્તવું. (૪) મરી જવું. ૧૨૨. આંખ બિછાવવી = (૧) એક નજરે જોઈ રહેવું. (૨) ચાહવું; કીમતી ગણવું. (૩) પ્રેમથી સ્વાગત કરવું. (૪) માન આપવું; પૂજા કરવી. ૧૨૩. આંખ બે ને જોવું દહાડી = એકનું એક માણસ જુદુંજુદું કામ કરે તે. ૧૨૪. આંખ ભર લાવવી = આંખ દબદબાવવી. ૧૨૫. આંખ ભરવી = (૧) ટીકીટીકીને જોવું ને મોહ ઉત્પન્ન કરવો. (૨) રોવું. ૧૨૬. આંખ ભરાઈ આવવી-જવી = (૧) આંખ ઠરવી; સંતોષની સાથે મન આકર્ષાવું; તલ્લીન થવું. (૨) આંસુ આવવાં. (૩) વખાણની નજરે જોવું. ૧૨૭. આંખ ભરીને જોવું. (૧) ઇશ્કની નજરે જોવું. (૨) ગુસ્સામાં દેખાવું. (૩) તાકીને નજર કરવી. (૪) ધરાઈને જોવું. ૧૨૮. આંખ ભારે થવી = (૧) અદેખાઈ આવવી. (૨) આંખ દુખવાનાં ચિહ્ન જણાવાં. (૩) ઊંઘથી આંખ ઘેરાવી. ૧૨૯. આંખ મચકાવવી = (૧) આંખ ઉઘાડબંધ કરવી. (૨) ઇશારો કરવો. ૧૩૦. આંખ મટમટાવવી = આંખ ઉઘાડબીડ કરવી. ૧૩૧. આંખ મળવી = (૧) ઊંઘ આવવી. (૨) દૃઢતાથી જોવું. (૩) પ્રેમમાં પડવું. (૪) સામસામાં પ્રેમની નજરે જોવું. ૧૩૨. આંખ મારવી = (૧) આંખના ઇશારાથી મનાઈ કરવી. (૨) ઈશારો કરવો; સનકારો કરવો. ૧૩૩. આંખ માંડવી = ધ્યાન રાખી જોવું. ૧૩૪. આંખ મિલાવવી-મેળાવવી = (૧) ઇશારા કરવા; પ્રેમથી જોવું. (૨) જાતે મળવું; પ્રસંગ પાડવો. (૩) તાકીને નજર કરવી. (૪) દોસ્તી બાંધવી. ૧૩૫. આંખ મીંચવી = (૧) ભૂલી જવું. (૨) મરી જવું. ૧૩૬. આંખ મીંચાઈ અને નગરી લૂંટાઈ = પોતાના મોત પછી ગમે તે થાઓ. ૧૩૭. આંખ મીંચાવી = (૧) ઊંઘ આવવી. (૨) મરણ થવું ૧૩૮. આંખ મીંચીને = (૧) આગળપાછળનો વિચાર કર્યા વિના; વગર સમજે. (૨) ઉતાવળે. (૩) ધ્યાન ધરીને. (૪) નિશ્ચય કરીને. ૧૩૯. આંખ મીંચીને અંધારૂં; કરવું. = આંધળિયાં કરવાં; આગળપાછળનો વિચાર કર્યા વિના એકદમ કરી નાખવું. ૧૪૦. આંખ મીંચીને વિચાર કરવો = શાંતિથી એકચિત્તે વિચારવું. ૧૪૧. આંખ મૂકવી = (૧) અંજાઈ જવું. (૨) ઝોલા આવવાં. (૩) શરમથી નીચે જોવું. ૧૪૨. આંખ મેળવવી = બે જણનો મેળાપ કરાવવો. ૧૪૩. આંખ મોડવી = (૧) પહેલાના જેવી સ્નેહદૃષ્ટિ ન રાખવી. (૨) મિત્રાચારી છોડી દેવી. (૩) વિરુદ્ધ થવું. ૧૪૪. આંખ રાખવી = (૧) આશા હોવી. (૨) ઇચ્છા રાખવી. (૩) જોવું. (૪) દેખરેખ રાખવી. (૫) ભલાઈની આશા રાખવી. (૬) સ્નેહ હોવો; ચાહવું. ૧૪૫. આંખ રાતી કરવી = ગુસ્સે થવું. ૧૪૬. આંખ લગાડવી = (૧) એકીટશે જોવું. (૨) નજર રાખવી. (૩) પ્રેમમાં પડવું. (૪) માન આપવું. ૧૪૭. આંખ લજાવી = શરમ અથવા વિનયથી આંખ ઢાળવી. ૧૪૮. આંખ લડવી = (૧) તાકીનો જોવું (૨) દેખાદેખી હોવી. (૩) પ્રિયાનો ઓચિંતું મળવું (૪) પ્રેમ હોવો. (૫) પ્રેમમાં પડ્વું. (૬) બીજાની આંકો સામે જોવું. (૭) સામસામી પ્રેમની નજર ફેકવી. ૧૪૯. આંખ લડાવવી = (૧) ઇશારાથી છાની વાત કરવી. (૨) છોકરાંઓની એક રમત. તેમાં તેઓ એકબીજા સામું તાકીને જુએ અને જેની આંખ મટકું મારે તેની હાર ગણાય. (૩) તાકીને જોવું. (૪) દોસ્તી કરવી. (૫) પ્રેમથી જોવું. ૧૫૦. આંખ લલચાવી = જોવાની બહુ ઇચ્છા હોવી. ૧૫૧. આંખ લાગવી = (૧) આતુરતાથી રાહ જોવી. (૨) આંખ મળવી; ઊંઘ આવવી. (૩) પ્રેમમાં પડવું. (૪) સામસામી દૃષ્ટિ ફેરવી. ૧૫૨. આંખ લાલ કરવી = ખીજવું. ૧૫૩. આંખ લાલ થવી-લોલચોળ થઈ જવી = (૧) ઘણું ગુસ્સે થવું. (૨) બહુ ઉશ્કેરાઈ જવું. ૧૫૪. આંખ લીલી પીળી કરવી = ઉશ્કેરાઈ જવું. ૧૫૫. આંખ લેવી = આંધળું કરવું. ૧૫૬. આંખ વિંચાવી = મરી જવું. ૧૫૭. આંખ શેકવી = (૧) જોઈને આનંદ માણવો. (૨) દિલાસો મળવો. (૩) સુંદરતાનો વિચાર કરવો. ૧૫૮. આંખ સફેદ હોવી = આંખ ઉપર પડળ ચડવાં; દુ:ખ બીક કે નબળાઈનો લીધે આંખો ઝાંખી થવી. ૧૫૯. આંખ સામે કરવી = શરમાયા વિના સામે જોવું. ૧૬૦. આંખ સુર્ખ કરવી = ગુસ્સે થવું; આંખ લાલ કરવી. ૧૬૧. આંખ હોવી = (૧) ઇચ્છવું. (૨) ઘણું વહાલું હોવું. (૩) જ્ઞાન હોવું. (૪) દેખરેખ રાખવી. (૫) પરખવું. (૬) મહેરબાની રાખવી. (૭) વિવેક રાખવો. ૧૬૨. આંખડી મીંચાઈ ને નગરી લૂંટાઈ = આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા; પોતા મરી ગયા પછી ગમે તે થાઓ. પોતાના મોત પછી આખું શહેર લૂંટાઈ જાય તો પણ મરનારને તેની કંઈ અસર થતી નથી. ૧૬૩. આંખથી = ખરા અંત:કરણથી ૧૬૪. આંખથી અદીઠ = દેખાય નહિ એ રીતે. ૧૬૫. આંખથી જોઈને કરવું = (૧) ઇરાદાપૂર્વક કરવું. (૨) ખાતરી કરીને ધ્યાનપૂર્વક કરવું. ૧૬૬. આંખથી પડવું = ધિક્કારપાત્ર થવું. ૧૬૭. આંખાના ખૂણા = લમણો. ૧૬૮. આંખના તારા-પૂતળી = (૧) આંખની કીકી. (૨) પ્રેમની ચીજ. (૩) વહાલું. ૧૬૯. આંખના પાટા જેવું લાગવું = ન ગમવું. ૧૭૦. આંખના સૂયા = આંખમાંની સોય. કામણટૂમણ કરનારી કેટલીક સ્ત્રીઓ પોતાના દુશ્મન ઉપર વેર લેવાને લોટનું બનાવેલું અને સોયો ભોંકેલું પૂતળું દુશ્મન આવી રીતે ભોંકાશે અને તેનું મરણ નીપજશે એવી માન્યતાથી કબરસ્તાનમાં મૂકે છે. જો સોયો પાછી ખેંચી કાઢવામાં આવો તો મરી ગયેલ માણસ જીવતો થાય એમ તેઓ માને છે. એક વખત એક સ્ત્રી પોતાના મારી નાખેલા પતિની સોય કાઢતી હતી. આંખ સિવાય બધી સોય કાઢી લીધા ત્યાં તેને બંદગી કરવા માટે ઊઠવું પડ્યું. તેટલામાં એક ચાકરડી અંદર આવી, અને તેણે આંખની સોય ખેંચી લીધી. માણસ જીવતો થયો અને તેણે માની લીધું કે તે ચાકરડીએ બધી સોય ખેંચી કાઢી હતી. તેથી તેની સાથે તે પરણ્યો અને પોતાની સ્ત્રીનો ત્યાગ કર્યો. ૧૭૧. આંખનાં ખીલ-તપોડિયાં = આંખની અંદરના કોમળ ભાગમાં સફેદ દાણા જામી રહે એવો રોગ. તેથી આંખમાં ચળ આવે, ખટકો થાય અને પુષ્કળ પાણી ઝરે. નાજુક બંધાની અને ઘરમાં ગોંધાઈ રહેવાવાળી સ્ત્રીઓને, બચ્ચાઓને તેમ જ શરદી અને અંધારાવાળાં ઘરમાં રહેનારને આ રોગ વિશેષ થાય છે. ૧૭૨. આંખનાં પડળ ઊઘડવાં = સાચી સ્થિતિનું ભાન થવું. ૧૭૩. આંખની આડ = આંખી; મોઈદાંડિયાની રમતમાંનો એક દાવ. તેમાં આંખ ઉપર આડી મૂકેલી મોઈને નીચે પડતી મૂકતાં જ દાંડિયાથી ફટકો મારવામાં આવે છે. ૧૭૪. આંખની કીકી = (૧) આંખની અંદરનું ગોળ કાળું ચક્કર. (૨) ઘણું જ વહાલુ; કાળજાની કોર. ૧૭૫. આંખની ગરજ પાંપણ સારવાની ? = જેનું જે કામ હોય તે જ તે કરી શકે. ૧૭૬. આંખની ગરમાઈ = આંખનો એક રોગ; અભિષ્યંદ; ઝામર. તેમાં આંખની અશ્કિત અને શરીરની નબળાઈને લઈને આંખ વખતોવખત બળ્યા કરે, ડોળા સૂકા રહે અને નજર નબળી પડી જાય. ૧૭૭. આંખની ઝાંખ = આંખના તંતુ નબળા પડી જવાથી બરાબર ન દેખાવું તે. ૧૭૮. આંખની દીઠી તે ખરી = જોયું તે માનવા બરાબર છે. ૧૭૯. આંખની મીટ = આંખ મળવી તે; ઊંઘવાપણું. ૧૮૦. આંખની સોય ખેંચવી બાકી છે = ઘણુંખરૂં કામ થઈ ગયું છે; માત્ર થોડું કામ કરવું બાકી રહ્યું છે. જુઓ આંખોની સોય કાઢવી. ૧૮૧. આંખનું કણું = (૧) આંખમાં પડેલ કચરો કે રજ. (૨) નડતર; અડચણ; હરકત. ૧૮૨. આંખનું કાચું હોવું. = ઓછું દેખાવું. ૧૮૩. આંખનું કાજળ ચોરવું = ભારે ચાલાકીથી ચોરી કરવી. ૧૮૪. આંખનું ચણિયારૂં ફરવું = વિચાર ન કરવો; આંખને ચણિયારા જેવો ખાડો ગણી જોયા વિના કામ કરવું તે. ૧૮૫. આંખનું ઝેર ઉતારવું. = જરા સૂવું. ૧૮૬. આંખનું તેલ કાઢવું. = (૧) આંખને બહુ મહેનત પડે એવું કામ કરવું. (૨) આંસુ પાડવા. ૧૮૭. આંખનું પાણી ઢળવું-મરવું = (૧) ઉદ્ધત થવું. (૨) નિર્દય બનવું. (૩) શરમ વગરનું બનવું. ૧૮૮. આખનું ફૂટેલું = અવિચારી; મૂર્ખ. ૧૮૯. આંખનું રતન = આંખની માંહેની જોવાની શક્તિ. ૧૯૦. આંખને પોપચાનો ભાર ન લાગવો = (૧) જરૂરની ચીજ મોંઘી જણાતી નથી. (૨) પોતાના કુટુંબને ખવરાવવું પીવરાવવું કોઈને અણગમતું લાગતું નથી. (૩) પોતાની ચીજ સાચવવી ભારે પડતી નથી. ૧૯૧. આંખનો કસો = થોડી ઊંઘ. ૧૯૨. આંખનો કાંટો હોવું = (૧) ખટકવું; પીડા કરવી. (૨) દુશ્મન હોવું. ૧૯૩. આંખનો ડોરો-આંખલો લાલ લાલ ડોરો = આંખમાં રહેલી બારીક રાતી નસ. બહુ આનંદમાં આવી જવાથી અથવા તો દારૂ પીવાથી તે લાલ થાય છે. તે સૌદર્યની નિશાની છે. ૧૯૪. આંખનો પડદો ઊઠવો = જ્ઞાનચક્ષુ ખૂલવાં; અજ્ઞાન કે ભ્રમ દૂર થવાં. ૧૯૫. આંખનો પાટો = આંખના પાટા જેવું અણગમતું; અળખાપણું; ઘણું અપ્રિય. ૧૯૬. આંખમાં = આંખના પલકારાથી. ૧૯૭. આંખમાં અમી હોવું = માયાળુ સ્વભાવ હોવો. ૧૯૮. આંખમાં-આંબે આવવું = (૧) અદેખાઈ થાય એવી રીતે દેખાવું; આંખે ચડવું. (૨) અદેખાઈ સાથે બીજાનું લેવાની દાનત થવી. (૩) ઇર્ષા થવી. (૪) ઘેન ચડવું; મસ્ત બનવું. (૫) મહેરબાની ઊતરી જવી. ૧૯૯. આંખમાં આગળીઓ ઘાલવી = (૧) છેતરવું; ઠગવું. (૨) નજર ચુકાવવી; ઘૂતી ખાવું. ૨૦૦. આંખમાં આંજવું = (૧) કાજળ ઘાલવું. (૨) છેતરવું. (૩) પોતાના કરતાં રૂપગુણમાં કમી હોવાથી શરમીંદું પાડવું; ઝાંખું કરવું; પાણી ભરાવવું. ૨૦૧. આંખમાં કમળો તે જગત પીળું દેખે = જેવું પોતાનુ મન હોય તેવું બધાને જુએ. ૨૦૨. આંખમાં કમળો હોવો = (૧) અદેખાઈ આવવી. જ્યારે કોઈ માણસને બીજાના વાંક શોધ્યા કરવાનો સ્ભાવ પડી ગયો હોય ત્યારે તેવા માણસ માટે બોલતાં કહેવાય છે કે તેની આંખમાં કમળો છે. (૨) પક્ષપાતની નજરે જોવું. (૩) પોતાના જેવું બીજાને માનવું ૨૦૩.આંખમાં કરકર આવવી = ઇર્ષા થવી. ૨૦૪. આંખમાં કહેવું = આંખના ઇશારાથી જણાવવું. ૨૦૫. આંખમાં કૂવા પડવા = નબળાઈથી, બહુ ભૂખથી કે એવા કોઈ કારણથી આંખો ઊંડી પેસી જવી. ૨૦૬. આંખમાં ખટકવું = (૧) અદેખાઈ આવવી. (૨) દીઠે ન ગમવું. ૨૦૭. આંખમાં ખાર હોવો = અદેખાઈ આવવી. ૨૦૮. આંખમાં ખુન્નસ આવવી-ખૂન ભરાવું-ખૂન વરસવું = ગુસ્સે થવું. ૨૦૯. આંખમાં ખબવું-ચુભવું = આંખને આનંદ પમાડવો. ૨૧૦. આંખમાં ખૂન ઊતરવું = ક્રોધથી આંખ લાલ થવી; રીસ ચડવી. ૨૧૧. આંખમાં ખૂંચવું = (૧) અદેખાઈ આવવી. (૨) અદેખાઈ સાથે બીજાનું કંઈ લેવાની દાનત થવી. (૩) આડે આવવું; હરકત કરવી. (૪) કોઈ કંઈ લઈ કે કહી ગયો હોય તે ખટક્યા કરવું. ૨૧૨. આંખમાં ઘર કરવું = (૧) ઇનકાર જવું. (૨) ગમવું. (૩) છેતરવું. (૪) પોતાના મતને વળગી રહેવું. (૫) મોહ પમાડવું; ખુશ કરવું. ૨૧૩. આંખમાં ચકલાં રમવાં = ચંચળતા દેખાવી. ૨૧૪. આંખમાં ચરબી છાવી = (૧) આંખે પડળ ચડવા. (૨) ખબર ન હોવાનો ડોળ કરવો. (૩) ગર્વ, બેપરવાઈ કે અસાવધાનીને લીધે સામેની ચીજ ન દેખવી. (૪) જૂની ઓળખાણ ભૂલી જવાનો ઢોંગ કરવો. (૫) મદાંધ બનવું. ૨૧૫. આંખમાં જીવ-દમ આવવો = (૧) મરવાની અણી ઉપર હોવું. (૨) સજીવન થવું. (૩) સાજા થવું. ૨૧૬. આંખમાં ઝેર આવવું-ભરાવું = ઇર્ષા થવી. ૨૧૭. આંખમાં ઝેર વરસવુ-હોવું = બહુ ગુસ્સાથી આંખ લાલ થઈ જવી. ૨૧૮. આંખમાં તતડિયાં પડવાં = (૧) આંખમાં ઘણું દુ:ખ થવું; આંખો બળવી. (૨) દ્વેષભાવ હોવો. (૩) માઠું લાગવું. (૪) બીજાનું સારૂં જોઈ બળવું. ૨૧૯. આંખમાં ધૂળ નાખવી = ( આંખમાં ધૂળ જવાથી માણસ પોતાની આસપાસ શું બને છે તે જોઈ શકતું નથી તે ઉપરથી ) ભૂલથાપ આપવી; ચાસન છેતરવું. ૨૨૦. આંખમાં ન ઠરવું = પસંદ ન પડવું; નહિ ગમવું. ૨૨૧. આંખમાં પાણી આવવું = (૧) આંખો આંસુથી ભરાવી. (૨) હૈયું પીગળી જવું; દયાની લાગણીથી ગળગળું થવું. ૨૨૨. આંખમાં પિયા આવવા = ( આંખ દુ:ખે છે ત્યારે પિયા આવે છે તે ઉપરથી ) કોઈનું સારૂં ન જોઈ શકવું. ૨૨૩. આંખમાં ફરવું = કોઈના હૃદયમાં હમેશ વસવું. ૨૨૪. આંખમાં ફૂલું પડવું = (૧) અદેખાઈ આવવી. (૨) આંખની કીકી ઉપર છાલું થવું. ૨૨૫. આંખમાં ભમરીઓ રમવી = ચપળતાવાળી નજર હોવી. ખરાબ ચાલની સ્ત્રી માટે આ પ્રયોગ વપરાય છે. ૨૨૬. આંખમાં ભરાવું = (૧) આંખમાં ખૂંચવું. (૨) ઇર્ષાના કારણરૂપ હોવું. ૨૨૭. આંખમાં મરચાં નાખવાં = રિબાવવું; કનડવું; બૂમો પડાવવી. ૨૨૮. આંખમાં મરચાં લાગવાં = કનડવું. ૨૨૯. આંખમાં મીઠું = અદેખાઈ; ઈર્ષા. ૨૩૦. આંખમાં મીઠું આંજવું-નાખવું-નાખવું-ભરવું = (૧) આંખમાં મીઠું નાખ્યું હોય તેવી દશાએ પહોચાડવું; રિબાવવું; કનડવું. (૨) છેતરવું; ઠગવું; ભોળવી નાખવું; છાની વાત કહી દે તેમ કરવું; ખોટું સમજાવીને ફંદામા આણવું; ભુલથાપ આપી ફસાવવું. (૩) શરમીંદુ કરવું; ઝાંખુ કરવું; ઢાંકી નાખવું. (૪) હરાવવું; થકવવું; ઉતારી પાડવું. ૨૩૧. આંખમાં મીઠું પડવું = (૧) અદેખાઈથી બળવું. (૨) આંધળાં થજો એવો શાપ. જેમકે, અદેખાની આંખમા મીઠાં પડજો ૨૩૨. આંખમાં રજ સમાય તો હિસાબમાં પાઈ સમાય = સારો હિસાબ કરનાર પાઈ પણ જવા દેતો નથી. ૨૩૩. આંખમાં રાઈ = (૧) અદેખાઈ. (૨) ગુસ્સો. ૨૩૪. આંખમાં રાઈ આંજવી-નાખવી-ભરાવવી = (૧) આંખમા રાઈ લાગવાથી જેવું દુ:ખ થાય તેવું સામાનું સુખ જોઈ દુ:ખ થવું. (૨) પીડવું; સતાવવું. (૩) પોતા તરફ અદેખાઈ ઉશ્કેરવી. ૨૩૫. આંખમાં રાત કાપવી-લઈ જવી = ઉજાગરો કરીને રાત પસાર કરવી. ૨૩૬. આંખમાં લહેર આવવી = (૧) ઊંઘ કે નશાને લીધે આળસ ભરાવી. (૨) ઊંઘ, મંદ મંદ પવન કે નશાને લીધે આંખ જરા જરા મીંચાવા માંડવી. ૨૩૭. આંખમાં લોહી વરસવું = (૧) ક્રોધે ભરાવું; ગુસ્સે થવું; ક્રોધના લીધે આંખ લાલચોળ થઈ જવી. (૨) બહુ જ ઉશ્કેરાઈ જવું. ૨૩૮. આંખમાં લોહી વરસી રહેવું = બહુ જ ઉશ્કેરાયેલા હોવું; ખૂન કરવાની અણી ઉપર આવવું. ૨૩૯. આંખમાં શનિશ્વર હોવો = ( શનિશ્વર પોતાની વાંકી નજરથી જેને જુએ તેનું ખરાબ થાય એમ જ્યોતિષમાં છે એ ઉપરથી ) (૧) જેનું તેનું ખોટું કરવાની વૃત્તિ હોવી. (૨) દ્વેષ ને ઝેર હોવું. ૨૪૦. આંખમા સમાવું = (૧) ગમી જવું. (૨) હમેશા નજર આગળ રહેવું; ગુંથાઈ રહેવું. (૩) હૃદયમાં વસવું. ૨૪૧. આંખમાં સરસો ફૂલવાં = આનંદથી મસ્ત થવું. ૨૪૨. આંખમાં સલાઈ ફેરવવી = આંધળું કરવું; અંધ બનાવવું. ૨૪૩. આંખમાં સીલ ન હોવું. = (૧) ઉદ્ધત બનવું. (૨) ક્રૂર થવું; નિર્દય બનવું. (૩) બેશરમ થવું. ૨૪૪. આંખમાંથી કાળાં કાઢવા-કાઢી જવાં = (૧) સામે મોઢે કોઈને ઉપાડી જવું. (૨) સામો માણસ દેખતો હોય તેમ તેને લૂંટી લેવો. (૩) સામો માણસ દેખે પણ સમજી ન શકે એવી રીતે છેતરી જવું. ૨૪૫. આંખમાંથી તણખા ઝરવા = ગુસ્સાને લીધે આંખ લાલચોળ થવી. ૨૪૬. આંખમાંથી નીર ઢાળવું. = (૧) આંખમાં ખૂબ આંસુ લાવવાં. (૨) મરણની અણી ઉપર આવવું. ૨૪૭. આંખમાંથી ભાલા કાઢવા = (૧) કરડી નજરે જોવું; કાતરીઆં કાઢવાં. (૨) નયનબાણ ફેકવા. ૨૪૮. આંખે અંધારા આવવાં = (૧) તેજથી ઝંખાઈ જવું. (૨) બહુ ઊંચે કે બહુ ઊંડાણમાં જોવાથી બરાબર નજર ન પડવી. ઝામર રોગમાં તેમ જ મગજને ભ્રમ થવાથી, તડકે રખડવાથી, આંખને બહુ કસવાથી અને નબળાઈથી આંખે અંધારાં આવે. ૨૪૯. આંખે અંધારી બાંધવી = (૧) છેતરવું. (૨) ભાન જવું. (૩) વશ કરી લેવું. ૨૫૦. આંખે આંખ મળવી = (૧) ઊંઘ આવવી. (૨) એક નજર થવી. (૩) જાતે મળવું. (૪) પ્રેમથી એકબીજા તરફ જોવું. ૨૫૧. આંખે આંધળો પણ પૈસાનો પૂરો = જેને વિચાર કે પરીક્ષા ન હોય એવો શ્રીમંત માણસ; મૂર્ખ ધનવાન. ૨૫૨. આંખે ખાય અને મોંએ લજવાય = અશક્ય હોવું. ૨૫૩. આંખે ચડવું = (૧) અદેખાઈના કારણરૂપ થવું. (૨) ધ્યાન ખેંચવું. (૩) નજરે પડવું. (૪) પસંદ આવવું. (૫) પહેલું પકડાવું. ૨૫૪. આંખે ચાલવું = (૧) અનુકરણ કરવું; નકલ કરવી. (૨) કોઈ કહે તે પ્રમાણે વર્તવું. ૨૫૫. આંખે ચાલીને = ખુશીથી. ૨૫૬. આંખે જોયાનું ઝેર છે = ખરાબ વસ્તુ નજરે દેખાય ત્યારે તે તરફ અણગમો થાય. ૨૫૭. આંખે તળાવ-પાણિયારાં બાંધવાં = જરાજરામાં આંસુ પાડવાં. ૨૫૮. આંખે થવું = મહેરબાની ઊતરી જવી. ૨૫૯. આંખે દીઠું તે ખરૂં = નજરે જોયું હોય તે જ સાચું. ૨૬૦. આંખે દેખવું = (૧) કોઈના સ્વભાવનો અભ્યાસ કરવો. (૨) માનથી વર્તવું. ૨૬૧. આંખે પથ્થર જાવા = આંખ જડ જેવી થઈ જવી. ૨૬૨. આંખે પાટા બાંધવા = (૧) આંધળું કરુવું; કપડાથી બન્ને આંખો ઢાંકીને માથા પછવાડે ગાંઠ વાળવી કે જેથી કાંઈ દેખી ન શકાય. (૨) કાંઈ ન સુઝે એવી દશા થવી; અક્કલ કે સુધી જવી. (૩) ધ્યાન ન દેવું. (૪) ન દેખાય એવી રીતે આંખો મીંચવી. (૫) ભમાવવું; આડુંઅવળું સમજાવીને ફસાવવું; પેચમાં આણવું; ભોળવી નાખવું; વશ કરી લેવું. ૨૬૩. આંખે પાટા બાંધીને ફરવું = (૧) વગર સમજે કામ કરવું. (૨) વિચાર કર્યા વગર ફરવું. ૨૬૪. આંખે પાટા હોવા = (૧) અદેખાઈથી બળવું. (૨) આશ્ચર્ય પામવું. (૩) આંધળા થવું. ૨૬૫. આંખે ભવાં ચડાવવાં = (૧) ગુસ્સે થવું. (૨) મોઢું બગાડવું. (૩) ધિક્કારવું. ૨૬૬. આંખે લગાડવું. = પ્યાર કરવો. ૨૬૭. આંખે લગાડીને રાખવું = બહુ પ્રેમથી રાખવું; બહુ આદરસત્કારથી રાખવું. ૨૬૮. આંખે હોવું = (૧) ડાહ્યા થવું. (૨) મહેરબાની ન હોવી. (૩) સુધીમાં આવવું. ૨૬૯. આંખેથી પાટા છોડવા = ગયેલી સુધી પાછી આણવી; બુદ્ધિપૂર્વક વિચાર કરવો. ૨૭૦. આંખો અવળી થવી = (૧) તદૃન અશક્ત થઈ જવું. (૨) બેસુધ થવું. ૨૭૧. આંખો ઊંચી કરાવવી. = (૧) અધીરાઈ કરાવવી. (૨) બહુ સંતાપવું. ૨૭૨. આંખો ઊંચી ચડી જવી-જતી રહેવી = (૧) ક્રોધ આવવો. (૨) ગર્વનો ઊભરો આવવો; મગરૂરી ધરવી. ૨૭૩. આંખો ઓડે જવી = (૧) બહુ મહેનત પડવી. (૨) મિજાજ ફાટી જવો; મગરૂરીમાં ડૂલવું. ૨૭૪. આંખો ટાઢી થવી = શાંતિ થવી; સંતોષ થવો; ઇચ્છા પૂરી પડવી. ૨૭૫. આંખો ચોળીને રહેવું = (૧) પસ્તાવો કરવો. (૨) હારી થાકીને બેસવું. ૨૭૬. આંખો તળે ન લાવવું = તુચ્છ સમજવું. ૨૭૭. આંખો તારવી નાખવી = (૧) આંખોને અશાંત બનાવીને બેસુધ કરવું. (૨) ઘણો માર મારીને બેસુધ કરી નાખવું. ૨૭૮. આંખો ધરતી ખોતરે = આંખ નીચી ઢળીને કેમ જાણે ભોંય ખોદતી હોય એટલી બધી શરમ પામવી. ૨૭૯. આંખો ધોયેલ = શરમાવેલ. ૨૮૦. આંખો નિગાળવી = આંસુ સારવાં. ૨૮૧. આંખો પાછી જવી = (૧) બહુ નબળું પડી જવું. (૨) મગરૂર થવું; ગર્વ આવવો. ૨૮૨. આંખો ફૂટે ત્યાં પાંપણ ક્યાં રડશે ? = અસંભવિત બાબત. ૨૮૩. આંખો બોચીએ જવી = (૧) છેક અશક્ત થઈ જવું. (૨) મગરૂર થઈ રહેવું. ઉદ્ધત બનવું. (૩) વિસ્મિત થવું; અજાયબી પામવું. ૨૮૪. આંખો મીંચીએ તો સદા અંધારૂં = એક વખત બેદરકાર રહીએ તો સદાને માટે ભોગવવું પડે. ૨૮૫. આંખો મીંચીને = (૧) ઉતાવળે; જલદીથી. (૨) ધ્યાન ધરીએ; નિશ્ચય કરીને. (૩) વગર વિચાર. ૨૮૬. આંખો મીંચીને વિચાર કરવો = શાંતિથી અને એકાગ્ર ચિત્તથી વિચાર કરવો. ૨૮૭. આંખો વઢવી = એક બીજાનું બોલ્યું કે મોં જોવું ન ગમવું; અણબનાવ હોવો. ૨૮૮. આંખોથી ઊતરવું = નીચા ઠરવું. ૨૮૯. આંખોથી કામ કરવું = (૧) ઇશારાથી કામ કરવું. (૨) કાળજી રાખી જોવું. (૩) બહુ પ્રેમ કે ભક્તિથી કામ કરવું. ૨૯૦. આંખોની આગળ અંધારૂં છવાવું = મૂર્ચ્છા આવવી. ૨૯૧. આંખોની આગળ અંધારૂ થવું = (૧) વિપત્તિ કે દુ:ખને વખત ઉદાસીન બનવું. (૨) સંસાર અસાર દેખાવો. ૨૯૨. આંખોની ઠંડક = બહુ પ્યારી ચીજ. ૨૯૩. આંખોની સામે હોવું = સન્મુખ હોવું. ૨૯૪. આંખોની સોય કાઢવી = કોઈ કામનો કઠણ અને ઝાઝો ભાગ બીજા માણસ મારફતે પૂરો થયા બાદ તેનો બાકીનો કે થોડો અને સરલ ભાગ પૂરો કરી પૂરૂં ફળ લેવોનો ઉદ્યોગ કરવો. આ સંબંધી એવી વાત છે કે એક રાજન્યાનો વિવાહ વનમાં એક મરેલ માણસ સાથે થયો. તેના આખા શરીરમાં સોયો ઘોંચેલી હતી. રાજકન્યા હમેશા બેસીને તે કાઢ્યા કરતી અને તેની દાસી આ જોયા કરતી. એક દિવસ રાજકન્યા ક્યાંય બહાર ગઈ હતી. દાસીએ જોયુ કે મડદાના આખા શરીરની સોયો નીકળી ચૂકી હતી, માત્ર આંખોની બાકી રહી હતી. તે તેણે કાઢી લીધી અને તેમ કરતાં તે મરેલ માણસ બેઠો થયો. દાસીએ પોતાને તેની પરણેતર હોવાનું જણાવ્યું અને જ્યારે રાજકન્યા આવી ત્યારે તેના દાસી તરીકે ઓળખાવી. ઘણા દિવસ સુધી આ પ્રમાણે તે દાસી રાણી તરીકે રહી. પણ પાછળથી બધીવાત ખુલ્લી થઈ ગઈ અને રાજકન્યાના દિવસ ફર્યા. ૨૯૫. આંખોમાં બેસવું = (૧) પ્રેમથી જાળવવું. (૨) સાવધાનીથી રાખવું. ૨૯૭. ઉનીંદી આંખ = નિદ્રાભરી આંખ ઊંઘ આવવાનાં લક્ષણ દેખાડનારી આંખ. ૨૯૮. ઊડીને આંખે બાઝવું-વળગવું = ઘણુ ભભકાદાર હોવું; નજરને ગમે એવું હોવું. ૨૯૯. ઊડીને આંખે બાઝે એવું = (૧) નાજુક; કોમળ. (૨) મન હરી લે એવું. ૩૦૦. એક આંખમાં હસાવવું અને બીજી આંખમા રડાવવું = પ્રેમ અને ભય રાખવાં. ૩૦૧. એક આંખમાંથી શ્રાવણ અને બીજીમાંથી ભાદરવો = બહુ આંસુ વહેવાં; શ્રાવણ અને ભાદરવા માસમાં જેમ વરસાદ પડે તેમ આંખમાંથી આંસુ પડવાં. ૩૦૨. એકલી આંખે-નરી આંખે = ખુલ્લી આંખે; ચશ્માં કે દૂરબીન વગરની આંખે. ૩૦૩. કરડી આંખે જોવું = (૧)અણગમો બતાવવો. (૨) ક્રોધથી જોવું. ૩૦૪. કંજી આંખ = માંજરી આંખ ૩૦૫. કંટીલી આંખ = મોહક આંખ. ૩૦૬. કાણી આંખે જોવું = આડી આંખે જોવું. ૩૦૭. ખારીલી આંખે જોવું = અદેખાઈ આવવી. ૩૦૮. ચંચળ આંખ = જુવાનીના ઉમંગથી સ્થિર ન રહેનારી આંખ. ૩૦૯. ચાર આંખ કરવી = મળવું. ૩૧૦. ચાર આંખ થવી = (૧) સહન ન કરી શકવું. (૨) સામસામું જોવું. ૩૧૧. ચાર આંખ મળવી = રૂબરૂ મળવું મળવું. ૩૧૨. ચોર આંખ = જેના ઉપર નજર નાખી હોય તેને તેની ખબર ન પડે એવી આંખ. ૩૧૩. ઝીણી આંખે જોવું = બારીકાઈથી તપાસવું. ૩૧૪. ઝેરીલી આંખો = મારી નાખવાનો ઇરાદો સૂચવતી આંખો. ૩૧૫. ધોળી ફક આંખ થવી = ફિક્કી આંખ હોવી. ૩૧૬. ફાટી આંખે જોવું-ફરવું = મદોન્મત્ત; છકી જવું. ૩૧૭. ફૂટી આંખનો તારો = એકનો એક દીકરો; ખોટનો છોકરો. ૩૧૮. બારે આંખો ઉઘાડવી = પૂર જોમમાં પ્રકાશવું; આંખો અંજાઈ જાય તેમ પ્રકાશવું. ૩૧૯. બીજાની આંખે જોવું = કહ્યા પ્રમાણે દોરાવું. ૩૨૦. બે આંખની શરમ = (૧) નજર સામે હોય ત્યાંસુધી ઓળખાણ. (૨) નજરથી બહાર જાય એટલે ભૂલી જવાપણું. ૩૨૧. બે આંખો જોઈને ચાલવું = બધી બાબતનો વિચાર કરીને ડહાપણથી કામ કરવું. ૩૨૨. મીઠી આંખે જોવું =હેતથી જોવું. ૩૨૩. શેરડીની આંખ = શેરડીના કાતળી ઉપરનો પીલો. આવી આંખ કે પીલાવાળી કાતળી વાવવાથી શેરડી ઊગે છે. ૩૨૪. સારી આંખ હોવી = રહેમ નજર હોવી. Dhansukh Jethava

ગાય

એક જાતનાં વાગોળનારાં ચોપગાં પશુની માદા; જેને ગળે ગોદડી જેવી ચામડી લબડતી હોય એવી જાતના પશુની માદા; ધેનુ; ગૌ. ગાયના નરને ગોધો, આખલો, સાંઢ અને ખસી કરેલો હોય તો બળદ કહે છે આ પ્રાણી અને તેનાં છાણ મૂતર પવિત્ર ગણાય છે. ગાયની ગર્ભવાસની મુદત ૨૮૫ દિવસની છે અને આયુમર્યાદા ૨૫ વર્ષની મનાય છે. ગાયનો રંગ ધોળો, રાતો, કાળો કે મિશ્ર હોય છે. તેનાં બચ્ચાંને નર હોય તો વાછડો અને નારી હોય તો વાછડી કહેવાય છે. તેને બે શીંગડાં અને ચાર આંગળ હોય છે. ગાયને હિંદુઓ સર્વથી વધારે માન આપે છે, કેમકે બ્રહ્માએ બ્રાહ્મણ અને ગાયને એકી વખતે પેદા કર્યાનું, તેમાં બધા દેવનો વાસ હોવાનું અને વૈતરણી નદી ઓળંગવામાં તે સાધનરૂપ હોવાનું મનાય છે. તેના પંચગવ્ય પવિત્ર મનાય છે. તેનું પૂછડું પૂજાય છે. ગાયની જાત: ૧. સૌરાષ્ટ્રની ગીર, ૨. સિંધની સિંધી, ૩. માળવાની માળવી, ૪. નર્મદા નદી તરફની નિમારી, ૫. ગુજરાતની કાંકરેજ, ૬. પંજાબની શાહિવાલ, ૭. પંજાબની હરિયાણા, ૮. સીમા પ્રાંતની ધન્ની, ૯. સતારાની કિલ્લરી, ૧૦. મહારાષ્ટ્રની કૃષ્ણાખીણ, ૧૧. રજપૂતાનાની રાથ, ૧૨. મધ્યપ્રાંતની ગૌલવ, ૧૩. નિઝામની દેઉની, ૧૪. મ્હૈસુરની અમૃતમહાલ તથા હિલ્લિકર, ૧૫. મદ્રાસની નેલોર, ૧૬. મદ્રાસની કાંગાયમ, ૧૭. જોધપુરની નાગોરી, ૧૮. સિંધની થરપાર્કર અને ૧૯. અલ્વરની મેહવતી. આ સિવાય ભગ્નેરી, દજલ, રેડસીંદે, કિલ્લરી, પોનવાર, ખારિગઢ, ગાઉલાઉ વગેરે પણ ગાયની ઘણી જાત છે. અઢાર માસની ગાયને ત્ર્યવી, ચોવીશ માસની ગાયને દિત્યૌહી, ત્રીશ માસની ગાયને પંચાવી, છત્રીશ માસની ગાયને ત્રિવત્સા, બેંતાલીસ માસની ગાયને તુયૌંહી, ચાર વર્ષની ગાયને પષ્ઠોહી, વાંઝણી ગાયને વશા, ગર્ભધાતક ગાયને વેહત અને પ્રસૂત ગાયને ધેનુ કહેવાય છે. ગાયનાં કામદુધા, વિશ્વાયુ, વિશ્વધાયા, વિશ્વકર્મા, ઇડા, સરસ્વતી, અદિતિ વગેરે નામ પણ છે. વેદમાં ગાયનો જ ઉલ્લેખ છે, ભેંસનું ક્યાંય પણ નામ જોવામાં આવતું નથી. લોકો ગાયનું જ દૂધ પીતા. પંજાબ, કુરુક્ષેત્ર અને રોહિલખંડનાં જંગલોમાં ગાયો પુષ્કળ થતી અને પુષ્કળ દૂધ આપતી. યજ્ઞમાં દક્ષિણા તરીકે પણ ગાય આપવામાં આવતી. અત્યારે જેમ સિક્કાનો વ્યવહાર છે તેમ પ્રાચીન સમયમાં ગાયો વપરાતી. વધુ - ૧. કન્યા ને ગાય જ્યાં દોરે ત્યાં જાય = જેમનો કંઈ અવાજ નથી એવું ગરીબ; દીન. કન્યાને તેનાં માબાપ જ્યાં પરણાવે ત્યાં જવું પડે છે તેમ ગાય પણ જ્યાં આપે ત્યાં દોરાય છે તે ઉપર થી આ પ્રયોગ થયો છે. ૨. ગાય જેવું ગરીબ = ગરીબ સ્વભાવનું; સાલસ. ૩. ગાય દોહી કૂતરીને-ગધેડીને પાવું = (૧) કુપાત્રને આપવું. (૨) દુર્વ્યય કરવો. ૪. ગાય પછવાડે વાછરડું = (૧) દાન ઉપર દક્ષિણા. (૨) મા સાથે છોકરૂં. ૫. ગાય મળવી = ગાયે દૂધ આપવું. ૬. ગાય લેવી દૂઝતી ને વહુ લેવી ઝૂલતી = ગાય અને કન્યાની પસંદગી બહુ વિચારપૂર્વક કરવાની હોય છે. ૭. ગાય વગરનું વાછડું = મા વગરનું છોકરૂં. ૮. ગાય વાંસે વાછડી = ગાય પછવાડે વાછરડું. ૯. ગાય વિયાવી = બાળકે જલદી ખાઈ લેવું. ૧૦. ગાયના બકરી હેઠ અને બકરીના ગાય હેઠ કરવાં = ઊંધાચત્તાં કરવાં; ખટપટ કરવી. ૧૧. ગાયના ભાઈ જેવું = મૂર્ખ; બુડથલ. ૧૨. ગાયનું ભેંસ તળે અને ભેંસનું ગાય તળે = સમજ્યા વગરની ઊથલપાથલ અને ફેરફાર; વ્યવસ્થા વિનાનું; અગડંબગડં. ૧૩. ગાયું વાળે તે ગોવાળ = ધંધો તેવું નામ. ૧૪. ઘેર ગાય બાંધી = દુઝાણું રાખવું. ૧૫. દૂબળી ગાયને બગાઈ ઘણી = અછતમાં અછત ભળે છે; દુ:ખમાં દુ:ખ ઉમેરાય છે. ૧૬. ધરમની ગાયના દાંત ન જોવાય = બક્ષિશ મળેલી ચીજની ખામી વિષે ટીકા ન કરાય. Dhansukh Jethava

ક્રૃષ્ણ

(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે મધ્ય રાત્રે રોહિણી નક્ષત્રમાં થયો. તે ગોકુળમાં નંદને ઘેર ઊછર્યો. તેમની આકૃતિ મધ્યમ પ્રકારની હતી. નેત્ર કમળ જેવાં, નાસિકા સરળ, અંગકાંતિ શ્યામવર્ણની હતી. તેમને પીળાં વસ્ત્ર પહેરવામાં પ્રીતિ હતી. અધ્યાત્મજ્ઞાનમાં પારંગત હતો. તેનું શસ્ત્રઅસ્ત્ર મિથ્યા થતું નહિ. સ્નાન સંધ્યાદિક નિત્યકર્મ કરવાની દીક્ષા તેણે ઉપમન્યુ ઋષિ પાસેથી લીધી હતી. એ શ્યામસુંદર, કમળનયન, રમણીય અવતારમૂતિ સાક્ષાત્ વિષ્ણુએ જગદુદ્ધાર અર્થે અવતારદેહ ધારણ કર્યો છે એવું ઋષિમુનિઓએ જાણી લીધું હતું. કૃષ્ણ પૂર્ણ સોળ કળા અવતારી પુરુષ હતો. તેમણે પોતાની યોગમાયાથી જન્મથી માંડીને અગિયાર વર્ષે કંસને માર્યો ત્યાંસુધી બાળચરિત્રો કર્યાં. મથુરાના ઉગ્રસેનને ગાદીએથી ઉઠાડી મૂકી કંસ ગાદીએ બેઠો અને આજ્ઞા કરી કે કોઈએ રામનામ લેવું નહિ અને યજ્ઞ કરવો નહિ. એણે બ્રાહ્મણ તથા પ્રભુભક્તોને બહુ દુઃખ દીધું. જ્યારે તેના કાકા દેવકે પોતાની કન્યા દેવકીને વસુદેવ સાથે પરણાવી ત્યારે કંસ તેમને ખુશીથી વળાવા જતો હતો. એવામાં આકાશવાણી થઈ કે એનો આઠમો પુત્ર તારો કાળ થશે. કંસે દેવકી વસુદેવ બંનેને કેદમાં રાખ્યાં. દેવકીને થયેલાં સાત સંતાનોનો કંસે નાશ કર્યો. આઠમા સંતાન કૃષ્ણને મારવાને માટે કંસે ઘણી યુક્તિ કરી. પોતાની બહેન પુતનાને તથા કણાસુર, શકટાસુર, તૃણાવર્ત, બકાસુર, વત્સાસુર, ધુંધક, પ્રબંધ, વૃષભાસુર, કેશી, વ્યોમાસુર વગેરે ઘણા રાક્ષસોને મોકલ્યા, પણ બાળકૃષ્ણે તે સર્વ ન નાશ કર્યો. છેવટે અક્રૂરને મોકલી કૃષ્ણને મથુરા બોલાવ્યા અને શલ, દૂશલ, ચાણૂર, મુષ્ટિક અને કૂટ એ પાંચ વિકરાળ મલ્લો સાથે યુદ્ધ કરાવી કૃષ્ણને મારી નખાવવાનો વિચાર કર્યો. રસ્તામાં કુવલયાપીડ નામના દારૂ પાઈને મસ્ત બનાવેલા હાથીને ઊભો રાખ્યો. અગિયાર વર્ષના સુકુમાર બાળક શ્રીકૃષ્ણે તે હાથીને તથા મલ્લોને મારી નાખ્યા ને કૂદકો મારી કંસને પકડી તેના પ્રાણ લીધા અને માતાપિતાને કેદમાંથી છોડાવ્યાં. એક વખત બાળ વયમાં બગાસું ખાતાં તેણે પોતાના મોઢામાં માતા જશોદાને ત્રણ ભુવન બતાવ્યાં હતાં. તોફાન કરે, ગોરસડાં ફોડે તોપણ સૌ પ્રેમભાવથી તેમને તેડી રમાડતાં. એકવાર કૃષ્ણે માયા રચી. ગોકુળમાં ઘેર ઘેર કૃષ્ણરૂપ થઈ ગોરસડાં ફોડી દહીં માખણ તે ખાવા લાગ્યો. સ્ત્રીઓ જશોદા પાસે રાવે આવી. જશોદાએ કહ્યું કે મારો કૃષ્ણ તો પારણામાં જ રમે છે. બધી સ્ત્રીઓએ કૃષ્ણ શેરીઓમાં ભાખોડિયાભર ફરે છે એવું દીઠું હતું. કૃષ્ણની માયાનો આવો પ્રભાવ જાણી સૌનો તેમના ઉપર પ્રેમ વધ્યો. એક દિવસે તોફાની કૃષ્ણે ઘરમાં દહીં દૂધનાં મટકાં ફોડી સર્વ ઢોળી નાખ્યું અને પોતાના મિત્રોને તે ખવરાવ્યું. માતાએ દામણાથી કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધ્યા. ખાંડણિયો ઘસડતા ઘસડતા કૃષ્ણ જ્યાં નલકુબેર અને મણિગ્રીવ નામના કુબેરના બે પુત્ર નારદના શાપથી આમલીના ઝાડરૂપ થયા હતા ત્યાં આવ્યા. ખાંડણિયો ભટકાતાં તે બંને વૃક્ષ પડી ગયાં અને તેમાંથી બે દિવ્ય પુરુષ નીકળી કૃષ્ણની સ્તુતિ કરી ચાલતા થયા. કૃષ્ણ ગોવાળિયાના છોકરા ભેગા વાછરડાં ચારવા લાગ્યા. તે આહીરોની સાથે ખાતાપીતા, તેથી દેવોને શંકા થઈ કે કૃષ્ણ પરમાત્મા આહીરો સાથે ખાય છે માટે યજ્ઞાદિકમાં પવિત્રતા શા માટે જોઈએ ? તેથી પરીક્ષા કરવા બ્રહ્માએ બધાં વાછડાંઓ સંતાડી દીધાં. કૃષ્ણે પોતાની માયાથી તેવા જ રંગનાં બીજાં વાછરડાંઓ બનાવી દીધાં. કાળી નાગને મારી યમુનાનું પાણી વિષમય હતું તે અમૃતતુલ્ય કર્યું. પોતાની મોરલી બજાવી સર્વને તેમણે મોહિત કર્યાં હતાં. ગોકુળની સ્ત્રીઓ વસ્ત્ર રહિત થઈ સ્નાન કરતી હતી તેને શાસ્ત્રમર્યાદા બતાવી. ગોવાળો ઈંદ્રની પૂજા કરતા તેને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું કૃષ્ણે કહ્યું. ઈંદ્રે ગુસ્સે થઈ મૂશળધાર મેઘ વર્ષાવ્યો. કૃષ્ણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત છત્રની પેઠે તોળી રાખ્યો ને તેની નીચે સર્વેનું રક્ષણ કર્યું. ઈંદ્રે ગર્વ મૂકી કૃષ્ણની સ્તુતિ કરી. આઠ વર્ષની બાળ વયે જશોદા પાસે બેઠાં બેઠાં છ માસનાં રાત્રિ દિવસ કર્યાં. મહારાસક્રીડામાં સર્વ સ્ત્રીઓની પાસે એક એક કૃષ્ણ ઊભા છે એવી પોતાની યોગમાયા પ્રગટી. રાધા વગેરે સર્વ સ્ત્રીઓને શૃંગારનું પૂર્ણ સુખ આપ્યું ને સર્વનો ઉદ્ધાર કર્યો. સુદર્શન નામનો વિદ્યાધર અંગિરા ઋષિના શાપથી અજગર થઈને પડ્યો હતો તેનો ઉદ્ધાર કર્યો. કુબ્જાને કૂબડી મટાડી દિવ્ય દેહ આપ્યો. કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બળરામ સાંદિપનિ ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા. ત્યાં તેઓએ વેદ, ઉપવેદ, ન્યાય, તત્ત્વજ્ઞાન, ધનુર્વિદ્યા અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગુરુદક્ષિણામાં ગુરુનો પુત્ર જે સમુદ્રમાં ડૂબી ગયો હતો તેને પાછો લાવવા પાંચજન્ય દૈત્યને માર્યો, તેનું શંખરૂપ તન પોતે લીધું. એ વગાડી તેણે યમને દર્શન આપી ત્યાંથી ગુરુપુત્રને ત્યાંથી લઈ આવ્યા. કંસનો સાસરો જરાસંધ ઘણો દુષ્ટ હતો. તેણે ૨૦૮૦૦ રાજાને કેદ કર્યા હતા. તેનો નાશ કરવા પ્રથમ તેણે મોકલેલા કાળયવનને યુક્તિથી મુચકુંદ પાસે બળાવી નાખ્યો ને પછી ભીમને હાથે તેને મરાવી નાખ્યો અને રાજાઓને છોડાવ્યા. વિશ્વકર્મા પાસે સર્વ યાદવો સમાઈ રહે તેવી ઉત્કૃષ્ટ દ્વારકા નગરી વસાવી. યોગમાયાને આજ્ઞા કરી એક રાત્રિમાં સર્વ સંપત્તિ સહિત સર્વને ત્યાં વસાવ્યાં. વૈદર્ભ દેશની રુકિમણીનું હરણ કર્યું, જાંબુવાનની કન્યા જાંબુવતીને તથા સત્રાજિતની કન્યા સત્યભામાને પરણ્યા. પ્રાગજ્યોતિષપુરના નરકાસુર નામના રાજાએ ઘણા રાજાઓની કન્યાઓને પકડી કેદ કરી હતી. કૃષ્ણે નરકાસુરને મારી તે સોળ હજાર એકસો કન્યાઓ છોડાવીને તે સાથે પોતે લગ્ન કર્યાં. તેમને મુખ્ય આઠ પટરાણી હતી. તેનાં નામ: રુકિમણી, જાંબુવતી, સત્યભામા, ભદ્રા, મિત્રંવદા, સત્યા, કાલિંદી અને રોહિણી. બાણાસુરના હજાર હાથમાંથી ચાર રાખી બાકીના કાપી નાખી તેનો ગર્વ ઉતાર્યો. પુંડરીક રાજા જુલમ કરતો હતો તેને મારી પ્રજા સુખી કરી. નૃગ રાજા શાપથી અંધારા કૂવામાં પડ્યો હતો તેને ચરણ અડાડી દિવ્યદેહી કર્યો. દ્રોપદીના સ્વયંવરમાં પાંડવોને સહાય કરી જય અપાવ્યો. યુધિષ્ઠિરે આદરેલા રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોનું એઠું ઉપાડવાનું કામ કૃષ્ણે પોતાને હાથે રાખ્યું અને એક બ્રાહ્મણના પ્રેતને તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતથી સજીવન કર્યું. મદાંધ શિશુપાળનો નાશ કર્યો તથા શૈલ્ય, દંતવક્ર, વિદુરથને મારી નાખ્યા. ગુરુબંધુ સુદામાનું દારિદ્રય ટાળી સુખી કર્યો. કૌરવો પાંડવોને ઘણું દુઃખ દેતા. સતી દ્રોપદીનાં વસ્ત્રો દુઃશાસને ભરસભામાં ખેંચવા પ્રયત્ન કર્યો. એ વખતે ગુપ્તપણે કૃષ્ણે વસ્ત્રો પૂરી સતીની લાજ રાખી. કૌરવોને અનેક વાર કૃષ્ણે સમજાવ્યા છતાં તેમણે પાંડવોને થોડો પણ ભાગ આપવાની ના પાડી, જેથી યુદ્ધનું નક્કી થયું. ત્યારે દુર્યોધન તથા અર્જુન બંને કૃષ્ણની મદદ માગવા ગયા. કૃષ્ણે પોતે યુદ્ધમાં ઊતરવાની ના પાડી, પણ સૈન્ય મોકલવા હા પાડી. દુર્યોધને સૈન્ય માંગ્યું. તેથી કૃતવર્મા યાદવને એક અક્ષૌહિણી સૈન્ય લઈને મોકલ્યો. તમે યુદ્ધ ન કરશો, પણ અમારી સાથે રહો એવી અર્જુનની માગણીથી કૃષ્ણ અર્જુન સાથે ગયા અને અર્જુનના સારથિ બન્યા. લડાઈની શરૂઆતમાં પોતાનાં આપ્તજનોને સામે ઊભેલાં જોઈ અર્જુને હથિયાર છોડી દીધાં ત્યારે કૃષ્ણે અર્જુનને બોધ આપી લડવા સમજાવ્યો. એ બોધ ગીતામાં કહેલો છે અને તે બુદ્ધિમાન પુરુષોએ મનન કરવા જેવો છે. યુદ્ધમાં શ્રીકૃષ્ણે પાંડવોને યુક્તિઓ બતાવી દુર્યોધનાદિ કૌરવોનો સંહાર કરાવ્યો અને પાંડવોને જય અપાવ્યો. પછી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા. એક સમયે સર્વ યાદવોને લઈ કૃષ્ણ પ્રભાસની યાત્રાએ ગયા, ત્યાં યાદવો મદિરા પીને મસ્ત બન્યા હતા. તેમાં કજિયો થતાં સમુદ્ર કિનારે હથિયારો ખેંચાયાં અને સર્વ મરણ પામ્યા. આ સઘળું કૃષ્ણની ઈચ્છાથી જ થયું હતું અને તેમની ઈચ્છાથી જ દુર્વાસા મુનિએ તેવો શાપ આપ્યો હતો. આ સર્વ યાદવો કપાઈ મૂઆ તે વખતે કૃષ્ણ તથા બળરામ દૂર જઈ બેઠા હતા. એ રીતે સર્વનો નાશ કરી પોતે તથા બળરામે વૈકુંઠ જવા વિચાર કર્યો. બળરામે લંગોટી વાળી સમુદ્ર કિનારે જઈ દેહ તજી દીધો. પછી શ્રીકૃષ્ણ પીપળાને થડે જમણો પગ ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકી એકધ્યાનથી બેઠા ત્યાં તેમની ઈચ્છાથી જ વાલી નામના વાંદરાનો અવતાર જરા નામનો કોળી નિમિત્ત કારણે ધનુષ્ય લઈ આવ્યો. તેણે કૃષ્ણ પરમાત્માના ચળકતા પગને હરણની આંખ જાણી બાણ માર્યું. પછી પાસે આવી કૃષ્ણને જોઈ પસ્તાવો કરવા લાગ્યો. કૃષ્ણે તેને દિલાસો આપ્યો કે મારી ઈચ્છાથી જ આ થયું છે. એવામાં કૃષ્ણનો સારથિ દારુક આવ્યો. તેને કૃષ્ણે કહ્યું કે મારા સ્વધામ ગયાની અને યદુવંશીઓના મરણની વાત તું દ્વારકામાં કરજે અને કહેજે કે હવે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. માટે તમો સર્વ સ્ત્રી બાળકો તથા ધનમાલ લઈ અર્જુન સાથે હસ્તિનાપુર જજો. એટલામાં સર્વ દેવતાઓ વિમાનમાં બેસી કૃષ્ણને તેડવા આવ્યા, પણ કૃષ્ણ આંખો મીચી ધ્યાન કરી વીજળીની પેઠે ચમકાર કરી પોતાના મૂળ સ્વરૂપમાં મળી ગયા. એ રીતે કૃષ્ણે અનેક દુષ્ટોનો સંહાર કરી ભૂમિનો ભાર ઉતાર્યો અને ધર્મ, નીતિ, ન્યાય તથા વિવેકની સ્થાપના કરી તેઓ સ્વધામમાં ગયા. તે મોટા પરોપકારી ને નિર્લોભી હતા. રાજવંશી છતાં ગોવાળિયાની સ્થિતિમાં તે ઊછર્યા હતા. તેઓ ચંદ્રવંશી યયાતિ રાજાના પુત્ર યદુના વંશના હતા. દ્વારકા તેમની રાજધાની હતી. તેમના મણિનું નામ કૌસ્તુભ, સારથિનું નામ દારુક, ખડ્ગનું નામ નંદક, શંખનું નામ પાંચજન્ચ, મુખ્ય શસ્ત્રનું નામ સુદર્શન ચક્ર, ગદાનું નામ કૌમોદકી હતું. તેઓ શૃંગારમાં વિલાસી હતા. રણમાં તેમની બરોબરી કરી શકે એવું કોઈ ન હતું. તેમની મુખમુદ્રા અવલોકન કરનારના મનમાં જુદા જુદા ભાવો પ્રગટ થતા. એમ કૃષ્ણે પોતાની અલૌકિક માયા દેખાડીને પોતાનું પ્રભુત્વ દર્શાવી આપ્યું છે. તેમની ઉત્પત્તિ વિષે એમ કહેવાય છે કે વિષ્ણુએ પોતાના બે વાળ ખેંચી કાઢ્યા. એક ધોળો અને બીજો કાળો. આ બે વાળ રોહિણી અને દેવકીના ગર્ભાશયમાં ગયા. ધોળો વાળ બળરામરૂપે અને કાળો વાળ કૃષ્ણ અથવા કેશવરૂપે ઉત્પન્ન થયા. તેમનાં અનેક નામ છે. તેમાં ઉપેંદ્ર, વિષ્ણુ, નારાયણ, વૈકુંઠ, સ્વયંભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, ગરુડધ્વજ, પીતાંબર, અચ્યુત, વિશ્વકસેન, જનાર્દન, ચતુર્ભુજ, પદ્મનાભ, મધુરિપુ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શૌરી, શ્રીપતિ, પુરુષોત્તમ, બલિધ્વંસી, કંસારાતિ, અધોક્ષજ, વિશ્વંભર, વિધુ, કૈટભજિત, શ્રીવત્સલાંછન, વનમાળી, વિઠ્ઠલ, કહાન, નંદકિશોર, કનૈયા, શામળિયા, વાસુદેવ, માધવ, નટવર, મદનમોહન, મધુસૂદન, ત્રિકમ, કેશવ, મુરલીધર, ચક્રપાણિ, સારંગપાણિ, ગરુડગામી, ગોવિંદ, મુરારિ, હૃષીકેશ, ગોપાળ, ગિરિધારી, વ્રજરાજ, દામોદર વગેરે છે. નિજધામ જવા કાળે કૃષ્ણનું વય એકસો પચીશ વર્ષનું હતું. Dhansukh Jethava

ભેંસોના દુધ

ડુંગરા અને વનરાઇ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે. ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠા થઈ ગયા હોય, ખડ સુકાઈને ઊડી ગયાં હોય, અને ઝરણાં સૂકાં પડ્યાં હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી. પણ એક -બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાઈ લીલવણી ઓઢણે ઝકૂંબતી હોય, લીલાછમ ખડ છાતીપૂર ઊભાં હોય, દરેક નદીજહ્રણું આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય, તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતાં સુધી ભુલાય તેમ નથી. એક સારો વરસાદ થયાના ખબર મળતાં તો દૂર દૂરથી ચબારી, ચારણ, આહીર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાનાં ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે. ઠેકઠેકાણે ઝૂંપડાં અને ઢોરની ઝોકો બંધાય છે, પરોડિયે પરોડિયે વલોણાંના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતાં પ્રભાતિયાં, રાત્રે ક્યાંક ભજનની ધૂન, તો ક્યાંક દુહા, ક્યાંક વાતો, તો ક્યાંક રબારીચારણના પાવાના મધુર નાદ, ક્યારેક ડુંગરા ગજવી મૂકતી સિંહની હૂક, તો ક્યારેક પશુ (એ નામના હરણ)ની છીંકારીઓ, ક્યારેક સાબરનાં ભાડુક, મસ્ત ખૂંટડાની ત્રાડ, મોરલાના ટૌકા : આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય. બરાબર મધ્યવીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે; ત્યાં રુક્‌મિણીનો ડુંગર છે, તાતા પાણીનો કુંડ છે, ભગવાનની શામ મૂર્તિવાળું મંદિર છે. એનું નામ તુળશીશ્યામ છે. કેટલાંક વરસો પહેલાં તુળશીશ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા. દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાંક ઝૂંપડાં બાંધી ત્યાં જ પડ્યાં હતાં. તેવામાં ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો. ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા. બહુ જ થોડાં ચારણ કુટુંબ ત્યાં રહ્યાં. એક ચારણને માત્ર બે નાનાં ખડાયાં રહ્યાં, બાકીનાં ઢોર તો મરી ગયાં; પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી. આ પ્રમાણે એ ચારણને ચાર નાનાં ખડાયાં થયાં. તેના ઉપર જ તેનો નિભાવ હતો. 'આગાળ જતાં સારી ભેંસો થશે, એનાં દૂધ-ઘીમાંથી ગુજરાન ચાલશે' એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી. ચારે ખડાયાં મોટાં થયાં અસલ ગીરની વખણાય છે તેવાં વળેલાં બબ્બે ત્રન ત્રન આંટા લઈ ગયેલાં શીંગ; દેવલના થંભ જેવા પગ; ટૂંકી ગુંદી; ફાંટમાં આવે એવાં આઉં; પથારી કરી સૂઈ રહેવાય તેવા વાંસાનાં પાટિયાં : આમ બધી રીતે વખણાય તેવી ચારે ભેંસોને જોઈ ચારણ વર-વહુ આનંદ કરે છે. દિવસે ચરીને સામ્જે રુંઝ્યું રડ્યે જ્યારે ભેંસો ઘેર આવે, ત્યારે ચારણિયાણી ઝોકના ઝાંપા પાસે જ ઊભી હોય. અને જોતાંવેંત જ 'મોળી ધાખી ઈડી! બાપ ! ગોદડ ઈડી ! ખમાં મોળી શેલર ! આઈનાં રખેપાં મોળી મા !' [૧]કરી કરી ભેંસોને આવકારે, પોતાના પછેડા વતી એનાં અંગ લૂછે; પછી ખાણ ખવરાવવું હોય તે ખવરાવે. ચારે ભેંસોને વિયાવાને હજુ ત્રણેક માસ બાકી છે. 'ચારે વિયાશે; અધમણ દૂધ કરશે; રોજ સાત-આઠ શેર ઘીની છાશ થશે; ગુજરાન બહુ સારું ચાલશે.' એ વિચારોને વાતો બન્ને જણ કર્યા કરે છે અને આશામાં દોહ્યલા દિવસો વિતાવે છે. ભાદરવો આવ્યો; ભરપૂર વરસ્યો, હેલી મચાવી. આઠેક દિવસની હેલી થઈ. વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોતપોતાના ચરવાને નેખમે (ઠેકાણે) ચાલી જાય છે અને સાંજરે ધરાઇને પાછી પોતાની જાતે નેસ ચાલી આવે છે. ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે. એક સમે બરાબર મેઘલી અંધારી રાત છે. વાદળાં ઘટાટોપ જામ્યાં છે. ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે. વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે. તે ટાણામાં કોઈ આહીરના બે જુવાન ગીરમાં નીકળેલા છે. દિવસે આ ચારે ભેંસોને તેમણે જોયેલી, નજરમાં આવી ગયેલી. આઉભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોંમાગ્યો પૈસો મળે એવી આશાએ આહીરોની મતિ બગડી ગઈ. અડધીક રાત ભાંગી ત્યારે ચોર ઝોકે આવ્યા. ચારણ-ચારણિયાણી નેસનું ધ્રાગડિયું કમડા દઈને મીઠી નીંદરમાં જામી ગયાં છે. ઝોકનો ઝાંપો ઉGહાડી આહીરોએ ચારે ભેંસોને હાંકી એકદમ દોડાવવા જ માંડી. જબ્બર આઉભેર થયેલી ભેંસો કેટલીક દોડે ! તોપણ લાકડીના માર માએએ જેટલી ઉગાવળે હાંકી શકાય તેટલી હાંકી. સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા. સવારે ચારણ જાગ્યો. જોયું તો ઝોક ખાલી પડી છે, ઘડીક તો ધાર્યું કે ઝામ્પો ઉઘાડો રહી ગયો હશે, તેથી ભેંસો ચરવા ચાલી ગઈ હશે, રોટાલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંશો જતી હતી તે નેખમે ગયો. ત્યાંપણ ભેંસો જોવામાં આવી નહીં. વરસાદ બહુ વરસતો હતો. તેથી બીજી નેખમે ચડી ગઈ હશે, સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો. સાંજરે ધણી-ધણિયાણી વાટા જોતાં ઊભાં રહ્યાં, પણ ભેંસો તો આવી નહિ. તાર પછી ખરેખરી ચિંતા થઈ. ફરીને આસપાસ બધા સ્થળો જોઇ આવ્યો, તગીરના ગાળે ગાલે રખડ્યો, પણભેંસોનો પત્તો મળ્યો નહિ.પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો. ભેંસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચારને નોખી તારવવી સહેલ નથી. કાચા પોચાથી તો નોખી પડે જ અન્હિ. કદાચ મારે પણ ખરી. કોઈ બહુ હિંમતવાળા બે-ત્રણ જેવી-તેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે. ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી કરે. પણ આતો ચારે ભેંસો સાથે જ ગઈ - બધી ગઈ ! જેના ઉપર કેટલીયે આશા બાંધેલી તે બધી ગઈ. વળી ભેંસો પણ જેવી તેવી નહોતી. ચારણ વારણિયાણીએ પોતપોતામ્ના સાગાંઓમાં જઈને વાત કરી. પણ ભોળપ અને નોઇર્દોષ ભાવનાં ભરપૂર આ પરાજિયાં ચારણો : એક તો મનમાં મસ્ત હોય : તેમાં વળી ભેમ્સોનાં ઘાટાં દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાઉ સાંબો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા : નીકલીએ છીએ ! હા, નીકળીએએ છીએ ! એમ કરતાં કરતાં પંદર દિવસના પરિણાન પછી છ જણ શોધ કરવા નીકળ્યા. ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી. તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાળકામાં આવ્યા, પોતાના સગાં ઓળખીતાંને ઘેર રોકાતા ઓકાતા જેતપુર આવી પહોંચ્યાં. સવારનો પહોર છે. ભાદરના કાંઠા ઉપરના એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોઆક માણસનો ડાયરો ભરીને બેઠા છે, કસૂંબા લેવા ગયા છે. શિરામણી કરવા ઊઠવાની તૈયારી છે, એમાં બરાબર ભાદરના કાંઠા ઉઅપ્ર ચારે ભેંસો ભેળાં બન્ને આહીર નીકળ્યા. ઝરૂખા ઉઅપ્રથી દરબારે ભેંસો જોઈ. છેતેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી. ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો. વેચાઉ હોય તો મોંમાંગી કિંમત આપીને પણ એ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી. ત્યાં જઈ, તપાસ કરે, વેચાઉ હોય તો તે પોતાની અપસે લઈ આવવા દરબારે બે માણાસોને કહ્યું. ભાદર તરફની ધઢની ખડકીમાંથી બન્ને જણ નીકળ્યા. આહીરોએ આ આદમીઓને આવતા જોયા. કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયો. 'ચોરનું હૈયું કાચું'એ ન્યાયે કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહિર બીના, ભેંસો મૂકીને ભાગ્યા. એ પ્રમાણે આહીરોને બહગતા જોઈ, ભેંસો ચોરાઉ હશે એમ માની દરબારે તે ભેંસો હામ્કી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો. ભેંસો ગઢની ખડકીએથી ગઢમાં આવી. સૌએ ભેંસો જોઈ. 'ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે' એમ અંદર અંદર વાતો ચાલવા લાગી. દરબારનું મન પલટાણું. પાસે બેઠેલાઓએ કંઈક મજબૂત કર્યું. છેવટે ભેંસોને તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કર્યું. ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા. ગામને ટીમ્બે પૂછપરછ કરતાં વાવડ મળ્યા કે કે "હા ભાઈ, ચાર જખ્ખર ભેંસો અમારાં... દરબારને ભાદર કાંઠેથી રેઢિયું મળી હતી અને દરબારે ગઢની માંયલીકોર બાંધી છે." "તયીં હવે ફીકર નહિ.' ચારણો હરખઘેલા બનીને બોલ્યા :" આપણી ભેંસુ કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય." એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ આવીને ઊભા રહ્યા, અને દરબારની વાટ જોતા બેઠા. એક પહોર, બીજો પહોર, ત્રીજોપહોર: પણ દરબાર ડોકાણા નહિ. દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે. એક તો પેટ મેલું હતું જ, તેમાં પણ પદખિયાઓએ ધનીને વહાલા થવાને સારુ પાપની શિખામણ દીધી : " ના બાપુ ! એમ ભેંસો દેવાય >? શી કહતરી કે ભેંસુ એનીયું છે?" બીજે ટૌકો પૂર્યો : વળી આપણે ખવરાવ્યું છે ! ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે, દશબાર શેર ઘીની છાશ થાય છે, એને આજ સુધી ખવરાએએને એમ આપી દેવાય કાંઈ ?" "હા, તો આબરૂ જ જાય ને!" આવી રીતના ભંભેર્યા દરબાર ભાન ભૂલી ગયા. કહેવરાવી દીધું : " આમ્હી તમારી ભેંસુ નથી, ભાઈ !" સાંભળી ચારનો શ્વાસ લઈ ગયા. ડુંગર જેવડા નિસાસા નાખ્યા. ભેંસો આંહીં જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી. વળી દરબાર મોંયે દેખાડતા નથી. નરણે મોઢે ઉપવાસી ઊભેલા ચારણોએ કહેવડાવ્યું: "મામાહીં ભણો, સૂરજ પુત્રો મું કી સંતાડેને બેઠો છે?" (મામાને કહો, સૂર્ય પુત્ર મોં કેમ સંતાડીને બેઠો છે?") અસલ ચારણ-કાથી વચ્ચે આવો સંબંધ હતો : ચારન ભાણેજ કહેવાય, ને કાઠી મામો કહેવાય. ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા તમામ કાઠીને મામા કહી બોલાવે. ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઢી મોઢું સંતાડે નહિ, આ આશાએ બિચારા ચારણોએ જતા-આવતા ઘણાની સાથે સંદેશા કહેવરાવ્યા, પણ દરબાર તો મલ્યા જ નહિ; એમ ચારન પણ ભૂખ્યા-તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા. છેવટે ચારણોએ ધા નાખીને ત્રાગાં કરવાની જ્યારે તૈયારી કરવા માંડી, ત્યારે દરબારથી તાપ જિરવાયો નહિ. હવે ભેંસો આપવામાં આવે તો તો વળી વધારે ખોટું દેખાય : ચોરાઉ માલ સંઘર્યાનું તહોમત પણ આવે; વાત બહાર તો પડી ચૂકી છે, હવે શું કરવું ? ચારણ ત્રાગાં કરશે, દરિયાદી કરશે, તપાસ થશે, ભેંસો તબેલામાંથી હાથ આવશે, માથે તહોઅમ્ત આવશે. માટે કાંઈ ઉપાય? હજૂરિયા બોલ્યા: " હા બાપુ ! એમાં બીઓ છો શું? ચારણ ત્રાગાં કરશે, તેમાં આપણી શું તપાસ થાય ? અને તહોમત તો ભેમ્સ હાથ પડે ત્યારે આવે કે એમ જ? ભેંસોને મારી નાખી તબેલામાં જ દાટી દ્યો એટલે થયું. અને ચારનોને મારો ધક્કા, ડેલીએથી ઊઠાડી મૂકો." દરબારને એ વાત ગમી. ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો. તરત હુકમનો અમલ થયો. ચારનોને ધક્કા મારી ડેલીએથી ખસેવ્યા. બહાર ઊભીને ચારણોએ ધા નાખી : " એ મામાહીં ભાણો, આ તોળાં ગભરુડાં ત્રાગાં કરતાંસ. સૂરજના પુત્રોને ભીંહું ગળે વળવતી સૈ. પણ બાપુ !ભીહુંનાં દૂધ તોળે ગળે કેવા ઊતરહેં?" ( મામાને કહો, તારાં ગભરુ બાળકો ત્રાગાં કરે છે. અરે સૂરજના પુત્ર ! તને ભેંસો ગળે વળગે છે, પણ ભેંસોનાં દૂધ તારે ગળે શી રીતે ઊતરશે બાપ?") કોઈએ હાથ કાપ્યો; કોઈએ પગમાં ઘરો માર્યો: એમ છએ ચારણોએ ત્રાગાં કર્યાં. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા. તે દોઇવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહિ. સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો. પણ પછી પસ્તાવો શા કામનો? સવાર થયું. વાત ચર્ચાઈ. કેટલાક રૂપિયા ઊડ્યા. તેટલેથી બસ ન રહ્યું. દરબાર ત્રાંસળીમાં દૂધ લઈ ને જમવા બેઠા કે ત્રાંસળી આખી જીવડાંથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દઈ ફરી વાર લીધું તો પણ એમ જ થયું. ત્રાંસળીમ્,આં જીવડાં જ દેખાય. એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય. છતાં દરબારને ત્રાંસળીમાં જીવડાં દેખાય. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા અને ઘી - ત્રને વસ્તુ તે જ દિવસથી બંધ થઈ. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતાં જ દુર્ગમ્ધ આવે. એમ કેટલાંક વર્ષો સુધી ચાલ્યું, ધીમે ધીમે વધ્યું. છેવટે એકીસાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહિ. આઠમે દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભક્તના ગધૈ જાતના ચેલા શ્રી ગગા ભક્ત [૨] ફરતા ફરતા, દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી. પછી ક્રેલાં પાપની બધી હકીકત કહી. દૂધ, ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા, તેમ જ આથ દિવસની લાંઘણો થઈ હતી એ બધું કહ્યું : બહુ જ કરગરીને કહ્યું. કંઈક દયા કરવા આપા ગીગાને પગમાં પડી વીનવ્યા. આપા ગીગાને દયા આવી. તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહ્યુ. આપા ગીગા જાતે ગધૈ હતા. છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું. તે જ દિવસથી જીવડાં દેખાંતા બંધ થયાં. બાર તેર વરસ સુધી એ પ્રમાણે ચાલ્યું. આઠ-દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મગાવી લેવાનું નીમ રાખ્યું. તેવામાં આપો ગીગો દેવ થયા. દરબારને પણ કંઈક વાત વિસારે પડી. પસ્તાવો પણ કંઈકઓછો થયો; એટલે વલી દૂધ અને ચોખા ઉઅપ્ર અરુચિ થવા લાગી. જીવડાં તો ન દેખાય પણ એ વસ્તુ સાંભરી આવે કે તરત અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે પછી આપા ગીગાની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી, ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મંગાવી કરવા માંડ્યો. એટલે એ વસ્તુઓ થોડી થોડી ખવાવી શરૂ થઈ; પણ ચાર-પાંચ દિવસે વળી અરુચિ થઈ આવે. ત્રણ ટંક બધાને જમાડતા, બહુ સારી રીતે નોકરચાકરની બરદાસ રાખતા, કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દૂધ-ઘી જમાડતા. પ્ણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહિ. થોડું થોડું જમી શક્તા. તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે. આંકહમાં ક્યારેક ક્યારેક ઝલહળિયાં આવી જાય અને ' ગીગેવ! ગીગેવ!' કહી,, આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું ઘણું જમે. સાત દીકરા થયા. બધા નાની વયમાં જ ગયા. કોઈ બબ્બે ત્રણ-ત્રણ તો કોઈ પાંચ વરસના થઈ મર્યા. છેવટે સિત્તેર વરસની આવરદા ભોગવી દરબાર નિર્વંશ ગયા. લોકો કહે છે :' એને ધા લાગી ગઈ!' Dhansukh Jethava

ભજ ગોવિંદમ્

ભજ ગોવિંદમ્ – શ્રી આદિ શંકરાચાર્ય ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમગોવિન્દમ ભજ મૂઢમતે |સંપ્રાપ્તે સન્નિહિતે કાલેન હિ ન હિ રક્ષતિ ડુકૃઝરણે || 1 || અર્થ : ઓ મૂર્ખ માનવ ! ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ. નિર્ધારિત કાળ (મૃત્યુ) આવશે ત્યારે વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકે. મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાંકરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્ |યલ્લભસે નિજકર્મોપાત્તંવિત્તં તેન વિનોદય ચિત્તમ || ભજ ગોવિન્દમ… || 2 || અર્થ : હે મૂઢ ! ધનસંચયની લાલસા છોડ, સદબુદ્ધિ ધારણ કર, મનમાંથી તૃષ્ણા ત્યાગી દે, તારાં કર્મ અનુસાર જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી તારા ચિત્તને પ્રસન્ન રાખ. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ… નારીસ્તનભરનાભીદેશંદષ્ટવા મા ગા મોહાવેશમ્ |એતન્માંસવસાદિવિકારંમનસિ વિચિન્તય વારં વારમ્ || ભજ ગોવિન્દમ્ || 3 || અર્થ : નારીના વિકસેલા સ્તન, અને નાભિપ્રદેશ જોઈ મોહના આવેશમાં ન પડ. એ તો માંસ અને ચરબીનો વિકાર માત્ર છે એમ મનમાં વારંવાર વિચાર કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. નલિનીદલગતજલમતિતરલંતદ્વજ્જીવિતમતિશયચપલમ્ |વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તંલોકં શોકહતં ચ સમસ્તમ્ || ભજ ગોવિન્દમ્ || 4 || અર્થ : કમળના પાંદડા પર રમતું જળબિંદુ જેમ ખૂબ ચંચળ છે, તેમ આ જીવન પણ અતિ અસ્થિર છે. રોગ અને અભિમાનથી ગ્રસ્ત આ સકળ સંસાર જ શોક અને દુ:ખથી ભરપૂર છે તે બરાબર સમજી લે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ… યાવદ્વિત્તોપાર્જનસક્તસ્તાવન્નિજપરિવારો રક્ત: |પશ્ચાજ્જીવતિ જર્જરદેહેવાર્તા કોઅપિ ન પૃચ્છતિ ગેહે || ભજ ગોવિન્દમ્ || 5 || અર્થ : જ્યાં સુધી મનુષ્યમાં ધન કમાવાની શક્તિ છે ત્યાં સુધી જ તેનો પરિવાર તેનામાં આસક્ત રહેશે. જ્યારે તેનો દેહ જર્જરિત થશે ત્યારે ઘરમાં તેની સાથે કોઈ વાત કરવાની પણ પરવા નહિ કરે ! ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. યાવત્પવનો નિવસતિ દેહેતાવત્પૃચ્છતિ કુશલં ગેહે |ગતવતિ વાયૌ દેહાપાયેભાર્યા બિભ્યતિ તસ્મિંકાયે || ભજ ગોવિન્દમ્ || 6 || અર્થ : જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ ઘરમાં સૌ તમારા કુશળ સમાચાર પૂછે છે. દેહને છોડી પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે ત્યારે તમારી પત્ની પણ તે દેહથી ડરે છે ! ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. બાલાસ્તાવત્ક્રીડાસક્તસ્તરુણસ્તાવતરુણીસક્ત: |વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્ત:પરમે બ્રહ્મણિ કોડપિ ન સક્ત: || ભજ ગોવિન્દમ્ || 7 || અર્થ : બાળપણમાં માણસ રમતમાં આસકત રહે છે, યુવાની આવે છે ત્યારે તે યુવતીમાં આસક્ત હોય છે, વૃદ્ધાવસ્થામાં તે ચિંતામગ્ન રહે છે. છતાં અરેરે ! કોઈ પણ પરબ્રહ્મમાં આસક્ત થતું નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. કા તે કાન્તા કસ્તે પુત્ર:સંસારેડયમતીવ વિચિત્ર: |કસ્ય ત્વં ક: કુત આયાતસ્તત્વં ચિન્તય તદિક ભ્રાત: || ભજ ગોવિન્દમ્ || 8 || અર્થ : કોણ તારી પત્ની છે ? કોણ તારો પુત્ર છે ? આ સંસાર ખરેખર, વિચિત્ર છે. અહીં તું કોનો છે ? તું ક્યાંથી આવ્યો છે ? ઓ ભાઈ ! તત્વનો જ (સત્યનો) અહીં વિચાર કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ… સત્સંગત્વે નિસસ્સંગત્વંનિસસ્સંગત્વે નિર્મોહત્વમ્ |નિર્મોહત્વે નિશ્ચલત્વંનિશ્ચલત્વે જીવનમુક્તિ: || ભજ ગોવિન્દમ્ || 9 || અર્થ : સત્સંગ દ્વારા અનાસક્તિ જન્મે છે; અનાસક્તિને કારણે ભ્રમણાનો નાશ થાય છે. મોહનો નાશ થતાં નિશ્ચળ આત્મતત્વનું જ્ઞાન થાય છે. અને આ જ્ઞાન દ્વારા જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ… વયસિ ગતે ક: કામવિકાર:શુષ્કે નીરે ક: કાસાર: |ક્ષીણે વિત્તે ક: પરિવારોજ્ઞાતે તત્વે ક: સંસાર || ભજ ગોવિન્દમ્ || 10 || અર્થ : યુવાની ચાલી જતાં કામવિકાર-લાલસાનો આવેગ ક્યાંથી રહે ? પાણી સુકાઈ જતાં સરોવર ક્યાંથી રહે ? પૈસો ઓછો થતાં પરિવાર શા માટે વળગી રહે ? આત્મતત્વનું જ્ઞાન થતાં સંસાર શી રીતે રહી શકે ? ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. દિનયામિન્યૌ સાયં પ્રાત:શિશિરવસન્તો પુનરાયાત: |કાલ: ક્રીડતિ ગચ્છત્યાયુસ્તદપિ ન મુઝ્ચત્યાશાવાયુ: || ભજ ગોવિન્દમ્ || 12 || અર્થ : દિવસ અને રાત, મળસ્કું અને સાયંકાળ, શિશિર અને વસંત ફરી ફરીને આવે છે અને જાય છે. કાળ ક્રીડા કરે છે અને આયુષ્ય ઓસરતું જાય છે અને છતાં કોઈ આશાના વાયરાઓ છોડતું નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. કા તે કાન્તા ધનગતચિન્તાવાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા |ત્રિજગતિ સજ્જનસંગતિરેકાભવતિ ભવાર્ણવતરણે નૌકા || ભજ ગોવિન્દમ્ || 13 || અર્થ : ઓ વ્યાકુળ માણસ ! પત્ની, પૈસા વગેરેની ચિંતા તું શા માટે કરે છે ? તારો કોઈ નિયંતા નથી શું ? ત્રણે લોકમાં માત્ર સત્સંગ જ ભવસાગર તરવા અર્થે નૌકાની ગરજ સારે છે. જટિલો મુણ્ડી લુચ્છિતકેશ:કાષાયામ્બરબહુકૃતવેશ: |પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો હૃયુદરનિમિત્તં બહુકૃતવેષ: || ભજ ગોવિન્દમ્ || 14 || અર્થ : કોઈ જટાધારી, કોઈ માથું મૂંડાવેલો, કોઈ ચૂંટી ચૂંટીને વાળ કાઢી નાખેલા માથાવાળો, કોઈ ભગવાંધારી – આ બધા (સાધુ-સ્વાંગ ધારીઓ) મૂઢ છે. તેઓ માત્ર પેટ ભરવા ખાતર જુદા જુદા વેશ ધારણ કરે છે. ખરેખર તેઓ (સત્યને) જોતા હોવા છતાં જોતા નથી. અંગં ગલિતં પલિતં મુણ્ડંદશનવિહીન જાતં તુણ્ડં |વૃદ્ધો યાતિ ગૃહિત્વા દણ્ડંતદપિ ન મુઝ્હ્યત્યાશાપિન્ડમ || ભજ ગોવિન્દમ્ || 15 || અર્થ : જેનું શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યાં છે, મોઢું દાંત વિનાનું બોખું થયું છે તેવો વૃદ્ધ લાકડીને સહારે હરેફરે છે છતાં પોતાની આશાઓનો ભારો છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. અગ્ને વહિ પૃષ્ઠે ભાનુ:રાત્રૌ ચુબુક્સમર્પિતજાનુ: |કરતલભિક્ષસ્તરુતલવાસસ્તદ્પિ ન મુશ્ચત્યાપાશ : || ભજ ગોવિન્દમ્ || 16 || અર્થ : (રાત્રે) આગળ અગ્નિ છે, (દિવસે) પાછળ સૂર્ય છે, (મોડી રાત્રે) ટૂંટિયું વાળે છે; હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરે છે. વૃક્ષ હેઠળ વાસ છે (અને) છતાં પણ આશાઓનું બંધન છોડતો નથી. ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ…. કુરુતે ગંગાસાગરગમનંવ્રતપરિપાલનમથવા દાનમ્ |જ્ઞાનવિહીન: સર્વમતેનભજતિ ન મુક્તિ જન્મશતેન || ભજ ગોવિન્દમ્ || 17 || અર્થ : કોઈ (જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં) ગંગાસાગર નામના તીર્થની યાત્રાએ જાય, અથવા વ્રતો કરે કે દાન કરે પરંતુ જો તે જ્ઞાન વગરનો હોય, તેને પોતાને સત્યનો સાક્ષાત્કાર થયો ન હોય તો તેને સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો બધા આચાર્યોનો અભિપ્રાય છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ… સુરમન્દિરતરુમૂલનિવાસ:શય્યાભૂતલમજિનં વાસ: |સર્વં પરિગ્રહભોગત્યાગ:કસ્ય સુખં ન કરોતિ વિરાગ : || ભજ ગોવિન્દમ્ || 18 || અર્થ : મંદિરમાં કોઈ ઝાડ નીચે નિવાસ, ખુલ્લી જમીન ઉપર શયન, મૃગચર્મનું પરિધાન અને આ રીતે પરિગ્રહ અને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી ? ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ… યોગરતો વા ભોગરતો વાસંગરતો વા સંગવિહીન : |યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તંનન્દતિ નન્દતિ નન્દત્યેવ || ભજ ગોવિન્દમ્ || 19 || અર્થ : કોઈ માણસ યોગમાં રાચતો હોય કે તે ભોગમાં રાચતો હોય, કોઈ સંગમાં આનંદ માણતો હોય કે તે લોકોથી દૂર એકાંતમાં રાચતો હોય. જેનું ચિત્ત બ્રહ્મમાં રાચે છે તે આનંદ માણે છે….આનંદ માણે છે… ખરેખર તે જ આનંદ માણે છે… ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ… ભગવદગીતા કશ્ચિદઘીતાગંગાજલલવકણિકા પીતા |સકૃદપિ યેન મુરારિસમર્ચાક્રિયતે તમ્ય યમેન ન ચર્ચા || ભજ ગોવિન્દમ્ || 20 || અર્થ : જેણે ભગવદગીતાનો થોડો પણ અભ્યાસ કર્યો છે, જેણે ગંગાજળનું એક ટીપું પણ પીધું છે, જેણે મુરારિ ભગવાનની એક વાર પણ અર્ચા કરી છે તેને મૃત્યુના સ્વામી યમ સાથે ચર્ચા કરવાની રહેતી નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. પુનરપિ જનનં પુનરપિ મરણંપુનરપિ જનનીજઠરે શયનમ્ |ઈહ સંસારે બહુદુસ્તારેકૃપયાડપારે પાહિ મુરારે || ભજ ગોવિન્દમ્ || 21 || અર્થ : ફરી જન્મ, ફરી મરણ અને ફરી માના ઉદરમાં સૂવાનું – આ સંસારની પ્રક્રિયા પાર કરવાનું ઘણું મુશ્કેલ છે…. ઓ ! મુરારિ તારી અનંત કૃપા દર્શાવી મને બચાવ. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. રથ્યાચરર્પટવિરચિત્તકન્ય:પુણ્યાપુણ્યવિવર્જિતપન્થ: |યોગી યોગનિયોજિતચિત્તોરમતે બાલોન્મતવદેવ || ભજ ગોવિન્દમ્ || 22 || અર્થ : જેણે માત્ર ગોદડી પહેરેલી છે, જે પુણ્ય અને પાપથી પર એવા માર્ગે ચાલે છે, પૂર્ણ યોગનાં ધ્યેયોમાં જેનું મન જોડાયેલું છે તેવો યોગી આનંદ માણે છે (પરમાત્માની ચેતનામાં) અને ત્યાર પછી એક બાળક કે એક પાગલની માફક રહે છે. ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ…. કસત્વં કોડહં કુત આયાત:કા મે જનની કો મે તાત: |ઈતિ પરિભાવય સર્વમસારંવિશ્વં ત્યકત્વા સ્વપ્નવિચારમ્ || ભજ ગોવિન્દમ્ || 23 || અર્થ : તું કોણ છે ? હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો ? મારી મા કોણ ? મારો બાપ કોણ ? અનુભૂતિનું સમસ્ત જગત જે અસાર અને માત્ર સ્વપ્નપ્રદેશ જેવું છે તેને છોડી આ રીતે તપાસ કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુવ્યર્થ કુપ્યસિ મય્યસહિષ્ણુ: |ભવ સમચિત્ત: સર્વત્ર ત્વંવાઝ્છસ્યચિરાધદિ વિષ્ણુત્વમ્ || ભજ ગોવિન્દમ્ || 24 || અર્થ : તારામાં, મારામાં અને બીજાં (સર્વ) સ્થળોએ પણ માત્ર એક સર્વવ્યાપક સત્તા (વિષ્ણુ) છે, અધીર હોવાથી, તું મારી સાથે નકામો ગુસ્સે થાય છે. જો તું તુરંત વિષ્ણુત્વ ચાહતો હો તો બધા સંજોગોમાં સમતાવાળો થા. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌમા કુરુ યત્નં વિગ્રહસન્ધૌ |સર્વસ્મિન્નપિ પશ્યાત્માનંસર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્ || ભજ ગોવિન્દમ્ || 25 || અર્થ : તારા શત્રુ, મિત્ર, પુત્ર કે સંબંધી સાથે લડવા કે તેમની સાથે મૈત્રી બાંધવાના પ્રયાસમાં તારી શક્તિ વેડફીશ નહિ. આત્માને સર્વત્ર અનુભવવાનો પ્રયાસ કરતાં અજ્ઞાનજનિત ભેદબુદ્ધિનો ત્યાગ કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. કામં ક્રોધં લોભં મોહંત્યકત્વાડડત્માનં પશ્યતિ સોહમ |આત્માજ્ઞાનવિહીના મૂઢાસ્તે પચ્યન્તે નરકનિગૂઢા: || ભજ ગોવિન્દમ્ || 26 || અર્થ : ઈચ્છા, ક્રોધ, લોભ અને મોહને છોડીને સાધક આત્મામાં ‘તે હું છું.’ એમ જુએ છે. જેને આત્મજ્ઞાન થયું નથી તેઓ મૂઢ છે અને (પરિણામે) તેઓ નરકમાં બંદીવાન તરીકે ત્રાસ સહન કરે છે. ગેયં ગીતાનામસહસ્ત્રંધ્યેયં શ્રીપતિરૂપમજસ્ત્રમ્ |નેયં સજ્જનસંગે ચિત્તંદેયં દીનજનાય ચ વિત્તમ || ભજ ગોવિન્દમ્ || 27 || અર્થ : ભગવદગીતા અને સહસ્ત્રનામનો પાઠ કરવો, લક્ષ્મીપતિનું ધ્યાન કરવું; સજ્જ્નોના સંગમાં ચિત્તને દોરવું; અને ગરીબ લોકોને ધનનું દાન કરવું. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. સુખત: ક્રિયતે રામાભોગ:પશ્ચદ્ધન્ત શરીરે રોગ: |યદ્યપિ લોકે મરણં શરણંતદપિ ન મુશ્ચતિ પાપાચરણમ્ || ભજ ગોવિન્દમ્ || 28 || અર્થ : મનુષ્ય દૈહિક ઉપભોગોમાં સત્વર મગ્ન થાય છે, પછીથી અરેરે ! શરીરના રોગો આવે છે. જોકે જગતમાં આખરી અંત મરણ જ છે છતાં મનુષ્ય પોતાનું પાપાચરણ છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. અર્થમનર્થ ભાવય નિત્યંનાસ્તિ તત: સુખલેશ: સત્યમ્ |પુત્રાદપિ ધનભાજાં ભીતિ:સર્વત્રૈષા વિહિતા રીતિ: || ભજ ગોવિન્દમ્ || 29 || અર્થ : ‘પૈસો અનર્થકારી છે’ તેમ નિત્ય વિચાર કર. ખરી વાત એ છે કે પૈસાથી કોઈ સુખ મળવાનું નથી. પૈસાદારને પોતાના પુત્રથી પણ ભય રહે છે. પૈસાની આ રીત બધે જાણીતી છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ… પ્રાણાયામં પ્રત્યાહારંનિત્યાનિત્યવિવેકવિચારમ્ |જાપ્યસમેત સભાધિવિધાનંકુર્વવધાનં મહદવધાનમ્ || ભજ ગોવિન્દમ્ || 30 || અર્થ : પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેકરૂપી વિચાર, જપ અને સમાધિ – આ બધું કાળજીપૂર્વક કર…. ખૂબ કાળજીપૂર્વક કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ… ગુરુચરણામ્બુજનિર્ભરભક્ત:સંસારાદચિરાભ્વ મુક્ત: |સેન્દ્રિયમાનસનિયમાદેવંદ્રક્ષ્યસિ નિજહૃદયસ્થં દેવમ્ || ભજ ગોવિન્દમ્ || 31 || અર્થ : ઓ ! ગુરુના ચરણકમળના ભક્ત ! ઈન્દ્રિયો અને મનના સંયમ દ્વારા સંસારમાંથી તુરત મુક્ત થા. તું તારા હૃદયમાં જ વિરાજતા ઈશ્વરનો અનુભવ કરીશ. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…. - Dhansukh Jethava

હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા || દોહા || શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારિ | બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ || બુધ્ધિ હિન તનુ જાનિ કે સૂમિરૌ, પવન કુમાર | બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ, હરહુ કલેસ બિકાર || જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીશ તિહુ લોક ઉજાગર || રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવનસુત નામા || મહાબીર બિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી || કંચન બરન બિરાજ સુબેસા | કાનન કુંડલ કુંચિત કેસા || હાથ વજ્રા ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મુંજ જનેઉં સાજે || શંકર સુવન કેસરી નંદન | તેજ પ્રતાપ મહા જગ બંદન || વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર || પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા || સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા | બિકટ રુપ ધરી લંક જરાવા || ભીમરુપ ધરિ અસુર સંહારે | રામચંદ્ર કે કાજ સંવારે || લાય સજીવન લખન જિયાયે | શ્રી રઘુબિર હરષિ ઉર લાયે || રઘુપતિ કીન્હીં બહુત બડાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ || સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈ | અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ || સનકાદિક બ્રહ્માદિ મુનીસા | નારદ સારદ સહિત અહિસા || જમ કુબેર દિગપાલ જહાં તે | કબિ કોબિદ કહિ સકે કહાં તે || તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં | રામ મિલાય રાજપદ દીન્હાં || તુમ્હરો મંત્ર બિભીષન માના | લંકેશ્વર ભયે સબ જગ જાના || જુગ સહસ્ર જોજન પર ભાનુ | લીલ્યો તાહિ મધુર ફલ જાનુ || પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં | જલધિ લાંધી ગયે અચરજ નાહીં || દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે || રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે || સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહુ કો ડરના || આપન તેજ સમ્હારૌ આપે | તીનો લોક હાંક તે કાંપે || ભુત પિશાચ નિકટ નહિં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ || નાસે રોગ હરે સબ પીરા | જપત નિરંતર હનુમંત બિરા || સંકટ સે હનુમાન છુડાવૈ | મન કર્મ બચન ધ્યાન જો લાવૈ || સબ પર રામ તપસ્વી રાજા | તિન કે કાજ સકલ તુમ સાજા || ઔર મનોરથ જો કોઈ લાવે | સોઈ અમિત જીવન ફલ પાવે || ચારો જુગ પરતાપ તુમ્હારા | હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા || સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકંદન રામ દુલારે || અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા | અસ બર દીન જાનકી માતા || રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા || તુમ્હરે ભજન રામકો પાવે | જનમ જનમ કે દુઃખ બિસરાવૈ || અન્ત કાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરી ભકત કહાઈ || ઔર દેવતા ચિત ન ધરઈ | હનુમંત સેઈ સર્વ સુખ કરઈ || સંકટ કટે મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમંત બલવીરા || જય, જય, જય, હનુમાન ગોસાઈ | કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ || જો સતબાર પાઠ કર કોઈ | છુટહિ બન્દિ મહા સુખ હોઈ || જો યહ પઢૈ હનુમાન ચાલીસા | હોય સિધ્ધિ સાખી ગૌરીસા || તુલસીદાસ સદા હરિ ચેરા | કીજે નાથ હદય મહં ડેરા || પવન તનય સંકટ હરન મંગલ મૂરતિ રુપ | રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ || || સિયાવર રામચંદ્ર કી જય || || રમાપતિ રામચંદ્ર કી જય || || પવનસૂત હનુમાન કી જય || || ઉમાપતિ મહાદેવ કી જય || || બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય || || બોલો ભાઇ સબ સંતન કી જય || || ઇતિ || - Dhansukh Jethava

સુવાક્યો

સુવાક્યો :~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી. :~> મારુ જીવન એજ મારો સંદેશ છે. :~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ. :~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે. :~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય. :~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે. :~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે. :~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું. :~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે. :~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે. :~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે. :~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે. :~> બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે. :~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે. :~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે. :~> હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે. :~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું. :~> તમે ન બોલો તમારા કામને બોલવા દો. :~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે. :~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે. :~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે. :~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે. :~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે. :~> દરેક બાળક એક કલાકાર છે. :~> વિચાર કરતાં જ્ઞાન સારુ. :~> બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી, :~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે. :~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે. :~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે. :~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે. :~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ, :~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી. :~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે. :~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે. :~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે. :~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે. :~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે. :~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે. :~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના. :~> આજની મહેનત આવતી કાલનું પરીણામ. :~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે. :~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે. :~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે. :~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી. :~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો. :~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે. :~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે. :~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે. :~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે. :~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે. :~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે. :~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી. :~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે. :~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી. :~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે. :~> જીવન સંઘર્ષનું બીજું નામ છે. :~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ. :~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે. :~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી. :~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી. :~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે. :~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે. :~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે. :~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ. :~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી. :~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે. :~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે. :~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી. :~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે. :~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી. :~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે. :~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે. :~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે. :~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું. :~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે. :~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. :~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ. :~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. :~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે. :~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં. :~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ. :~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું. :~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ. :~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી. :~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે. :~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે. :~> આજના વિચારો આવતી કાલે બોલો. :~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે. :~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે. :~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે. :~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે. :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે. :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે. :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે. :~> બાળકો પ્રભુના પયગંબરો છે. :~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે. :~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે. :~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે. :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે. :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે. :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે. :~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે. :~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો. :~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે. :~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે. :~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ. :~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે. :~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે. :~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે. :~> સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે. :~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે. :~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ. :~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના. :~> આજની મહેનત આવતી કાલનું પરીણામ. :~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે. :~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે. :~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે. :~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી. :~> સફળતા મેળવવા ચિંતા નહી, ચિંતન કરો. :~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે. :~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે. :~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે. :~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે. :~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે. :~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે. :~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી. :~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે. :~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી. :~> ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે. :~> જીવન સંઘર્ષનું બીજું નામ છે. :~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ. :~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી. :~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી. :~> વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી. :~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે. :~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે. :~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે. :~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ. :~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે. :~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે. :~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી. :~> સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે. :~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી. :~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે. :~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે. :~> ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે. :~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું. :~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે. :~> સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. :~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ. :~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. :~> જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે. :~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી. - Dhansukh Jethava

આરતી વિશ્વંભરીમાની

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા; દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧|| ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની; ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૨|| આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો, ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૩|| મા કર્મ જન્મ કથની કરતાં વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું, કોને કહું કઠિન યુગ તણો બળાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૪|| હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો, દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૫|| ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું, હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું, શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૬|| રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી, આ જિંદગી થઇ મને અતિશે અકારી, દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૭|| ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો, શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૮|| પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૯|| શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે, વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૦|| શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું, રાત્રિદિને ભગવતી તુજને ભજું છું, સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૧|| અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી, સંસારના સકળ રોગ સમૂળ કાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૨|| - Dhansukh Jethava

શાકાહાર નુ મહત્વ

શાકાહારવાદ આધ્યાત્મિક જીવન માટે શાકાહાર એ ખૂબ જ મહત્વની બાબત બની રહે છે. અધ્યાત્મ અને શાકાહાર આમ જોઈએ તો સમાન અર્થ ધરાવતા શબ્દો છે. જો કે, પ્રત્યેક વ્યક્તિ એ શાકાહારી બનવું જ જોઇએ. માનવીયતંત્ર પર પ્રાણીજન્ય ખોરાકની ખરાબ અસરો ને ક્વોન્ટમ વાઈબ્રેશલ સાયન્સ પારખી શક્યું છે. વધુ પડતું ન ખાવું. જરૂરિયાત હોય એટલો જ આહાર લેવો. જેટલી ભૂખ હોય એટલું જ ખાવું. ભૂખ ન હોય તો ક્યારેય ન ખાવું – બ્રહ્મર્ષિ પત્રીજી. શાકાહાર અને આધ્યાત્મિકતા પરમકૃપાળુ પરમાત્મા એવા લોકો પર દયા કરે છે જેઓ બીજા તરફ દયા રાખે છે. આ પૃથ્વી પર રહેલા જીવો પ્રત્યે દયાભાવ રાખો, તો સ્વર્ગની પેલે પાર જે (પરમાત્મા) છે, એ તમારા પર દયા કરશે. - ગંબર મહમદ શાકાહાર થી વધુ સારૂ કોઈ ભોજન નથી જે મનુષ્યના શરીરને ફાયદાકારક હોય તેમજ સાથે સાથે આ ધરતી પર જીવનને બચાવી રાખવામાં સહાયક અને ઉન્નતિકારક હોય. - આલ્બર્ટ આઇન્સ્ટાઇન મનુષ્ય જયારે માંસ આરોગે છે ત્યારે તે પ્રાણીઓના ચેતનાગત ગુણોને પણ ખાય છે. અને એકવાર આવા ગુણો નો અંદર પ્રવેશે છે ત્યારે મનુષ્યમાં પણ ક્રોધ, આક્રમણ, પશુતા અને મૂઢતા જેવી પાશવી વૃત્તિઓમાં વધારો થતો જાય છે. વ્યક્તિ જો અંત:કરણ થી અહિંસક છે તો એ બહાર પણ કોઈને મારી શકતો નથી. - બાબા મુહાયુદ્દીન કોઈને હરાવવાથી કે કોઈ જીવને કષ્ટ આપવાથી કોઈ મહાન બની શકતું નથી. મહાન તો ત્યારે કહેવાય જયારે તે પોતાને હરાવે અને પ્રાણીઓને પીડા આપતી હિંસા રોકે છે. - ગૌતમ બુધ્ધ એક સમય એવો આવશે જયારે મારા જેવા મનુષ્યો જાનવરો ની પણ હત્યાને મનુષ્યવધ જેવું ધૃણિત કાર્ય ગણશે. - લિયોનાર્ડો દા વિન્ચી હું માનું છું કે આધ્યાત્મિક ઉન્નતિ માટે પાયાની વાતોમાંની આ એક છે; આપણા શારીરિક સુખો માટે, આપણી સાથે જીવતા પ્રાણીઓની હત્યા ન કરીએ. - મહાત્મા ગાંધી “અને ઈશ્વરે કહ્યું”, જુઓ મેં તમારા માટે આ ધરતી પણ એવા બીજ (seed) આપ્યા છે, જે તમને જડીબુટ્ટીઓ પણ આપશે અને દરેક વૃક્ષો માંથી જે ફળો તમને મળશે એમાંથી પણ તમને બીજ મળશે. એ (ફળ) તમારો ખોરાક બનશે.” - જીસસ માંસાહાર અને શાકાહાર વચ્ચેનો મુખ્ય ફર્ક એ કે તે સૂર્યપ્રકાશ થી કેટલાં ભરેલા છે. શાકભાજી અને ફળો સૂર્યપ્રકાશ થી એટલાં પરિપૂર્ણ હોય છે કે એમ કહી શકાય કે તે સૂર્યપ્રકાશનાં સઘન સ્વરૂપો જ છે. હાર્દિક સંવેદનાઓના વિકાસ માટે વિવેકપૂર્વક તેમજ શાંતિથી ભોજન લેવું અતિ આવશ્યક છે. આનો અર્થ એ થયો કે વધુ ને વધુ સઘન પ્રકાશ મેળવવો તેમજ આપણા જીવનમાં લાવવો. આ પ્રકાશમાં સુંદર ધ્વનીઓ અંત:નિર્હિત છે જે આપણા હ્ર્દયને બ્રહ્માંડનાં સ્પંદનો અને અજ્ઞાત પાસાંઓ સાથે જોડી આપે છે. પદાર્થનાં પ્રકાશમાન ગુણોને આકર્ષિત કરીને ખાસ કરીને આપણા વિચારો તેમજ ભાવનાઓને ઉજ્જવળ તેમજ આપણા અસ્તિત્વને દેદિપ્યમાન અને પ્રબુધ્ધ કરે છે. આ ફક્ત ઈએ દિવસ માટે જ નથી પરંતુ આ ધરતી પર તમે જ્યાં સુધી રહો છો ત્યાં સુધી તમારા અનુભવો માં આ દિપ્તીનો અહેસાસ કરી શકો છો. તમે શું ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો તેના પર તમારા ભવિષ્યનું નિર્માણ પણ થતું હોય છે. આપણું શરીર એક મંદિર જેવું છે. આ મંદિર માં એકાગ્રચિત્તે સભાનતા પૂર્વક કરવામાં આવેલું પ્રત્યેક કાર્ય, એક સુવ્યવસ્થિત પરિણામ આપે છે. પરમ આનંદદાયક બ્રહ્માંડનાં અનુભવો જે હંમેશા તમારા બંધારણનાં જૂના પૂરાણા માળખાના અણુઓ થી આચ્છાદિત રહે છે. તે અણુઓને વધુ ઉચ્ચ પરિસ્કૃત અણુઓમાં બદલીને રૂપાંતરણ જયારે થાય છે ત્યારે તમે ઉત્કૃષ્ઠતા નો અનુભવ કરો છો. તમારા ભોજનનાં ભૌતિક ગુણધર્મો તમારા મન ને ભાવનાઓ ને જ પ્રભાવિત કરે છે એવું નથી, ખરેખર તે તમારા મુખાકૃતિ, બાહ્ય શારીરિક દેખાવ તેમજ વ્યક્તિત્વને પણ બદલી નાખે છે. આપણી આજુબાજુની દરેક ચીજો ઉર્જાથી ભરેલી છે. આ શક્તિઓ જયારે આ પૃથ્વી પર રહેલા પ્રકાશના ઉચ્ચ સ્તરે પહોંચે છે ત્યારે વધુ પરિશુદ્ધ અને પ્રખર બની જાય છે. - Dhansukh Jethava

વિચારધારા

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે. છૂટે ના શ્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દવા અને દુઆમાં લોકો ખૂબ વિશ્વાસ રાખે છે. ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે. મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી. જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી. પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે. વિચારધારા ૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો. ૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં. ૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે? ૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો. ૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’ મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો. - Dhansukh Jethava

મોબાઈલની જાણકારી

¶मोबाइल से जुडी कई ऐसी बातें जिनके बारे में हमें जानकारी नहीं होती लेकिन मुसीबत के वक्त यह मददगार साबित होती है । इमरजेंसी नंबर --- दुनिया भर में मोबाइल का इमरजेंसी नंबर 112 है । अगर आप मोबाइल की कवरेज एरिया से बाहर हैं तो 112 नंबर द्वारा आप उस क्षेत्र के नेटवर्क को सर्च कर लें। ख़ास बात यह है कि यह नंबर तब भी काम करता है जब आपका की पैड लौक हो। जान अभी बाकी है--- मोबाइल जब बैटरी लो दिखाए और उस दौरान जरूरी कॉल करनी हो, ऐसे में आप *3370# डायल करें । आपका मोबाइल फिर से चालू हो जायेगा और आपका सेलफोन बैटरी में 50 प्रतिशत का इजाफा दिखायेगा। मोबाइल का यह रिजर्व दोबारा चार्ज हो जायेगा जब आप अगली बार मोबाइल को हमेशा की तरह चार्ज करेंगे। मोबाइल चोरी होने पर--- मोबाइल फोन चोरी होने की स्थिति में सबसे पहले जरूरत होती है, फोन को निष्क्रिय करने की ताकि चोर उसका दुरुपयोग न कर सके । अपने फोन के सीरियल नंबर को चेक करने के लिए *#06# दबाएँ । इसे दबाते ही आपकी स्क्रीन पर 15 डिजिट का कोड नंबर आयेगा। इसे नोट कर लें और किसी सुरक्षित स्थान पर रखें। जब आपका फोन खो जाए उस दौरान अपने सर्विस प्रोवाइडर को ये कोड देंगे तो वह आपके हैण्ड सेट को ब्लोक कर देगा। कार की चाभी खोने पर --- अगर आपकी कार की रिमोट की लेस इंट्री है। और गलती से आपकी चाभी कार में बंद रह गयी है। और दूसरी चाभी घर पर है। तो आपका मोबाइल काम आ सकता है। घर में किसी व्यक्ति के मोबाइल फोन पर कॉल करें। घर में बैठे व्यक्ति से कहें कि वह अपने मोबाइल को होल्ड रखकर कार की चाभी के पास ले जाएँ और चाभी के अनलॉक बटन को दबाये। साथ ही आप अपने मोबाइल फोन को कार के दरवाजे के पास रखें....। दरवाजा खुल जायेगा। है न विचित्र किन्तु सत्य......!!! अधिक से अधिक शेयर करें। एंड्राइड मोबाइल यूजर के काम के कोड 1. Phone Information, Usage and Battery – *#*#4636#*#* 2. IMEI Number – *#06# 3. Enter Service Menu On Newer Phones – *#0*# 4. Detailed Camera Information –*#*#34971539#*#* 5. Backup All Media Files –*#*#273282*255*663282*#*#* 6. Wireless LAN Test –*#*#232339#*#* 7. Enable Test Mode for Service –*#*#197328640#*#* 8. Test the Touchscreen –*#*#2664#*#* 9. Vibration Test –*#*#0842#*#* 10.FTA Software Version –*#*#1111#*#* 11. Complete Software and Hardware Info –*#12580*369# 12. Diagnostic Configuration –*#9090# 13. USB Logging Control –*#872564# 14. System Dump Mode –*#9900# 15. HSDPA/HSUPA Control Menu –*#301279# 16. View Phone Lock Status –*#7465625# 17. Reset the Data Partition to Factory State – *#*#7780#*#* बड़े काम के कोड है इसलिए शेयर करे और दुसरो को भी बताये ! Dhansukh Jethava

મફત પુસ્તકો/ગીતો ગુજરાતી પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો

મફત પુસ્તકો/ગીતો ગુજરાતી પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો (1) http://aksharnaad.com/downloads/ (2) http://www.anand-ashram.com/books-published/ (3) http://bhajanamrutwani.wordpress.com/e-books/ (4) http://books.dadabhagwan.in/ (5) http://www.dawateislami.net/book/library/gu#section:writer_0.0 (6) http://gadyasoor.wordpress.com/download/ (7) http://gadyasoor.wordpress.com/friends-e-books/ (8) http://www.atmadharma.com/jainbooks.html (9) http://gujaratinformation.net/showpage.aspx?contentid=34 (10) http://www.jainlibrary.org/gujarati.php (11) http://www.mavjibhai.com/ebooksection.htm (12) http://panchayat.gujarat.gov.in/panchayatvibhag/prakashno2.htm (13) http://pustakalay.com/sahitya.htm (14) http://www.readgujarati.com/download/ (15) http://rushichintan.com/krantikari_library/ (16) http://swargarohan.org/books.htm (17) http://vicharvalonu.com/Masik.aspx ગુજ

ભડલી વાકયો

ભારતના લોકસાહિત્યમાં ભડલીનાં વાક્ય બહુ જાણીતાં છે. લોકકવિ તથા જનતાના જ્યોતિષીતરીકે માત્ર ગુજરાતમાં જ નહિ, પણ રાજસ્થાન,ઉત્તર પ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ જાણીતું છે. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનો સંબંધ છે. ભડલી આ ખેડૂત જનતાનો માનીતો જોષી છે. તેની વરસાદની આગાહીઓ ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેથી કહેવતો ખેડૂતોને કંઠે ચઢી અમર બની છે. વાદળ, વીજળી, વાયુ, તાપ, મેઘગર્જના કે મેઘધનુષ વગેરે ચિન્હો જોઈને ચાર-છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો પડશે તેની આગાહી ભડલીવાક્યોમાં જોવા મળે છે. એ આગાહીમાં ખેડૂતો ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ભડલીવાક્યોને આધારે વર્ષમાં ક્યો પાક થશે કે નહિ થાય તેની વિચારણા ખેડૂતો અગાઉથી કરે છે. ભડલી કોણ હતા ? વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. ગુજરાતમાં મારવાડના જોશી ઉધડ(હુદડ)નું નામ ખૂબ લોકજીભે ચઢેલું છે. આ ઉધડ જોશીએ ગુર્જરેશ્વર સિદ્ધરાજને સિદ્ધપુર (શ્રીસ્થળ)માં તેણે બંધાવેલા રુદ્રમહાલય (રુદ્રમાળ)નું ખાતમુહૂર્ત કાઢી આપ્યું હતું તેવી દંતકથા પ્રચલિત છે. શેષનાગના માથા ઉપર ખીંટી વાગે તેવું મુહૂર્ત ઉધડ જોશીએ રાજાને આપેલું હતું. પણ બીજા ઈર્ષાળુ બ્રાહ્મણોની શીખવણીથી રાજાએ ખાતમુહૂર્તની ખીંટી શેષનાગના માથે વાગી છે કે નહિ તેની ખાતરી કરી આપવા ઉધડજોશીને આગ્રહ કર્યો. રાજાનો અતિ આગ્રહ જોઈ ઉધડ જોશીએ ખાતમુહૂર્તની ધરતીમાં ખોડેલી ખીંટી ખેંચવાનું રાજાને કહ્યું. ખીંટી ખેંચતા જ ધરતીમાંથી લોહીની ધારા ફૂટી. આ ચમત્કાર જોઈ રાજા તથા બીજા બ્રાહ્મણો ચકિત થઈ ગયા. નારાજ થયેલા ઉધડે રાજાને ખીંટી ફરી ધરતીમાં દાબી દેવાનું કહ્યું. રાજાએ તે પ્રમાણે ખીંટી પુન: દબાવી દીધી પણ શેષનાગ આગળ સરકી જવાથી તે ખીંટી શેષનાગના માથાને બદલે પૂંછડી પર બેઠી. આ રીતે રાજાની હઠથી જોશીએ આપેલું શ્રેષ્ઠ મુહૂર્ત હાથથી ગયું અને તેથી રુદ્રમાળનો વિધર્મીઓને હાથે નાશ થયો. આ ઉધડ (હુદડ) જોશીની એકની એક પુત્રીનું નામ ભડલી હતું એવી લોકમાન્યતા છે. ભડલી અને ઉધડ બેઉ ઘેટાં-બકરાં ચરાવતાં અને વનમાં રખડતાં. તે બેઉને આકાશના રંગ, વાદળ, વાયુ, મેઘધનુષ, વૃષ્ટિ, વીજળી વગેરે પ્રકૃતિની લીલાના ફેરફારોનું અવલોકન-અભ્યાસ કરવામાં ખૂબ રસ પડતો. એ અભ્યાસને પરિણામે પિતા-પુત્રીવર્ષાની આગાહીઓના દોહરા-ચોપાઈ રચી લલકારવા લાગ્યાં અને તે જનતામાં પ્રચાર પામ્યાં. ઉત્તરપ્રદેશની દંતકથા : ઉત્તર પ્રદેશની જનતામાં પ્રચલિત દંતકથા પ્રમાણે ભડલીના પિતા કાશીના પંડિત (જોશી) અને માતા આહીરાણી હતી. કાશીમાં રહેલા એક જોશીને એક વખતે એવું સરસ મુહૂર્ત જડી આવ્યું કે તે મુહૂર્તમાં ગર્ભાધાન થાય તો ત્રિકાલજ્ઞાની પુત્ર પેદા થાય. આથી જોશી આ મુહૂર્તનો લાભ ઉઠાવવા માટે કાશીથી પોતાને ગામ પોતાની પત્ની પાસે જવા નીકળ્યા. પણ એમનું ગામ દૂર હતું. મુહૂર્ત વીતી જતા પહેલાં પોતે ઘેર નહિ પહોંચી શકે એમ જોશીને લાગ્યું. તે નિરાશ થઈને સાંજ પડતાં એક ગામમાં થાક ખાવા માટે બેઠા. નજીકમાં એક આહિરનું ઘર હતું. તેની યુવાન કન્યાએ તેમની ખાવાપીવાની વ્યવસ્થા કરી. બ્રાહ્મણનું મન ખૂબ ઉદાસ જોઈ આહીરાણીએ તેનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે તેને પોતાના મનની મૂંઝવણ જણાવી. તે સાંભળી આહીરાણીએ પોતે જ તે મુહૂર્તનો લાભ ઉઠાવવા ઈચ્છા બતાવી. પરિણામે ગર્ભાધાન થયું અને આહીરાણીને યોગ્ય સમયે પુત્રનો પ્રસવ થયો. તે જ પુત્ર ભડલી નામે ઓળખાયો. ભડલીની મા કોઈ રાજાના રાણીવાસમાં નોકરી કરતી હતી. ત્યાં પાંચેક વર્ષનો થયો. તે બહુ બુદ્ધિશાળી અને ચકોર હતો. તે રાજાની રાણીને પુત્રનો જન્મ થતાં વિદ્વાન જ્યોતિષીઓને બોલાવી રાજાએ જન્માક્ષર મંડાવ્યા. ગ્રહબળ જોઈ જોશીઓને કહ્યું : ‘બાળક દુરાચારી થશે અને તેને લીધે તેનાં માતાપિતા ઉપર બહુ આફત આવશે.’ બહુ વિચારણા પછી રાજાએ બાળકનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે બાળકને નગર બહાર ફેંકી દેવડાવ્યો અને ત્યાં તે આપોઆપ મરી જશે એમ સૌએ માન્યું. પછી દાસીઓ સુવાવડવાળા ઓરડાની સફાઈ કરવા લાગી. તે વખતે ભીંત ઉપર કાંઈક લખેલું જણાયું. એક ભણેલી દાસીએ વાચ્યું. તેમાં આ પ્રમાણે લખ્યું હતું : ‘આ બાળક બહુ ભાગ્યશાળી થશે. સંસારમાં કોઈ જ તેનો વાળ વાંકો કરી શકશે નહિ.’ આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ જાતે આવી ભીંત ઉપરનું આ લખાણ વાંચ્યું. તેને બહુ નવાઈ લાગી. બહુ તપાસ કરતાં ખબર પડી કે, બાળક ભડલીએ આ લખ્યુ હતું. રાજાએ તેને બોલાવી પૂછતાં તેણે તે લખ્યાનું કબૂલ કર્યું. રાજાએ કહ્યું : ‘બાળક, તું નાદાન છે. તારી લખેલ વાત ખોટી છે. એ બાળક તો મરી ગયો.’ ભડલીએ કહ્યું : ‘ખોટી વાત છે. એ બાળકને બ્રહ્મા પણ મારી શકે તેમ નથી.’ રાજાએ કહ્યું : ‘એ બાળક મરી ગયો હોય તો તને મારે શી સજા કરવી ?’ ભડલીએ હિંમતથી કહ્યું : ‘આપને જે કઠોરમાં કઠોર સજા કરવી હોય તે કરજો.’ પછી બાળકની તપાસ કરવામાં આવી. રાજાના સેવકોએ જઈ જોયું તો બાળકને જે ખાડામાં ફેંક્યો હતો ત્યાં જ હાથપગ હલાવી રમતો હતો. એક નાગ તેની ચોતરફ કૂંડાળું વાળી ચોકી કરતો હતો. નાગ પોતાની ફણાથી તેને છાયા પણ કરી રહ્યો હતો. આ વાત જાણી રાજા જાતે ત્યાં દોડતો આવ્યો અને રાજાની પ્રાર્થનાથી પેલો નાગ ત્યાંથી જતો રહ્યો. રાજા તથા સેવકો બાળકને લઈને મહેલમાં આવ્યા. તે દિવસથી બાળ ભડલીનું રાજા ખૂબ સન્માન કરવા લાગ્યો. રાજા જ્યોતિષીઓને ખોટું ભવિષ્યકથન કરવા માટે શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે ભડલીએ કહ્યું : ‘જ્યોતિષીઓનો કાંઈ વાંક નથી. બાળકના જન્મનો જે સમય તેમને બતાવવામાં આવ્યો હતો તે ખોટો હતો, તેથી જ ખોટું ભવિષ્ય કહેવાયું હતું.’ આ રીતે ભડલીએ જ્યોતિષીઓને બચાવી લીધા. આ પ્રકારની જુદી જુદી દંતકથાઓ ઇતિહાસમાં મળે છે. Dhansukh Jethava

સુવિચારનુ સરોવર

સુવિચારોનું સરોવર GUJARATI SUVICHAR સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. –ડબલ્યુ એમ. ઈવાર્ટસ બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. –ચાણક્ય પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે. –સ્વામી વિવેકાનંદ બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે. –ડેલ કાર્નેગી સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો. –ખલીલ જિબ્રાન કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી. –જે. કૃષ્ણમૂર્તિ જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે. –દયાનંદ સરસ્વતી આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. –રવીન્દ્રનાથ ટાગોર જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. –ગુરુ નાનક માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. –ઉમાશંકર જોશી કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. –ડૉંગરે મહારાજ ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. –થોમસ પેઈન ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? –રવીન્દ્રનાથ ટાગોર હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. –શ્રીમદ્ રાજચંદ્ર આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. –ફાધર વાલેસ આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ? –શેખ સાદી મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ? –ગોનેજ આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. –સ્વેટ માર્ડન જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. –ગોલ્ડ સ્મિથ ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. –ગાંધીજી જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! –રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. –એડવિંગ ફોલિપ કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. –મોરારજી દેસાઈ હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. –ચાલટેન હેસ્ટન માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? –કવિ કાલિદાસ જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. –આરિફશા એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં. –શરત્ચંદ્ર સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે. –કવિ કલાપી એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. –અર્લ વિલ્સન જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ. –ખલિલ જિબ્રાન જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે. –જેરેમી ટેસર - ધનસુખ આહિર

કાવ્ય પંક્તિઓ

*કાવ્યપંક્તિઓ* ભલ્લા હુઆ જુ મારિઆ બહિણિ મહારા કન્તુ લજ્જેજ્જં તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરુ એન્તુ ભલું થયું કે મરાયા બહેની મારા કંથ લાજતી ફરત સખિઓમાં જો ભાગી ઘેર આવ્યા હોત -હેમચંદ્રાચાર્ય પુત્તેં જાયેં ક્વણું ગુણ અવગુણુ ક્વણુ મૂએણ જા બપ્પીકી ભૂંહડી ચંપી જઈ અવરેણ એવા પુત્રજન્મનો સાર શો શોક શો એના મૃત્યુથી પિતૃ ભૂમિ જેના જીવતાં અરિ પગ તળે ચંપાય જો -હેમચંદ્રાચાર્ય મરજો ને કાં મારજો પૂંઠ ન દેજો લગાર સહિયર મેણાં મારશે કહી કાયરની નાર પ્રાચીન કંથા તું કુંજર ચઢ્યો હેમ કટોરા હથ્થ માંગ્યા મુક્તાફળ મળે પણ ભીખને માથે ભઠ્ઠ પ્રાચીન જનની જણ તો ભક્તજન કાં દાતા કાં શૂર નહિ તો રહેજે વાંઝણી રખે ગુમાવે નૂર પ્રાચીન કોયલડી ને કાગ ઈ વાને વરતાય નહિ જીભલડીમાં જવાબ સાચું સોરઠીયો ભણે પ્રાચીન ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો કાં ન થયો મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે ગયા ચડાવણહાર જીવતા જાતર આવશે પ્રાચીન અડી કડી વાવ ને નવઘણ કૂવો જેણે ન જોયા તે જીવતો મૂઓ પ્રાચીન શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ પ્રાચીન કચ્છડો ખેંલે ખલકમેં જીમ્ મહાસાગરમેં મચ્છ જિત હિકડો કચ્છી વસે ઉત ડિયાંડીં કચ્છ પ્રાચીન અક્કલ ઉધારે ના મળે હેત હાટે ના વેચાય રૂપ ઉછીનું ના મળે પ્રીત પરાણે ના થાય પ્રાચીન જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય પ્રાચીન જોઈ વહોરિયે જાત મરતાં લગ મેલે નહિ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ પ્રાચીન સાચી પ્રીત શેવાળની જળ સૂકે સૂકાય રે માંયલો હંસલો સ્વાર્થી જળ સૂકે ઊડી જાય પ્રાચીન કડવા ભલે હો લીંબડા શીતળ તેની છાંય બોલકણા હોય બાંધવા તોય પોતાની બાંય -પ્રાચીન નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહ ન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ પ્રાચીન મહેમાનોને માન દિલ ભરીને દીધાં નહિ એ તો મેડી નહિ મસાણ સાચું સોરઠિયો ભણે પ્રાચીન માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર છતઅછત સમજે નહિ કહે લાવ લાવ ને લાવ પ્રાચીન દળ ફરે વાદળ ફરે ફરે નદીનાં પૂર પણ શૂરા બોલ્યા નવ ફરે પશ્વિમ ઊગે સૂર પ્રાચીન કુલદીપક થાવું કઠણ દેશદીપક દુર્લભ જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય પ્રાચીન રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર પ્રાચીન વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય પ્રાચીન વિદ્યા વપરાતી ભલી વહેતાં ભલા નવાણ અણછેડ્યાં મુરખ ભલા છેડ્યાં ભલા સુજાણ પ્રાચીન જે જાય જાવે તે કદી ન પાછો આવે જો પાછો આવે તો પોયરાનાં પોયરા ખાવે લોકોક્તિ વિપત પડે નવ વલખિએ વલખે વિપત નવ જાય વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય પ્રાચીન કેશર ક્યારા બાંધીને અંદર વાવો પ્યાજ સીંચો સ્નેહે ગુલાબજળ અંતે પાકે પ્યાજ પ્રાચીન શિખામણ તો તેને દઈએ જેને શિખામણ લાગે વાંદરાને શિખામણ દેતાં સુઘરીનું ઘર ભાંગે પંચતંત્ર કરમાં પહેરે કડાં આપે ન કોડી કોઈને એ માનવ નહિ પણ મડાં કામ ન આવે કોઈને પ્રાચીન દીઠે કરડે કુતરો પીઠે કરડે વાઘ વિશ્વાસે કરડે વાણિયો દબાયો કરડે નાગ પ્રાચીન નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંત કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત પ્રાચીન જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મૂઈ લોકોક્તિ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી લોકોક્તિ બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ આપદ્‌કાળે જાણીએ તલમાં કેટલું તેલ પ્રાચીન કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ બાળવાર્તા મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય લોકોક્તિ શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક સુખ દુઃખમાં સંગ રહે તે લાખોમાં એક લોકોક્તિ કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુઃખ ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ અજ્ઞાત હલકાં જન હલકાં રહે લીએ પલકમાં લાજ ઊતરાવે છે પાઘડી માંકડ ભરી સભામાં જ અજ્ઞાત અબે તબે કે સોલ હી આને અઠે કઠે કે આઠ ઈકડે તીકડે કે ચાર આને શું શા પૈસા ચાર પ્રાચીન આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર કોક લાખ દેતા ન મળે તો કોક ટકાના તેર પ્રાચીન વેળા કવેળા સમજે નહિ ને વગર વિચાર્યું બોલે લાલો કહે માલાને તે તો તણખલાની તોલે જ્યાં ત્યાં ધામો નાખી બેસે વગર બોલાવ્યો બોલે લાલો કહે માલાને તે તો તણખલાની તોલે બધી વાતે ડાહ્યો ગણાવા ખૂબ મોણ ઘાલી બોલે લાલો કહે માલાને તે તો તણખલાની તોલે મોટાં વાત કરતા હોય ત્યાં વચમાં જઈને બોલે લાલો કહે માલાને તે તો તણખલાની તોલે વગરે નોતરે જમવા જઈને સારું નરસું બોલે લાલો કહે માલાને તે તો તણખલાની તોલે કથા ચાલતી હોય ત્યાં જઈ પોતાનું ડહાપણ ડોળે લાલો કહે માલાને તે તો તણખલાની તોલે પડોશમાં જઈ ચીજો માગે ને રાંક જેવો થઈ બોલે લાલો કહે માલાને તે તો તણખલાની તોલે પ્રાચીન ઘેલી માથે બેડલું મરકટ કોટે હાર જુગારી પાસે નાણું ટકે કેટલી વાર પ્રાચીન નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય શત લાંઘણ જો સિંહ કરે તો ય તૃણ નવ ખાય પ્રાચીન હસતે મુખે રસ્તામાં વેર્યાં ફૂલ ગુલાબ કેરાં નસીબે નીચા નમી વીણીશું ક્યારે આજ આજ ભાઈ અત્યારે કોઈએ આપણું ભૂંડું કીધું આંગણે આવી દુઃખ દીધું માફ એને કરીશું ક્યારે આજ આજ ભાઈ અત્યારે ઉછીનું લઈ આબરુ રાખી વેળા આવ્યે વિપદ ભાંગી પાછું એ ધન દેવું ક્યારે આજ આજ ભાઈ અત્યારે સાચા સારા ઘણાં કરવા કામો પળોજણમાંથી વખત ન પામો તો પછી તે કામ કરવાં ક્યારે અરે આજ આજ ભાઈ અત્યારે -અજ્ઞાત નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું તે જ હું તે જ હું શબ્દ બોલે -નરસિંહ મહેતા ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં અંતે તો હેમનું હેમ હોયે -નરસિંહ મહેતા પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન -નરસિંહ મહેતા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જ્યમ શ્વાન તાણે -નરસિંહ મહેતા ભલું થયું ને ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ -નરસિંહ મહેતા એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે -નરસિંહ મહેતા ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી -મીરાંબાઈ સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ મા રે -મીરાંબાઈ ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરે ઉદાસ ખર ઘુવડ ને મુરખ જન સુખે સુએ નિજ વાસ -ગણપતરામ વાડ થઈ ચીભડાં ગળે સોંઘી વસ્તુ ક્યાંથી મળે ખળું ખાતું હોય જો અન્ન તો જીવે નહિ એકે જન -શામળ ભટ્ટ ઉજ્જડ ખેડાં ફરી વસે નિર્ધનિયાં ધની હોય ગયાં ન જોબન સાંપડે મુઆ ન જીવે કોય -શામળ ભટ્ટ ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર સંસ્કૃત બોલે તે શું થયું કાંઈ પ્રાકૃતથી નાસી ગયું -અખો લીલા વૃક્ષની ઓથે રહી જેમ પારધી પશુને ગ્રહે એમ હરિને ઓથે ધુતારા ઘણા ઉપાય કરે કનક કામિની તણા અખા આવા ગુરુ શું મૂકે પાર જ્યાં શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર -અખો ઓછું પાત્ર ને અદકું ભણ્યો વઢકણી વહુએ દીકરો જણ્યો મારકણો સાંઢ ચોમાસું માલ્યો કરડકણો કૂતરો હડકવા હાલ્યો મર્કટ ને વળી મદિરા પીએ અખા એથી સૌ કોઈ બીએ -અખો એ જ્ઞાન અમને ગમતું નથી રૂષિ રાયજી રે બાળક માંગે અન્ન લાગું પાયજી રે -પ્રેમાનંદ પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે માંહી પડ્યા તે મહાસુખ પામે દેખણહારા દાઝે -પ્રીતમદાસ શાંતિ પમાડે તેને તો સંત કહીએ રે તેના દાસના દાસ થઈને રહીએ રે -બાપુસાહેબ ગાયકવાડ તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો ખારા જળનો દરિયો ભરિયો મીઠા જળનો લોટો -પ્રેમશંકર ભટ્ટ નથી મૃત્તિકામાં પ્રભુ નથી પિત્તળમાં પેઠો કનકની મુર્તિ કરે નથી ઈશ્વર મહીં બેઠો નથી ઘોરોમાં પીર નથી જૈનોને દેરે અસલ જૂએ નહિ કોય સૌ નકલો હેરે -નરભેરામ નથી નિપજતો પ્રેમ વાડીમાં પાણી પાતાં નથી નિપજતો પ્રેમ તેલ ચોળ્યાથી તાતાં નથી મળતો કાંઈ પ્રેમ ગાંધી દોશીને હાટે નથી મળતો કાંઈ પ્રેમ ખોળતાં વાટે ઘાટે નથી મળતો પ્રેમ તપાસતાં ગુજરી ગામેગામની કહે નરભો પ્રેમ પૂરો મળે કૃપા હોય શ્રી રામની -નરભેરામ અરે ન કીધાં કેમ ફૂલ આંબે કર્યા વળી કંટક શા ગુલાબે સુલોચનાને શિર અંધ સ્વામી અરે વિધાતા તુજ કૃત્ય ખામી -દલપતરામ કોયલ નવ દે કોઈને હરે ન કોનું કાગ મીઠાં વચનથી સર્વનો લે કોયલ અનુરાગ -દલપતરામ દેખ બિચારી બકરીનો કોઈ ન જાતાં પકડે કાન એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન -દલપતરામ ઝાઝા નબળાં લોકથી કદી ન કરીએ વેર કીડી કાળા નાગનો પ્રાણ જ લે આ પેર -દલપતરામ અન્યનું તો એક વાંકું આપના અઢાર છે -દલપતરામ વા વાયો ને નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું ત્યાં મચ્યો શોર બકોર કોઈ કહે મેં દીઠો ચોર -દલપતરામ પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા -દલપતરામ કાણાને કાણો કહે તો કડવાં લાગે વેણ હળવે રહીને પૂછીએ શાથી ખોયાં નેણ -દલપતરામ સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે -નર્મદ સવૈયા અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં ટુંકું કર્મ ટુંકું જ રહેવાને સરજેલું આ ધરતીમાં -ગોવર્ધનરામ મા. ત્રિપાઠી મોટા નાનાં વધુ મોટામાં તો નાના પણ મોટા વ્યોમદીપ રવિ નભબિન્દુ તો ઘરદીવડાં નહિ ખોટા -ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સુખી હું તેથી કોને શું દુઃખી હું તેથી કોને શું જગતમાં કંઈ પડ્યા જીવો સુખી કંઈયે દુઃખી કંઈયે -ગોવર્ધનરામ મા. ત્રિપાઠી અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રન્થ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને કવ વિચરશું મહત પુરુષને પંથ જો -સદગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત -ખબરદાર સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ -બહેરામજી મલબારી અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો -બાલાશંકર ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે -બાલાશંકર છે માનવી જીવનની ઘટમાળ એવી દુખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી -નરસિંહરાવ પીપળ પાન ખરંતા હસતી કુંપળિયાં મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં -નરસિંહરાવ મારી આખી અવનિ પરની જિંદગીની વિશે મેં રાખી હોયે મુજ અરિ પરે દ્રષ્ટિ જે રીતની મેં એવી એ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી તોએ તારો અનૃણી થઈને પાડ માનીશ ભારી -પ્રભાશંકર પટ્ટણી સ્નેહી સાથે સુનમ્ર ધૂર્ત બકને જેનું ન માથું નમે ગંગાનુંય મલિન પાણી તજીએ એ રાજહંસો અમે -પ્રભાશંકર પટ્ટણી વિચારો એવા છે કે અવનિ તળનું રાજ્ય કરવું કૃતિઓ એવી છે કે રઝળી રખડી પેટ ભરવું -પ્રભાશંકર પટ્ટણી કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ -કલાપી સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે -કલાપી રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ નહિ તો ના બને આવું બોલી માતા ફરી રડી -કલાપી તુંને ન ચાહું ન બન્યું કદી એ તેને ન ચાહું ન બને કદી એ ક્યાં ચાહવું તે દિલ માત્ર જાણે તેમાં ન કાંઈ બનતું પરાણે -કલાપી હું જાઉં છું હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહિ સો સો દીવાલો બાંધતાં પણ ફાવશો કોઈ નહિ -કલાપી હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે -કલાપી હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી -કલાપી રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું -કલાપી જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી -કલાપી ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે -કલાપી વ્હાલી બાબાં સહન કરવું એ ય છે એક લ્હાણું માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું -કલાપી ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે -કલાપી તમારા રાજદ્વારોનાં ખૂની ભભકા નથી ગમતા મતલબની મુરવ્વત ત્યાં ખુશામતના ખજાના ત્યાં ગુલામો કાયદાના છો ભલા એ કાયદો કોનો ગુલામોને કહું હું શું અમારા રાહ ન્યારા છે મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા હમારો રાહ ન્યારો છે તમોને જે ન ફાવ્યો તે -કલાપી પડ્યાં જખમ સૌ સહ્યાં સહીશ હું હજુએ બહુ ગણ્યાં નવ કદી ગણું નવ કદી પડો છો હજુ અપાર પડશે અને જિગર હાય આળું થયું કઠીન ન બનો છતાં હ્રદય એ જ ઈચ્છું પ્રભુ -કલાપી જીવવું જીવ લઈને અહીં એવી દિસે રીતિ કોઈને દુઃખ દેવાથી તૃપ્તિ કેમ હશે થતી -કલાપી ભલાઈને બૂરાઈથી દબાવાનું લખ્યું જ્યારે ખુદાએ હાથમાં લીધી કલમ શયતાનની ત્યારે બૂરાઈનું સદા ખંજર ભલાઈ ઉપર દીઠું ન લેવાતું ન સહેવાતું ન પીવાતું કરી મીઠું -કલાપી હાસ્ય છે માત્ર ઘેલાઈ રોવું તે નબળાઈ છે વિશ્વની મિષ્ટતા કિન્તુ રે રે ત્યાં જ સમાઈ છે -કલાપી *હ્રદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે* *ન પરવા માનની તો યે બધાં સન્માન ઓછાં છે* *તરી જાવું બહુ સહેલું છે મુશ્કિલ ડુબવું જેમાં* *એ નિર્મળ રસસરિતાથી ગંગાસ્નાન ઓછાં છે* -પ્રભુલાલ દ્વિવેદી પધારો એમ કહેવાથી પધારે તે પધાર્યા ના નિમંત્રણ પ્રેમીને શેનાં અનાદર પ્રેમીને શાનો વિનયની પૂરણી માગે અધુરી તેટલી પ્રીતિ પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને -દા.ખુ. બોટાદકર શાર્દૂલ વિક્રીડિત ઉચ્ચાત્મા અસમાન ઉપર ખરે ના કોપ ક્યારે કરે ચેષ્ટા તુચ્છ તણી ઉદાર હ્રદયે શું સ્થાન પામી શકે -દા.ખુ. બોટાદકર મન્દાક્રાન્તા એકાંતે કે જનસમૂહમાં રાખવી એક રીતિ સ્વીકારેલો પથ ન ત્યજવો સંતની એ સુનીતિ -દા.ખુ. બોટાદકર શિખરિણી વસી ખૂણે ખાતા મનુજ નજરે પુષ્કળ પડે અને વે'ચી ખાતા પણ બહુ વિવેકી જન જડે પરંતુ કૈં રાખ્યા વગર નિજ સંચ્યું જગતને સમર્પી સંતોષે વસવું વિરલાથી પ્રિય બને -દા.ખુ. બોટાદકર કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે -મણિલાલ નભુભાઈ દ્વિવેદી ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં ન્હાય છે હાય એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે -કાન્ત વસંતવિજય ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય બેસીને કોણ જાણે કહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય ગાળી નાખે હલાવી રસિક હ્રદય વૃત્તિથી દાબ જાય -કાન્ત રસ તરસ્યા ઓ બાળ રસની રીત મ ભૂલશો પ્રભુએ બાંધી પાળ રસ સાગરની પુણ્યથી -નાનાલાલ હૃદયની આજ્ઞા એક અને ચરણના ચાલવાં બીજાં -નાનાલાલ લગ્ન પ્રાણવિકાસનું વ્રત છે સ્વર્ગપંથનું પગથિયું છે માનવબાલનો ધર્મ્ય માર્ગ છે પરણવું તે તો પ્રભુતામાં પગલાં માંડવાં -નાનાલાલ પાર્થને કહો, ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ -નાનાલાલ આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ -નાનાલાલ પીળા પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં પામે વૃદ્ધિ ક્ષય પછી શશી પ્રાણીનું એ ન ભાવિ નાવે એને ભરતી કદી જ્યાં એકદા ઓટ આવી -રમણભાઈ નીલકંઠ (ચામર) સામ દામ ભેદ દંડ જે ઉપાય છે લખ્યા ચાર તે નરોની બુદ્ધિશક્તિથી જ છે રચ્યા રાજનીતિ શાસ્ત્રકાર હોત જો સ્ત્રીઓ કદી અશ્રુપાત પાંચમો લખાત શાસ્ત્રમાં નકી -રમણભાઈ નીલકંઠ નહીં નમશે નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું -ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ઉપજાતિ દયા બયા છે સહુ દંભ ; મિથ્યા આચાર બુર્ઝવા જન માત્ર કલ્પિત -રામનારાયણ વિ. પાઠક ઉપજાતિ દયા હતી ના નહિ કોઈ શાસ્ત્ર હતી તંહિ કેવળ માણસાઈ -રામનારાયણ વિ. પાઠક અનુષ્ટુપ રૂઝવે જગના જખ્મો આદર્યાં પૂરાં કરે ચલાવે સૃષ્ટિનો તંતુ ધન્ય તે નવયૌવન -રામનારાયણ વિ. પાઠક ઘટમાં ઘોડાં થનગને આતમ વીંઝે પાંખ અણદીઠી ભોમકા પર યૌવન માંડે આંખ -ઝવેરચંદ મેઘાણી નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે આટલી કે માતની હાકલ પડી છે -ઝવેરચંદ મેઘાણી છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ -ઝવેરચંદ મેઘાણી તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતાભરી મુરદા મસાણથી જાગતાં તારા શબ્દમાં શી સુધાભરી -ઝવેરચંદ મેઘાણી શા કાજ આંસુ સારવા શાને ઊંડા નિશ્વાસ હસતે મુખે પ્રારબ્ધના કરતા જશું પરિહાસ -ઝવેરચંદ મેઘાણી ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે શૂરા જાગજો રે કાયર ભાગજો રે -ફૂલચંદભાઇ શાહ પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે -ઉમાશંકર જોશી નકશામાં જોયું તે જાણે જોયું ક્યાં? ન કશામાં ! -ઉમાશંકર જોશી મારી ન્યૂનતા ના નડી તને તારી પૂર્ણતા ગૈ અડી મને -ઉમાશંકર જોશી સ્વતંત્ર પ્રકૃત્તિ તમામ એક માનવી જ કાં ગુલામ -ઉમાશંકર જોશી ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકણી ના લાધશે -ઉમાશંકર જોશી ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માગવું -ઉમાશંકર જોશી સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે આપમેળે ! -ઉમાશંકર જોશી હું માનવી માનવ થાઉં તો પણ ઘણું -સુન્દરમ્ ન રૂપરમણી ન કોમળ કળાભરી કામિની નહીં સુરભિવંત રંગરસિયેણ તું પદ્મિની છટા નહિ ન શોખ ના થનગનાટ ના અબ્ધિની ગંભીર ભરતીહુલાસ તુજમાં નહીં ભામિની પણ તું મનુજ છે વિશેષ મુજ ઈશદીધી વહુ દીધું ગૃહ પથારી અર્ધ ઉર દેઈ કાં ન ચહું ? -સુન્દરમ્ હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની ને જે અસુન્દર રહી તેહ સર્વને મૂકું કરી સુન્દર ચાહી ચાહી ! -સુન્દરમ્ તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી -સુન્દરમ્ રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી ! -પૂજાલાલ મમત્વ નાના સરખા વંદને પણ આ મમત્વની મુઠ્ઠીઓ પૂરેપૂરી ખૂલ્યા વિના બન્ને હથેળીઓ થતી ભેગી કદી? -ગીતા પરીખ ક્ષિતિજ આ આભ જેવું આભ પણ ધરણી પરે નિજ પાય રાખે ટેકવી ત્યાં આપણે તે કલ્પનામાં માત્ર શેં ઊડી રહેવું પાલવે ? -ગીતા પરીખ *પ્રેમના શબ્દકોષે હું **મારા** એ શબ્દ શોધતી* *પામું પામું ત્યહાં તો શેં રેખા **ત** ત્વની ભાળતી* *મારા** આગળ અંકાઈ આપણા ભેદને છેદતી* *તમારા** માંહી મારા સૌ અસ્તિત્વને સમાવતી* -ગીતા પરીખ ફરતી પીંછી અંધકારની દીપ નહિ રંગાય -સ્નેહરશ્મિ રાત અંધારી તેજ તરાપે તરે નગરી નાની -સ્નેહરશ્મિ ઝાપટું વર્ષી શમ્યું વેરાયો ચંદ્ર ભીના ઘાસમાં -સ્નેહરશ્મિ બકરો મસ્ત ચરે ડુંગરે ઈદ એની ઢૂંકડી -સ્નેહરશ્મિ ખંખેરી ધૂળ પત્નીની પતિદેવ વાસીદુ વાળે સ્નેહરશ્મિ શમતા ગિરિદવ કારમા શમે સિન્ધુ ઘુઘવાટ અવસર ચૂકે તેમના શમે ન ઉર ઉચાટ -સ્નેહરશ્મિ એકલ પાંખ ઉડાય ના એકલ નહિ હસાય એકલ રવિ નભ સંચરે એની ભડકે બળે કાય -સ્નેહરશ્મિ જાગી ઊઠે ઉર ઉર મીઠી વેદના ઓ અતીત આજે મારે હ્રદયે રણકે તારું ઉન્મત ગીત -સ્નેહરશ્મિ હું એક જ શત્રુ હરિ મારો હું મુજ કારાગાર મુજને મુજ કરથી છોડાવો કરી મારો સંહાર -કરસનદાસ માણેક તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠા -કરસનદાસ માણેક ખૂનીને ખંજર ને તિમિર તસ્કરને સાંપડી જાય છે જેવો રાહી તેવો તેને રાહબર મળી જાય છે -કરસનદાસ માણેક બનાવટની છે બલિહારી ઉકરડા બાગ થઈને બેઠા ન જાતે જોઈ શકતા તે જગ ચિરાગ થઈને બેઠા -કરસનદાસ માણેક દશા અને દિશા દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રૂજનારાઓ કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ દશા તો છે સડક જેવી સડક ચાલી નથી શકતી સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી -વેણીભાઈ પુરોહિત રાજઘાટ પર આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન'તો -હસમુખ પાઠક કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા -મકરંદ દવે ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ -મકરંદ દવે ઝાઝા છે ગુરુજીઓ ઝાઝા છે વળી ચેલા એ દેશમાં છે માનવ મૃત્યુ વગર મરેલા ઝાઝા છે પક્ષકારો ઝાઝા છે દેશનેતા એ દેશમાં તો કાયમ છે વેંતિયા વિજેતા -મકરંદ દવે ભલે રક્ષજે નાથ સંહારકોથી પરંતુ વધુ તેથી ઉદ્ધારકોથી મને બીક છે કે અમે ડૂબવાના અમારા બની બેસતા તારકોથી -મકરંદ દવે માનપત્ર જુઓ અપાતું અહીં માનપત્ર આવો ન આવે ફરી પુણ્યપર્વ આ નોળિયો ડોક ઝુકાવી ઊભો ને સાપ આપે લળી હાર તોરો -સુરેશ જોશી ઘરને ત્યજી જનારને મળતી વિશ્વતણી વિશાળતા પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા -રાજેન્દ્ર શાહ આપણાં દુ:ખનું કેટલું જોર ભાઈ રે આપણાં દુ:ખનું કેટલું જોર નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર -રાજેન્દ્ર શાહ સહુને મુજ અંતરે ધરું સહુને અંતર હું ય વિસ્તરું -રાજેન્દ્ર શાહ લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું તું જીતે ને થાઉં ખુશી હું લેને ફરી ફરીને હારું -રાજેન્દ્ર શુક્લ ઉંબરાની કોરે બેસી બાળકની જેમ સમયના ટુકડાને ચગળતું મૌન -રાજેન્દ્ર શુક્લ હતી પ્રથમ હા પળેપળ હું તારી પ્રાણપ્રિયા બની ક્રમે ક્મે હું સદ્ય સુભગા ગૃહિણી પછી હવે શ્રવણ પર ખરે તવ મુખેથી ચંડી સદા ન જાણું કઈ રે ક્ષણે સુણી રહીશ ચામુંડિકા -હરિવલ્લભ ભાયાણી ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં -જગદીશ જોશી સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો અતિદૂર ન દે ઉષ્મા દહે અતિસમીપ આવે તો -મનસુખલાલ ઝવેરી ચડી ચડી પર્વતની કરાડો પૂજારી કો મંદિરે તાહરે જતો પૂજા કરી પાવન અંતરે થતો પૂજા તણો માર્ગ ન મેં સ્વીકાર્યો ધરું દીવો સાગરમાં પ્રકાશના કદી ઘમંડી નથી હું થયો પ્રભો સુવાસીને મંદિર લાવું સૌરભો નથી કર્યાં કર્મ કદી ગુમાનના -કૃષ્ણલાલ શ્રીધરાણી તાજનું શિલ્પ કાવ્ય નીરખીને હર્ષનાં આંસુ કૈંક લૂછે છે દાદ આપે છે શાહજહાંને સૌ એના શિલ્પીને કોણ પૂછે છે -રતિલાલ અનિલ નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો રતિલાલ અનિલ ભક્તિ કેરી કાકલૂદી સ્વાર્થ કેરા જાપ બંધ શંખનાદો ઝાલરો ને બાંગના આલાપ બંધ મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ -ઉમ્મર ખૈયામ અનુવાદઃ શૂન્ય પાલનપુરી ત્રાસી ગયો છું એટલો એક જ અનુભવે બીજો ખુદા નિભાવી શકું એ જીગર નથી -શૂન્ય પાલનપુરી કાબા ને સોમનાથના પાષાણ ભિન્ન છે સમજી શકો તો એથી વધુ ફેર કૈં નથી -શૂન્ય પાલનપુરી મનની મર્યાદા તજી એનું જ આ પરિણામ છે એમ લાગે છે કે સચરાચર હવે મુજ ધામ છે કોઈ કાબા હો કે મંદિર ભેદ છે સ્થાપત્યનો પૂજ્ય થઈ જાયે છે પથ્થર આસ્થાનું કામ છે -શૂન્ય પાલનપુરી યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી શૂન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું -શૂન્ય પાલનપુરી ઝાંઝવા જળ સીંચશે એ આશ પર રણમાં તૃષ્ણાએ કરી છે વાવણી -શૂન્ય પાલનપુરી જેનાં કદમ અસ્થિર હો એને રસ્તો કદી નથી જડતો અડગ મનના પ્રવાસીને હિમાલય પણ નથી નડતો સદા સંસારીઓ પર શ્રાપ છે સંતાપ સહેવાનો ધરાથી દૂર ઉડનારાને પડછાયો નથી નડતો -શૂન્ય પાલનપુરી નથી માનવકીકીથી વધુ સૃષ્ટિની મર્યાદા પછી કેવા ભરમમાં ઈશ્વરે લીલા વધારી છે વિઘાતક છે જે ફૂલોનાં એ પથ્થરના પૂજારી છે પ્રભુ તુજ નામની પણ કેટલી ખોટી ખુમારી છે -શૂન્ય પાલનપુરી કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે અમોને સંકૂચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે નથી એ ધર્મના ટીલાં કલંકો છે મનુષ્યોનાં વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે -શૂન્ય પાલનપુરી સમંદરને ક્યાંથી ગમે ભલા બુદબુદની પામરતા અમોને પણ અમારા દેહની ઓખાત ખટકે છે દઈ વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો ઈશ્વર અમોને દમ વિનાની શૂન્ય એ સોગાત ખટકે છે -શૂન્ય પાલનપુરી તું આવ કે ન આવ જશે તું જ ખોટમાં પૂજા તો થઈ શકે છે ગમે તે પ્રતિકથી -શૂન્ય પાલનપુરી હસે જે મારી મુક્તિ પર એ કેવળ ભીંત ભૂલે છે નથી ડરતો જરા પણ હું જીવનની દુર્દશાઓથી જો પ્રકટાવી શકું છું દીપ તોફાની હવાઓમાં બચાવી પણ શકું છું એને તોફાની હવાઓથી -શૂન્ય પાલનપુરી એક શાયર છું જીવન કર્મોથી ના અજ્ઞાન છું વેદનો પણ છું ઉપાસક કારીએ કુઅરાન છું કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો હું ન હિન્દુ છું ન મુસ્લિમ છું ફક્ત ઈન્સાન છું -આસિમ રાંદેરી હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ સહેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ -કુતુબ આઝાદ મને આ જોઈને હસવું હજારો વાર આવે છે પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે -હરજી લવજી દામાણી શયદા તમો શોધો તમોને એ જ રીતે હું ખોવાયા પછી મને જડ્યો છું -હરજી લવજી દામાણી શયદા બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી -બરકત વિરાણી બેફામ રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી -બરકત વિરાણી બેફામ આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને -બરકત વિરાણી બેફામ કદર શું માંગુ જીવનની એ જગત પાસે કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે -બરકત વિરાણી બેફામ ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધાં બેફામ નથી જન્નતમાં જવું મારે દુનિયાની હવા લઈને -બરકત વિરાણી બેફામ છે અહીં બેફામ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે -બરકત વિરાણી બેફામ બેફામ મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું -બરકત વિરાણી બેફામ મર્યા પછી તો કબર આપશે બધા બેફામ મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો -બરકત વિરાણી બેફામ બેફામ બંધ આંખે તું કેમ જોઈ શકશે બેઠાં છે મારનારાં પણ તારા ખરખરામાં -બરકત વિરાણી બેફામ જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ કબર પર ફુલ મૂકીને ન કરજો મશ્કરી મારી -બરકત વિરાણી બેફામ ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો મને જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને -બરકત વિરાણી બેફામ ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે સારા હોય છે એની દશા સારી નથી હોતી -બરકત વિરાણી બેફામ દુઃખ ને સુખ અંતમાં તાસીરમાં સરખાં નીકળ્યા સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં -બરકત વિરાણી બેફામ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું બેફામ પીડા મારાં દુઃખોની કોઈ બીજામાં નથી હોતી -બરકત વિરાણી બેફામ એક મારો અંશ મારાથી જે પર બની ગયો પાપી જગતની દ્રષ્ટિએ ઈશ્વર બની ગયો -બરકત વિરાણી બેફામ આ એક ગુનાહ ખુદાએ સ્વીકારવો પડશે કે જાન લેવા મને એણે મારવો પડશે -બરકત વિરાણી બેફામ મૂર્તિની સન્મુખ જઈને કેમ પ્રાર્‌થે છે બધાં પીઠ પાછળ શું પ્રભુની પણ નજર રહેતી નથી -બરકત વિરાણી બેફામ છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયો બેફામ હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી -બરકત વિરાણી બેફામ ઉડે એને ય પાડે છે શિકારી લોક પથ્થરથી ધરા તો શું અહીં ખાલી નથી આકાશ ઠોકરથી -બરકત વિરાણી બેફામ હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય એકાંતમાં તો જાતને સામે મળી જવાય સામે મળી જવાય તો બીજું તો કંઈ નહિ પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય -આદિલ મન્સૂરી વેન્ટીલેટર પ્રાર્થના મગજનું છો થતું મૃત્યુ ભલે ન વિચાર કો ઝબકે ઈચ્છું જીવું ત્યાં લગણ ઉરે પ્રેમ થડકો અવિરત ધબકે -અજ્ઞાત મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ -ઓજસ પાલનપુરી કહું છું ક્યાં કે પયગમ્બર બની જા વધારે ચાંદથી સુંદર બની જા જગે પૂજાવું જો હોય તારે મટી જા માનવી પથ્થર બની જા -જલન માતરી દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહિ આવે હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહિ આવે હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો જગતના ઝેર પીવાને હવે શંકર નહિ આવે -જલન માતરી શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી -જલન માતરી હું જો અનુકરણ ન કરું તો કરું શું અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે -જલન માતરી ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે ? -જલન માતરી જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો કોઈના ઇકરાર અને ઇન્કાર પર હસતો રહ્યો જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો ઓ મુસીબત એટલી ઝિંદાદીલીને દાદ દે તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો -જમિયત પંડ્યા એક ગાડું ક્યારનું પૈડાં વગર બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર આંખ ઊંચી જ્યાં કરું તો બ્રહ્મા હતા સાવ થાકેલા હતા સરજ્યા વગર -જયંત ઓઝા ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી કોણે કહ્યું અમીન ન માગ્યા વગર મળે -અમીન આઝાદ હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી -જવાહર બક્ષી શબ્દો છે બેશુમાર ગઝલ એક પણ નથી વરસ્યોતો ધોધમાર ફસલ એક કણ નથી લાશોને ચાલતી લહું શહેરો મધી કદી કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી -અબ્દુલકરીમ શેખ જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે -મરીઝ બસ એટલી સમજ મને પરવરદિગાર દે સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે -મરીઝ પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે હર ચીજમાં એ લાભની તક શોધે છે આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ આંસુમાં ગરીબોના નમક શોધે છે -મરીઝ બે જણા દિલથી મળે તો એક મજલીસ છે મરીઝ દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી -મરીઝ જીવવા જેવા હતા એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી -મરીઝ સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતાંતાં હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે -મરીઝ ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું -ગની દહીવાળા ચાહું ત્યારે ઘૂંટ ભરું ને ચાહું ત્યારે ત્યાગ કરું મારું તો એવું છે મારા ફાવે તેવા ભાગ કરું સારા નરસા દિવસો એ તો ઈચ્છાના ઓછાયા છે મારા આ દુર્ભાગ્યને સાજન ઈચ્છું તો સોહાગ કરું -અમૃત ઘાયલ જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું -અમૃત ઘાયલ કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે કારણ નહીં જ આપું કારણ મને ગમે છે -અમૃત ઘાયલ અમૃતથી હોઠ સૌના એંઠાં કરી શકું છું મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું આ મારી શાયરીયે સંજીવની છે ઘાયલ શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું -અમૃત ઘાયલ કેમ ભૂલી ગયા? દટાયો છું આ ઈમારતનો હુંય પાયો છું વિસ્તર્યા વિણ બધે છાયો છું હું અજબ રીતથી ઘવાયો છું એ જ પ્રશ્ન છે કોણ કોનું છે હું ય મારો નથી પરાયો છું સાચું પૂછો તો સત્યના પંથે ખોટી વાતોથી દોરવાયો છું -અમૃત ઘાયલ ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે -અમૃત ઘાયલ વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં સદા જીતું છું એવું કૈં નથી હારું છું પણ બહુધા નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં -અમૃત ઘાયલ જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી જિંદગી ને મોતમાં છે માત્ર ધરતીનું શરણ કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી અજ્ઞાત જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં -સૈફ પાલનપુરી કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગોના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે -સૈફ પાલનપુરી જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ગની હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે -ગની દહીંવાલા કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો એ જ ઇચ્છા છે હવે એ પણ ન હો કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો -ચિનુ મોદી જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે -ચિનુ મોદી પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી ઈર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી -ચિનુ મોદી તારું કશું ન હોય તો છોડીને આવ તું તારું જ બધું હોય તો છોડી બતાવ તું સાકરની જેમ ઓગળી જઈશ હું પણ છલકાતો કટોરો ભલેને મોકલાવ તું -રાજેન્દ્ર વ્યાસ મિસ્કીન કાશ એવું ય કોઈ નગર નીકળે જ્યાં દીવાલો વગરનાં જ ઘર નીકળે - રાહી ઓધારિયા આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ છો રહે ફોરમ વિહોણા જિંદગીના વસ્ત્ર સૌ ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ -મનહરલાલ ચોક્સી જીવન ઉપાસનાની સદા ધૂન છે મને હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું મારી વિચાર જ્યોત મને માર્ગ આપશે છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું -મનહરલાલ ચોકસી લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય 'ઓ હો,દર્શન થઈ ગયા',બોલે જાદવરાય -ઉદયન ઠક્કર Dhansukh Jethava