બુધવાર, 3 સપ્ટેમ્બર, 2014

ભૂવાને ભૂતના

ભૂવાને ભૂતના તુત આ ભારતમાં,
બલી ચડાવે ને બોટલો પીવડાવે કા ?
દવા દારૂ કરે નહિ અંધ શ્રદ્ધામાં મને કા ?
ડાક વગાડેને ભુવા ધુણાવે તુત આ ભારતમાં,
માતાને ખોટા આળ ચડાવે આ ભારતમાં,

પથ્થરને પૂજે જીવતાને કોઈ જાણે નહિ કા ?
ધૂપ દીપમાં ઘી બાળે ગરીબને તેલનું ટીપું આપે નહિ કા ?
જીવતી મા ને મને નહિ પારકે પૂજવા જાય કા ?
ભોળા કા બનો સત્યને કેમ સમજતા નથી,
અસત્ય પાછળ આંધળા બનો કા ?
અભણને “dhansukh”ની એટલી વિંનતી,
તમારા બાલુડાને ભણાવો’તો ભુવા ભાગી જશે,
સત્ય દીપી જશે ભુવા ભારાડીનો યુગ આથમી જશે,

Dhansukh Jethava



હતો હું  સૂતો  પારણે પુત્ર નાનો
રડું  છેક તો રાખતું  કોણ છાનો
મને દુખી દેખી  દુખી કોણ થાતું
મહા હેતવાળી  દયાળી જ મા તું

સૂકામાં  સુવાડે  ભીને પોઢી પોતે
પીડા પામું  પંડે તજે સ્વાદ તો તે
મને  સુખ  માટે  કટુ  કોણ ખાતું
મહા હેતવાળી  દયાળી જ મા તું

લઈ છાતી સાથે  બચી કોણ લેતું
તજી  તાજું ખાજું  મને કોણ દેતું
મને કોણ  મીઠા  મુખે ગીત ગાતું
મહા હેતવાળી  દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે  પાંપણે   પ્રેમનાં  પૂર  પાણી
પછી  કોણ પોતા તણું  દૂધ પાતું
મહા હેતવાળી  દયાળી જ મા તું
- Dhansukh Jethava


અમે મૈયારા રે…ગોકુળ ગામનાં

અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ  મહિ  વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા
મૈયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી  ભાન  સાન  ઉંઘતી  જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારા રે… ગોકુળ ગામનાં

માવડી  જશોદાજી  કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કેહવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર  નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં
- Dhansukh Jethava

આઝાદીની લડત




આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ-પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો
રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ.પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે.
દિલ્લી-હરિયાણા અને ઉ.પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે
ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત
મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય
તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ જેવી પ્રવૃત્તિ
કરતા નહિ. તેથી કાયદાને માનનારા અંગ્રેજો બહુ બહુ તો તેમને જેલમાં પૂરી દેતા,
કાયદેસર કેસ ચાલતો અને સજા થતી. કેટલીક વાર તો સજા માફ પણ થતી. ખરાં બલિદાનો
તો ક્રાન્તિકારી યોદ્ધાઓએ આપ્યાં હતાં. કારણ કે તે અહિંસાવાદી ન હતા. તેમ છતાં
પણ જે લોકો અંગ્રેજી સત્તાનો વિરોધ કરવા સભા-સરઘસ કાઢતા અને પોલીસની ગોળીએ
વીંધાઈ જતા તેમાંથી થોડાક નમૂના સંક્ષિપ્તમાં અહીં આપ્યા છે. આ બધા ગુજરાતી
શહીદો છે. વંદનીય છે. તેમણે રાષ્ટ્રની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા
હતા. આવો તેમને યાદ કરીએ.

[1] શંકરભાઈ ધોબી

ગુજરાતના ખેડા નગરના ડાહ્યાભાઈ ધોબીનો પુત્ર હતો. 14 વર્ષની ઉંમરમાં
હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં તે 1942ના આઝાદીના આંદોલનમાં કૂદી પડ્યો હતો. અંગ્રેજ
સરકાર વિરોધી સરઘસમાં રાષ્ટ્રીય ઝંડો તેણે લીધો હતો. તે સૌની આગળ આગળ વંદે
માતરમનો નારો લગાવતો ચાલતો હતો. પોલીસે ગોળીબાર કર્યો અને શંકર ઢળી પડ્યો.
તેણે માતૃભૂમિ ઉપર પ્રાણ ન્યોછાવર કરી દીધા. ખબર નહિ ખેડાવાળા ભાઈઓને શંકર યાદ
છે કે નહિ ?

[2] રસિકલાલ જાની

અમદાવાદમાં 1926માં જન્મેલો રસિકલાલ જાની હાઈસ્કૂલનું અધ્યયન પૂરું કરીને
કૉલેજમાં દાખલ થયો. તે બહુ પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. આ તરવરિયો યુવાન સૌને
ગમતો હતો. 1942માં જ્યારે રાષ્ટ્રિય આંદોલન છેડાઈ ગયું ત્યારે તેણે પોતાના
વિદ્યાર્થીઓનું એક મોટું સરઘસ અંગ્રેજી સરકારના વિરોધમાં કાઢ્યું. સરઘસ વધતું
જ ગયું. ‘વન્દેમાતરમ’ના નારા ગુંજવતું જતું હતું ત્યાં પોલીસ સાથે રકઝક થઈ ગઈ.
પોલીસે ગોળી ચલાવી દીધી અને સૌથી પહેલાં રસિકલાલ જાની શહીદ થઈ ગયો. તેના
પિતાનું નામ ઠાકોરલાલ હતું.

[3] ભવાનભાઈ પટેલ

ભવાનભાઈ ઉર્ફે છોટાભાઈના પિતાનું નામ હાથીભાઈ હતું. તેઓ નડિયાદના વતની હતા.
15-8-1942ના રોજ અંગ્રેજી સત્તા વિરોધી જે આંદોલન ચાલ્યું તેમાં ભવાનભાઈએ ભાગ
લીધો. સરઘસ ધસમસતું નારા લગાવતું જઈ રહ્યું હતું. પોલીસે તેને અટકાવવાનો
પ્રયત્ન કર્યો, પણ ન અટક્યું. અંતે ગોળીબાર થયો. પોલીસની ગોળીથી ભવાનભાઈ શહીદ
થઈ ગયા.

[4] બચુભાઈ નાયક

બચુભાઈ નાયક અનાવિલ બ્રાહ્મણ હતા. ‘ભારત છોડો’ આંદોલનમાં તેમણે પૂરેપૂરો ભાગ
લીધો. તેઓને પકડીને જેલમાં પૂરી દેવાયા. જેલના અત્યાચારોથી અને ગંભીર બીમારીથી
તા. 23-1-1942ના રોજ જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.

[5] રમણલાલ મોદી

રમણલાલ મોદીએ સુરતના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો. તેમણે ઘણી તોડફોડ પણ
કરી. તેમને ગિરફતાર કરી લેવામાં આવ્યા. જેલમાં જ તેઓ શહીદ થઈ ગયા.

[6] ધીરજલાલ મણિશંકર

ધીરજલાલ ખેડાના બ્રાહ્મણ હતા. ‘ભારત છોડો’ આંદોલનમાં તેમણે ખૂબ સક્રિય ભાગ
લીધો હતો. સરઘસમાં જ્યારે તેઓ રાષ્ટ્રિય ધ્વજ લહેરાવવા માટે જઈ રહ્યા હતા
ત્યારે પોલીસની ગોળીથી શહીદ થઈ ગયા. ખબર નહિ ખેડાવાળાને ખબર છે કે નહિ ?

[7] નરહરિભાઈ રાવલ

નરહરિભાઈનો જન્મ 1914માં અમદાવાદમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 30-10-1942ના
રોજ ‘ભારત છોડો’ આંદોલનમાં આ યુવાન કૂદી પડ્યો હતો, પોલીસે તેમને ગિરફતાર
કરીને જેલમાં બંધ કરી દીધા. અત્યાચારથી જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. તેમના
પાર્થિવ શરીરને લેવા માટે અમદાવાદના લોકો જેલના દરવાજે ઊમટી પડ્યા હતા.
હજારોની સંખ્યામાં ‘વન્દેમાતરમ’ના નારા સાથે તેમની સ્મશાનયાત્રા અમદાવાદની
સડકો ઉપર ફરેલી. તેમના પિતાશ્રીનું નામ માણેકલાલ રાવલ હતું. શહીદને વંદન.

[8] કુમારી જયવતી સંઘવી

કુ. જયવતી સંઘવીનો જન્મ 1924માં અમદાવાદમાં વણિક પરિવારમાં થયો હતો. ત્યારે
દેશ રાષ્ટ્રની આઝાદીના ગરમાવામાં ગરમ થઈ ગયો હતો. તા. 5-4-1943ના રોજ ‘ભારત
છોડો’ આંદોલનમાં જયવતીએ મહત્વનો ભાગ લીધો હતો. સૌથી આગળ ચાલનારી 19 વર્ષની આ
યુવતીએ પોલીસનો ગેસનો શેલ પોતાની છાતી ઉપર ઝીલી લીધો અને તે સરઘસમાં જ શહીદ થઈ
ગઈ. ધન્ય છે જયવતીને.

[9] ગુણવંત શાહ

ગુણવંત શાહનો જન્મ અમદાવાદમાં સન 1924માં વણિક પરિવારમાં થયો હતો. બ્રિટિશ
શાસનની વિરુદ્ધમાં જે એક ભારે સરઘસ તા. 9-12-1942ના રોજ નીકળ્યું હતું તે આખા
શહેરમાં ફરીને કલેકટરની ઑફિસે જવાનું હતું. રસ્તામાં પોલીસના રોકવા છતાં સરઘસ
ન અટક્યું, પોલીસે ગોળી ચલાવી અને ગુણવંત માણેકલાલ શાહ શહીદ થઈ ગયા.

[10] ગોરધનદાસ રામી, પુષ્પવદન મહેતા, વસંતલાલ રાવલ

ગોરધનદાસ છગનલાલ રામીનો જન્મ અમદાવાદ પાસેના બાવળા ગામમાં થયો હતો. તે પણ
બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં ચાલતા સરઘસમાં જોડાયા હતા. અને પોલીસના ગોળીબારમાં
શહીદ થયા હતા. આવી જ રીતે પુષ્પવદન ટીકારામ મહેતા પણ આ જ સરઘસમાં પોલીસના
ગોળીબારથી શહીદ થઈ ગયા હતા. અને વસંતલાલ મોહનલાલ રાવલ પણ આ જ સરઘસમાં પોલીસની
ગોળીથી શહીદ થઈ ગયા હતા. તે કૉલેજના વિદ્યાર્થી હતા અને તેમના પિતાનું નામ
મોહનલાલ હતું. અમદાવાદના વતની હતા.

[11] છિબાભાઈ પટેલ

છિબાભાઈ સુરત જિલ્લાના પિંજારત ગામના વતની હતા. બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં
ચાલતા આંદોલનમાં તે જેલમાં ગયા અને જેલમાં ઘણા અત્યાચારો થવાથી જેલમાં જ શહીદ
થઈ ગયા.

[12] છોટાભાઈ

ડાકોરના વતની છોટાભાઈ એક સરઘસનું નેતૃત્વ કરતા હતા. સરઘસ ક્રુદ્ધ થઈ ગયું. તે
પોલીસ ઉપર તૂટી પડ્યું. પોલીસનાં હથિયાર છીનવી લીધાં. અને પોલીસને માર મારવા
લાગ્યું. અફરાતફરી થઈ ગઈ. છોટાભાઈ વચ્ચે પડ્યા. જેમતેમ કરીને લોકોને સમજાવ્યા.
પોલીસનાં હથિયારો પાછાં આપ્યાં. જેથી શાંતિ થઈ. એવામાં તો પોલીસની નવી કુમક
પહોંચી ગઈ. પોલીસે સર્વપ્રથમ છોટાભાઈ ઉપર જ ગોળી છોડી અને છોટાભાઈ શહીદ થઈ ગયા.

[13] નાનાલાલ શાહ

અમદાવાદ જિલ્લાના રામપુરનો આ નાનો વિદ્યાર્થી ધસમસતા સરઘસની મોખરે રાષ્ટ્રિય
ધ્વજ લઈને પોલીસથાણા ઉપર લહેરાવવા જઈ રહ્યો હતો. પોલીસે ગોળી ચલાવી પણ નાનાલાલ
ચૂપચાપ છુપાઈને પોલીસથાણા ઉપર પહોંચી ગયો. તે થાણા ઉપર ચઢીને ધ્વજ ફરકાવતો જ
હતો ત્યાં પોલીસની ગોળીએ તેને વીંધી નાખ્યો. ફૂલ જેવો નાનાલાલ ઢળી પડ્યો.
ત્યાં તો બીજા વિદ્યાર્થીઓ પહોંચી ગયા. ધ્વજ લઈને થાણા ઉપર ફરકાવી દીધો.
નાનાલાલે આંખ ઉઘાડીને ફરકતો ધ્વજ જોયો. તે હસ્યો અને આંખ મીંચી દીધી. હા, કાયમ
માટે.

[14] ઉમાકાન્ત કડિયા

તા. 9-8-1942ના રોજ અમદાવાદનું ખાડિયા ઉશ્કેરાઈ ગયું. પોળના નાકે 400-500
એકત્ર થઈ ગયા. ‘વન્દે માતરમ’ના નારા સાથે આકાશ ગાજતું થઈ ગયું. પોલીસ દોડી
આવી. ટોળું વીખરાતું ન હતું. પોલીસે ગોળીબાર કર્યો. એક ગોળી ઉમાકાન્તને
કપાળમાં વાગી અને તે ઢળી પડ્યો. આજે પણ તે જગ્યાને ‘ઉમાકાન્ત ચોક’ નામ અપાયું
છે.

[15] નાનજીભાઈ પટેલ

નાનજીભાઈ આર્યસમાજી હતા. સ્વામી શ્રદ્ધાનંદજીના ચુસ્ત શિષ્ય હતા. ઉત્તર
ગુજરાતના કરજીસણ ગામના વતની આઝાદીની લડાઈમાં કૂદી પડ્યા. એક બૉમ્બ લઈને પોલીસ
થાણા ઉપર ફેંકવા માટે જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ઠેસ વાગવાથી પડ્યા અને બૉમ્બ
ફૂટી ગયો. નાનજીભાઈ પોતાના જ બૉમ્બથી શહીદ થઈ ગયા હતા. તે રિવૉલ્વર પણ રાખતા
હતા. તે ઈચ્છતા હતા કે લોકો શસ્ત્રધારી બને અને અન્યાય કરનાર ગુલામીનો જોરદાર
સશસ્ત્ર વિરોધ કરે.

રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોછાવર કરનાર ગુજરાત અને ભારતભરના સૌ શહીદોને કોટી કોટી
વંદન.

Dhansukh Jethava

નાનજી કાલિદાસ મહેતા


આફ્રિકામાં ઔદ્યોગિક સામ્રાજ્યના સર્જક શ્રી નાનજી કાલિદાસ મહેતાના
જીવનસંઘર્ષની કથા તાજેતરમાં શ્રી મહેન્દ્રભાઈ છત્રારાએ આલેખી છે; તેનો થોડો
અંશ અહીં માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘મીડિયા પબ્લિકેશન’નો
ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બાળ-રંગો

સૌરાષ્ટ્રમાં ગિરનાર, સોમનાથ, દ્વારકા, સુદામાપુરી ઉપરાંત અનેક તીર્થધામો
આવેલા છે, તેમાંનું, એક શ્રી હરસિદ્ધ માતાનું મંદિર, તેની પાસે રાવલ, તેની
અડોઅડ બારાડી વિસ્તારનું છેલ્લું ગામ તે ગોરાણા. રૂપાળું હાંડા જેવું, પંખીના
માળા જેવું બે’ક હજારની વસતી વાળું ગામ. આ ગામમાં કાલિદાસ વિશ્રામનો પરિવાર
રહે. તેમના સંતાનોમાં ગોરધનદાસ, નાનજીભાઈ, મથુરદાસ અને દેવકી બહેન. આ રઘુવંશી
લોહક્ષત્રિય બદિયાણી શાખ ધરાવતા પરિવારમાં નાનજીભાઈનો જન્મ વિક્રમ સંવત 1944ના
માગશર સુદ બીજ, ઈ.સ. તા. 17-11-1887ના શુભ દિને થયો.

ગોરાણામાં રાજ્યના વજેભાગનો ઈજારો, રાજ્યનું મોદીખાનું, ધીરધારનો ધંધો,
તેલીબિયાં – અનાજની પરચૂરણ દુકાન ઉપરાંત આસપાસના ગામડાંઓનો કપાસ ખરીદી પોરબંદર
વેચવો – આ વ્યવસાય. ઉપરાંત થોડી જમીન, જેમાંથી ખાવાના ખપ પૂરતું અનાજ આવે. ઘેર
ગાય-ભેંસોના દૂઝણાં, ધંધાના પ્રવાસ માટે ઘોડાં… વરસે હજાર-બે હજાર કોરી આવક….
આનંદ-સંતોષનું જીવન. ધંધાના પ્રવાસોમાં જોખમ ઝાઝું, તેનાથી શરીર અને મન મજબૂત
બનતાં. કાકા ગોકળદાસ પરિવારમાંથી પહેલી વાર જંગબાર ગયા, કમાયા, તેના પરથી
નાનકડા નાનજીના ચિત્તમાં વિદેશ જવાનું પ્રેરણાબીજ રોપાયું.

માતા જમનાબેન વહેલી સવારે ઉઠાડે, દાતણ કરી લે, ત્યાં શિરામણમાં બાજરાનો ટાઢો
રોટલો, તાજું માખણ, તાંસળી ભરીને દહીં ને ભેગું અથાણું હોય. શિરાવીને નિશાળે
જવાનું. તેમના જીવન પર શિક્ષકોના જીવનની સાદગી, સ્વચ્છતા, નિયમિતતા,
પ્રામાણિકતા, સચ્ચાઈના ગુણોની ગાઢ અસર પડી. નિશાળેથી છૂટીને બારેમાસ જળભરી
રહેતી નદીમાં ધૂબાકા મારવા, બપોરે જમી-રમીને ફરીથી નિશાળે…. ચાર વાગે બપોરાની
રજામાં રોટલો, દૂધ, ઘી, માખણની મજા લઈ ફરીથી નિશાળે. ત્યાં આંકની મોં પાઠ
પતાવી, કસરત અને રમતગમત…. છેક દીવાબત્તી ટાણે ઘરે આવવાનું….. આખા ઘરના નિત્ય
નિયમ મુજબ નાના-મોટા સૌ ઠાકર મંદિરે જાય. દર્શન જાપ કરી, ઝાલર વગાડી, ઘરે
આવીને વાળુ કરતા. કોડિયાના અજવાળે વાળુ થાય, પછી આંગણામાં ખાટલા ઢાળી
સૂવાનું…. તારાદર્શન કરતાં અનેક તરંગો સ્ફૂરે… વળી અજવાળી રાતોમાં સરખે સરખા
છોકરાઓ મેદાની રમતો રમે. અધરાતે મા બોલાવવા આવે, ન માને તો ધખે ને બીજે દિ’
સવારે પીટે. અઠવાડિયામાં એક-બે વાર માર ન ખાય તો સંતોષ ન વળે ! ઘેર કાયમ
મહેમાન હોય જ, વળી સુદામાપુરીથી દ્વારિકાનો મુખ્ય રસ્તો એટલે
સાધુ-સંતો-યાત્રાળુઓ આવે. પિતાજી ખૂબ ભાવિક. પ્રેમપૂર્વક સૌને જમાડે. આમ,
સાધુ-સંતોના સત્સંગ-ભજનનો લાભ બાળકોને મળે, ધાર્મિક સંસ્કારો કેળવાય.

પરિવાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં માને, રોજ રાતે કથા-કીર્તન થાય.
પિતાજી બસો બાવન વૈષ્ણવની વાર્તા વાંચે, છોકરાઓ સાંભળે. નાનકડા નાનજીનો સ્વભાવ
ગરમ, તોફાનો કરે, મારામારી પણ થાય. રોજ સાંજે એકાદી ફરિયાદ આવે જ. ક્યારેક
મામા વીસાવાડાથી આવ્યા હોય, તેઓ ખીજાય. નવ વર્ષની ઉંમરે ગુજરાતી બે ધોરણ પૂરા
કર્યાં ને મામા વીસાવાડા તેડી ગયા. મામાની સ્થિતિ સાધારણ, પણ હેત અનરાધાર.
બાજરાનો પોંક, ચીભડાં, મકાઈ, તરબૂચ, રાણ, કરમદાના ઢગલા થાય. માણસોના મન મોટા,
ગામ આખું કુટુંબની જેમ રહે. દિવાળી – હોળી – જન્માષ્ટમીના તહેવારો
રંગે-ચંગે-ઉમંગે ઉજવાય. વીસાવાડા (મૂળ દ્વારિકાથી) દરિયો નજીક, ભાઈબંધો સાથે
દરિયાકાંઠે વખતોવખત જવાનું, મોજાંની સાથે દોડવાની શરત જામે. દૂર દરિયામાં જતા
વહાણને જોઈ મનમાં અનેક પ્રશ્નો ઊઠે, સપનાઓ સળવળે ! કાકા દેશાવર ગયા, તેથી
નાનજીના હૈયે દરિયો ખેડવાના કોડ જાગતા. વીસાવાડામાં ચાર ચોપડી પૂરી કરી,
અભ્યાસમાં મન લાગતું ન હતું. તેથી બારમા વર્ષે બાપાની સાથે વેપારમાં જોડાઈ ગયા.

વેપારીના દીકરા માટે ઘરની દુકાનથી મોટી નિશાળ કઈ હોઈ શકે ?- દુકાનમાં ઘરાકને
કાપડ ભરી આપવું, તેલ-ખાંડ-ગોળ જોખીને દેવા, ખેડૂત લાવ્યા હોય તે અનાજ
–કપાસ-તેલીબિયાં જોખવા, હિસાબ કરવો. દ્રવ્ય વ્યવહારને બદલે વસ્તુ વિનિમયથી
ગામડાના વહેવાર ચાલતા. મોસમનો માલ ખરીદી પોરબંદર પહોંચાડવાનું કામ બાર-તેર
વર્ષના નાનજી ઉપર આવ્યું. આ જિંદગીની તાલીમ હતી. દિવાળી પછી ગાડા ચાલુ થાય, તે
છેક વૈશાખ સુધી ચાલે. પંદર-વીસથી માંડી પાંત્રીસ-ચાલીસ ગાડા સાંજના ટાણે જૂતે,
છેલ્લા ગાડામાં ધોતિયું, કસવાળી આંગળી, માથે પાઘડીવાળા નાનકડા નાનજી શેઠ હોય,
માજીના બનાવેલા દૂધના થેપલાં, ગોળ, અથાણાં હોય. રસ્તામાં રામવાવે બે કલાકનો
પોરો ખવાય, ભાતાના ડબરા ખૂલે, ને પછી પોરબંદર ઢાળા થાય વહેતા, તે વહેલી પરોઢે
પોરબંદર… આડતિયાને માલ આપી, બાપાની ચીઠ્ઠી મુજબ ગોળ, કપાસિયા, તેલ, ખાંડ,
ખજૂર, નાળિયેર વગેરે ખરીદી ગાડામાં ભરાય. બપોરે પોરબંદર વીસીમાં દોઢ આના (આજના
દસ પૈસા)માં દાળ, ભાત, શાક, રોટલીનું પેટભર ભોજન કરી, સાંજે ગાડા હાલતા થાય.
રસ્તામાં બાબડેશ્વર મહાદેવ નાસ્તા માટે રોકાઈ, રાતે રામવાવ બે કલાક ગાડા છૂટે.
આકાશે તારા ખીલ્યા હોય, ચંદ્રનું આછું અજવાળું હોય. સામસામા દૂહાની રમઝટ બોલે,
કોઈ વળી મીઠા રાગે ભજન ગાય. પરોઢિયે ગાડે જૂતે ને સૂરજ ઊગે એ પહેલા વરતુ નદીને
કાંઠે…. બારેમાસ વહેતી વરતુ કાંઠે દાતણ-પાણી-સ્નાન કરીને ઘરે પહોંચતા.
.
[2] મહાભિનિષ્ક્રમણ ?

આમ, એક રાત ઘરે અને બે રાત ગાડામાં – કારતકથી વૈશાખ સુધી સાત માસ મુસાફરી થાય.
આમ, બાર વર્ષ પૂરા થયાં. પણ હવે જીવ ચગડોળે ચડ્યો, મનમાં મથામણ થવા લાગી –
‘દુનિયામાં આવ્યા તો કંઈક કરી દેખાડવું, કોઈ સાહસ ખેડવું, ક્યાંક દૂર દૂર
જવું….’ જીવ મંડ્યો ઊઠવા…. મેઘાણીજીએ એક દૂહામાં ગાયું છે-
‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. અણદીઠાંને
દેખવા, અણતગ લેવા તાગ, સતની સીમુ લોપવા, જોબન માંડે જાગ !’
તેરમું વર્ષ બેઠું હતું. કેટલીક વાર્તાની ચોપડીઓ વાંચી હતી, તેમાં ધ્રુવાખ્યાન
હતું. ‘ધ્રુવજીએ તપ કર્યું, તો ભગવાને દર્શન દીધાં’ – આ વાત મનમાં ઠસી ગઈ.
ખીમો નામનો મેરનો છોકરો, પરમ મિત્ર. દિલ ખોલી વાત કરી શકાય. નાનજીએ કહ્યું :
‘મને અહીં ગમતું નથી, ક્યાંક દૂર જઈ તપ કરી ભગવાનને પ્રસન્ન કરવા છે, જો ભગવાન
દર્શન ન દે, તો દેહ તજી દેવો છે !’ ખીમો ગળગળો થયો. એણે કીધું : ‘તમે અહીં ન
હો, તો હું ક્યાં રહું ? હુંય ભેગો આવીશ !’

નિર્ણય થયો, રાત પડી, સૌ સૂઈ ગયાં, માળામાં પંખી જંપી ગયા, સોપો પડી ગયો.
વેપારીના દીકરા એટલે દેહ પર ઘરેણાં ઝાઝાં. અને ઘરેણાં હોય તો જોખમ ઝાઝું.
દાગીના ઊતારી પેટીમાં મૂક્યા, પટારામાંથી પંદરેક રૂપિયા લીધા. ઘરના મંદિરમાંથી
ભગવાનની ચતુર્ભૂજ મૂર્તિ લીધી…. ને મધરાતે ગામ છોડ્યું. કોઈ સામે ન મળે એટલે
રસ્તો છોડીને ખેતરનો માર્ગ લીધો. ચૌદ વર્ષનો ખીમો ને તેર વર્ષના નાનજી…. બાળક
બુદ્ધિ. ક્યાંય પોરો ખાધા વિના સવાર સુધી ચાલતાં જ રહ્યાં. સૂરજ ઉગ્યે
ભોમિયાવદરના પાદરમાં…. બાજુના ડુંગરની તળેટીમાં વડની ઘટા, શંકરની દેરી, તપ
કરવાનું સર્વોત્તમ સ્થાન. નદીમાં સ્નાન કરી થાક ઊતારી પવિત્ર થઈ મંદિરમાં જઈ
પ્રાર્થના કરી, બે’ક ભજન ગાયા. બપોરે ખીમો ગામમાં જઈ એક આનાનું અઢી શેર દૂધ લઈ
આવ્યો તે પીને આરામ કર્યો. ઊઠીને પાછા ભજન, રાત પડ્યે ફરી દૂધ પીને મંદિરના
ઓટલે પથારી કરી. બીજે દિ’ સવારે વહેલા ઊઠી નાહીધોઈ પદ્માસન વાળી સામસામે બેસી
તપ આદર્યું. મનમાં ખૂબ શાંતિ થઈ. બપોરે ગામમાં જઈ લોટ લાવી, ખાખરાના પાનમાં
લોટ બાંધ્યો. અડાયા છાણા, અગ્નિ પ્રગટાવી બાટી શેકી. દૂધની સાથે જમ્યા. ફરીથી
દુનિયા આખીને ભૂલી જઈ પ્રભુ સ્મરણમાં લીન થયા. દિવસો વીતવા લાગ્યા. કેટલાક
દિવસ બાદ માલધારી રબારીઓ ઘી વેચવા ઝારેરા ગામ ગયા, ત્યાંના વેપારીને વાત કરી,
‘મા’જનના રૂપાળા સરખા બે છોકરા મહાદેવ મંદિરે તપ કરવા આવ્યા છે, મજાના ભજન ગાય
છે !’

હવે ઘરેથી નીકળ્યા, ત્યારે ‘ભગવાનની ભક્તિ કરવા જઈએ છીએ, અમારી ગોત કરશો
નહીં.’ એવી ચીઠ્ઠી મૂકેલી. ત્યાં તો બીજે દિ’ દોડાદોડી થઈ પડી. ઘોડા છૂટ્યા.
તપાસ કરતા ઝારેરા ગામ આવ્યા. વાત મળી, પત્તો મળ્યો, ભુવનેશ્વર આવી બેયને બાવડે
ઝાલી ઘોડા પર નાખી ઘરે લઈ આવ્યા. પારાવાર અફસોસ થયો. તપ અધૂરું રહ્યું,
ભગવાનનો ભેટો ન થયો, મનની મનમાં રહી ગઈ. ખૂબ રોયાં. વડીલોએ વિચાર કર્યો – ‘આ
છોકરો હવે હાથ નહીં રહે, એને બાંધવો સારો ! આને પરણાવી દો !’ વીસાવાડાથી મામા
આવ્યા, સમજાવીને પોતાની ભેળો લઈ ગયા. આ બાજુ બાપાએ ફટાણા ગામે નાનજીનું સગપણ
કરી નાખ્યું. તેર વર્ષનો નાનજી ને કન્યા બાર વર્ષની ! હૈયામાં આઘાત લાગ્યો. એક
જ વાત – ‘મારે ભગત થઈ જવું છે !’ આથી તો વડીલોએ ઉતાવળ કરી વૈશાખમાં લગ્ન કરી
નાંખ્યા. પોતાની ઈચ્છા વિરુદ્ધ આ થયું હોવાથી નાનજીના હૈયામાં નિર્દોષ કન્યા
તરફ અણગમાના બીજ રોપાયા. લગ્નજીવન તરફ અભાવ આવી ગયો હોય, તેવા અનેક લોકોએ
જીવનના વિવિધ ક્ષેત્રોમાં, અસાધારણ સાહસ કર્યા હોવાનું પોતે ચોપડીઓમાં
વાંચ્યું હતું. ગૃહસ્થ જીવનની સુંવાળી જિંદગી કે કુટુંબની મમતામાં ન બંધાવું
અને નિશ્ચિત ધ્યેય માટે મથવું – એવો મનમાં નિશ્ચય થયો.

બનવા કાળ તે, લગ્ન થયાં તે વિ.સં. 1956માં ભયાનક દુષ્કાળ પડ્યો. આ છપ્પનિયા
દુકાળે કંઈકને આંટીમાં લઈ લીધેલા. નાનજીનો પરિવાર પણ ભીડમાં આવી ગયો. દરમ્યાન
મોટાભાઈનો કાગળ આવ્યો – ‘હું અહીં એકલો છું, બીજાના ભાગમાં કામ કરું છું.
નાનાભાઈને મોકલો તો સ્વતંત્ર દુકાન કરીએ.’ આગાઉ તો પરદેશ જવાની સાફ ના હતી, પણ
કાગળ વાંચીને બાપા પીગળ્યા. માને થયું કે ના પાડશું તો પાછો ભાગી જશે. મામાએ
રાજી થઈને હા પાડી. કાકાના દીકરા આફ્રિકાથી દેશમાં આવેલા, તે કાનજીભાઈ સાથે
જવું તેવું પરિયાણ થયું. ઈ.સ. 1900ના ડીસેમ્બરમાં જવાનું નિરધાર્યું. નાનજીનું
હૃદય આનંદથી ભરાઈ – ઊભરાઈ ગયું. પરદેશ જવાની તૈયારી થવા લાગી. મન-પંખી હરખથી
ચહેકવા લાગ્યું.

Dhansukh Jethava

બ્રહ્માંડની ગતિ છેવટે તો બ્રહ્માંડ જ નક્કી કરે છે !



બધા કરે છે, તે વિશ્વનો જ વિચાર છે. અને જ્યારે પણ વિશ્વનો વિચાર થાય છે
ત્યારે તેમાં આપણે પોતે અને આપણું વ્યક્તિત્વ ભળી ગયા વિના રહેતાં નથી, કારણ
કે અંતે તો વિશ્વનો વિચાર ને ચિંતન કરનાર પણ માનવ પોતે જ છે. આ જ વાતને આધુનિક
વિજ્ઞાન અને ક્વોંટમ થિયરીમાં ‘Observer’ અને ‘Observed’નો કોયડો કહેવાય છે.

આજની આપણી જ્ઞાન-વિજ્ઞાનની શોધ વિશે અદ્દભુત વાત એ છે કે વિશ્વની રચના, તેના
મૂળભૂત અને પાયાના નિયમો વિશે કેટલીક સુંદર સમજણ આપણે મેળવી શક્યા છીએ.
સાપેક્ષવાદ, જે વિશાળ સ્તરે તારાઓ અને તારાવિશ્વોનું સંચાલન કેવી રીતે થાય છે
તે સમજાવે છે, અને ક્વોંટમ સિદ્ધાંત, જે અણુ-પરમાણુનું સૂક્ષ્મ વિજ્ઞાન છે, તે
બંને બ્રહ્માંડની મૂળભૂત સંરચના તથા તેના પાયાના નિયમો વિશેનાં સુંદર ચિત્રો
છે. તેના આધારે જ આપણે સંદેશાવ્યવહાર, ઉપગ્રહો, ઈલેક્ટ્રોનિક્સ વગેરે આધુનિક
અનેક ક્રાંતિઓ રચી છે.

વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં આઈન્સ્ટાઈને આ બંને સિદ્ધાંતોના વિકાસમાં
પાયાનો ફાળો આપ્યો. ફોટો-ઈલેક્ટ્રિક ઈફેક્ટ એટલે કે પ્રકાશ અને વિદ્યુત કેવી
રીતે સંકળાયેલાં છે તેની સમજણ દ્વારા તેમણે ક્વોંટમ થિયરીમાં મૂળ પ્રકાશ
આપ્યો. બીજી બાજુએ વિશેષ અને વિસ્તૃત સાપેક્ષવાદ, એટલે કે ‘સ્પેશિયલ’ અને
‘જનરલ થિયરી ઓફ રિલેટિવિટી’ એ તો તેમનાં પ્રિય સર્જન હતાં જેનાથી સમય તથા
અવકાશ વિશેની આપણી આખીયે આજની સમજણ વિકસી અને આગળ વધી. પરંતુ અહીંયાં એક ભારે
રસપ્રદ વાત અને ઘટના એ બની કે પોતાના જ સર્જનમાંથી જે અદ્દભુત પરિણામો અને
નિષ્પત્તિઓ બહાર આવતી ગઈ તેને ઘણી વાર આઈન્સ્ટાઈન પોતે જ સ્વીકારી શકતા નહોતા
અથવા માનવા તૈયાર થતા નહોતા ! સાલ 1915 સુધીમાં તેમણે બંને સાપેક્ષવાદનાં
સમીકરણોની રચના પૂરી કરી અને ક્વોંટમ થિયરીમાં પણ તેમણે પોતાનું મૂળ પ્રદાન
1905 સુધીમાં કરી દીધેલું. આ પછી અને તે દરમિયાન વિશ્વમાં અનેક વિચારકો,
વિજ્ઞાનીઓનું ધ્યાન આ મૂળ વિચારો તરફ દોરાયું અને આ એવી ક્રાંતિકારી ઘટનાઓ હતી
કે તેને વિશે, તેનાં પરિણામો વિશે વિશ્વભરમાં અનેક સંશોધનો શરૂ થયાં અને હજુ
આજે પણ આપણી એ સફર ચાલુ જ છે.

આવી ઘટનાઓ કે પરિણામો જેમ જેમ આઈન્સ્ટાઈનના ધ્યાન પર આવતાં ગયાં કે લવાતાં
ગયાં તેમ અનેક વાર તેમનો પોતાનો તેના વિશેનો પ્રતિભાવ ભારે આશ્ચર્ય કે અચંબાનો
જ હતો. આપણી તળપદી ભાષામાં કહીએ તો મોટા ભાગે તેઓ બોલી ઊઠતા, ‘અરે, આવું તે
કંઈ હોતું હશે ?’ અથવા કોઈ વાર વધુ તીવ્ર રીતે પણ પ્રતિભાવ આપતા, ‘આ તે શી
ગાંડા જેવી વાત છે !’ આવી થોડીક ઘટનાઓની વાત તથા ઉદાહરણો જાણવાં જેવાં છે. તે
એમ બતાવે છે કે ઘણી વાર પોતાના જ સર્જનનાં પરિણામો માણસ પોતે પણ, પછી તે ભલેને
આઈન્સ્ટાઈન કેમ ન હોય, પૂરાં જાણતો, સમજતો નથી. પોતે જ સર્જેલી ક્રાંતિ,
આંદોલનનું પરિણામ તેને પોતાને પણ અનેક પ્રયત્નો અને મહેનત પછી જ સમજાય છે !
આવી પહેલી ઘટના સાપેક્ષવાદનાં સમીકરણો 1915માં પૂરા થતાં ટૂંક સમયમાં જ બની.
રશિયન વિજ્ઞાની એલેકઝાન્ડર ફ્રીડમાને 1918માં આઈન્સ્ટાઈનનાં સમીકરણોના એવા
ઉકેલ આપ્યા જે બતાવતા હતા કે આપણું નજરે દેખાતું તારાવિશ્વોથી બનેલું
બ્રહ્માંડ વિકસી રહ્યું છે. આનો અર્થ એવો થાય કે બધાં જ તારાવિશ્વો એટલે કે
ગેલેક્સીઓ એકબીજાથી દૂર જઈ રહી છે. આ વાત જ્યારે આઈન્સ્ટાઈન પાસે આવી ત્યારે
તેમણે તરત તીવ્ર પ્રતિભાવ આપ્યો કે આવું તો બની જ કેવી રીતે શકે ? તેમના
સમયમાં તો એવી વાત તથા માન્યતા પ્રચલિત હતી કે આખુંયે બ્રહ્માંડ સમગ્રતયા
સંપૂર્ણ સ્થિર અને ગતિ વગરનું અચલ છે. અનેક દાયકાઓથી ચાલી આવતી આ માન્યતા
બધાના મનમાં એવી તો ઘર કરી ગયેલી કે પોતાની થિયરીમાંથી આનાથી ઊલટું જ તારણ
નીકળે છે એ વાત જાણતા આઈન્સ્ટાઈને પોતાને જ આઘાત અને આશ્ચર્ય થયાં ! તેઓ આ વાત
માની જ ન શક્યા અને તેને ખોટી ઠરાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. આ માટે તેમણે
પોતાનાં મૂળ સમીકરણોમાં કેટલાક ફેરફારો પણ ‘એડ-હોક’ રીતે એટલે કે કોઈ સ્પષ્ટ
તર્ક સિવાય કરી નાખ્યા !

આવા પ્રયત્નો કરીને તેમણે સ્થિર અથવા ‘સ્ટેટિક’ વિશ્વનાં મોડેલ તો બનાવ્યાં,
પણ આ પછી થોડાં જ વર્ષોમાં મોટાં મોટાં દૂરબીનો દ્વારા દૂરના વિશ્વનાં અવલોકનો
મળવા લાગ્યાં અને વિકસતા વિશ્વની વાત જ સાચી પડી અને સ્વીકારાઈ ! ત્યારે, અને
ખાસ તો ખગોળશાસ્ત્રી એડવિન હબલના દૂર દૂરના તારા વિશ્વનાં અવલોકનો દ્વારા
વિકસતા વિશ્વની વાત 1929માં સ્પષ્ટ થઈ તે સમયે આઈન્સ્ટાઈને છેવટે પોતાનો મત
ફેરવ્યો. ત્યારે તેમણે કહ્યું કે વિકસતા વિશ્વની વાત અને મોડેલ પોતે તરત જ
સ્વીકારવાની જરૂર હતી, અને આ તેમના જીવનની મોટામાં મોટી ભૂલ હતી ! જો તેમણે
1918માં જ આ વાત સ્વીકારી હોત તો પોતાની થિયરીના તારણ તરીકે તેઓ વિકસતા
વિશ્વની ‘ભવિષ્યવાણી’ કરી શક્યા હોત અને એ રીતે વિજ્ઞાનને નવી જ દિશા મળી હોત
! આવી જ ઘટના ફરી 1939માં બની. ત્યારે ઓપન હાઈમર તથા સ્નાઈડર નામના બે અમેરિકન
વિજ્ઞાનીઓએ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત વાપરીને, સૂર્ય કરતાં વીસ-ત્રીસ ગણા
તારાઓનું અંદરનું બળતણ ખૂટે ત્યારે તેની શી અંતિમ પરિસ્થિતિ થાય તે વિશે
સંશોધન કર્યું. પોતાની અંદરનો હાઈડ્રોજન બાળીને તારાઓ ગરમી તથા પ્રકાશ આપે છે.
આવા મોટા તારાઓની અંદરનું બળતણ જ્યારે ખલાસ થાય ત્યારે તેના પોતાના જ
ગુરુત્વને કારણે આવા તારાનું સંકોચન થવા લાગે છે. ઓપન હાઈમર અને સ્નાઈડરે, અને
1938માં ભારતમાં દત્તે એવું બતાવ્યું કે આવા સંજોગોમાં, પહેલાં જે લાખો
કિલોમીટરનો હતો તેવો તારો પણ ટાંકણીનાં ટોપકાં જેટલો નાનકડો સંકોચાઈ જાય છે.

ત્યારે વળી આઈન્સ્ટાઈને આ વાતનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આવું તે
કેવી રીતે બની શકે. તારાની આવી અંતિમ સ્થિતિ સંભવી જ ન શકે. આવું પુરવાર કરવા
તેમણે એક સંશોધનપત્ર પણ લખ્યો, પરંતુ પછીથી તેમની સાબિતીમાં સંપૂર્ણતા દેખાઈ.
આમાંથી જ પછી આગળ જતાં આજનું બ્લેકહોલ તથા ફાયરબોલનું વિજ્ઞાન વિકસ્યાં છે.
આજે તો આ નવાં પરિણામોની આજના એસ્ટ્રો ફિઝિક્સમાં ખૂબ ઉપયોગિતા પુરવાર થઈ છે
અને અનેક આધુનિક ખગોળશાસ્ત્રીય અવલોકનો સાથે બ્લેકહોલ તથા ફાયરબોલને
સાંકળવામાં આવે છે. સ્થિર બ્રહ્માંડની રચના કરવા માટે પોતાનાં સમીકરણોમાં
આઈન્સ્ટાઈને ‘કોસ્મોલોજિકલ ટર્મ’ નામનો એક સુધારો દાખલ કરેલો. હવે આ સાચું હશે
કે કેમ તે વિશે તેઓ આખી જિંદગી શંકામાં રહેલા ! વળી આજનાં આધુનિક અવલોકનો એવું
બતાવવા લાગ્યાં છે કે બ્રહ્માંડ કેવળ વિકસી જ નથી રહ્યું, પરંતુ વધુ ને વધુ
ગતિથી વિકસતંલ જાય છે. જો સમીકરણોમાં આવી ‘કોસ્મોલોજિકલ ટર્મ’ હોય તો જ આવું
શક્ય બને. આમ વિજ્ઞાનીઓ આજે તેનો વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યા છે.

વળી એક વધારે દાખલો લઈએ તો, ક્વોંટમ સિદ્ધાંતના મૂળ જનકોમાં હોવા છતાં 1915
પછી ક્વોંટમ થિયરી જે રીતે વિકસતી ગઈ તથા જે પરિણામો આવતાં ગયાં તેના
આઈન્સ્ટાઈન સખત વિરોધમાં હતા ! આધુનિક ક્વોંટમ થિયરી વધુ ને વધુ એવો નિર્દેશ
કરતી ગઈ કે અણુ-પરમાણુના વિજ્ઞાનમાં સંભાવના એટલે કે ‘પ્રોબેબિલિટી’નું ભારે
મહત્વ છે. આઈન્સ્ટાઈન આ વાત કદીયે અને આખી જિંદગી સ્વીકારી શક્યા નહીં ! આ
સંદર્ભમાં તેમનું વાક્ય, ‘God does not play dice !’ ભારે પ્રસિદ્ધ છે. પણ
તેના ઉત્તરમાં, તેમના જ સમયના વિખ્યાત ક્વોંટમ વિજ્ઞાની નીલ્સ બ્હોરે કહેલું
કે ભાઈ, ગોડ શું વિચારે છે કે કરે છે તેની તમને શી ખબર હોય ! પરંતુ આવી કોઈ
વાતની કંઈ અસર આઈન્સ્ટાઈન પર થતી નહીં, અને પોતાની માન્યતાઓને અનુરૂપ થિયરી
બનાવવાના પ્રયત્ન તેઓ 1920 પછી જીવનભર કરતા રહ્યા, પરંતુ તેમને છેવટ સુધી
સફળતા મળી નહીં.

અલબત્ત, આમાં આઈન્સ્ટાઈનની મહાનતા સહેજ પણ ઓછી હતી તેવું નથી. આમાંથી મૂળ વાત
તો એ જ ફલિત થાય છે કે કોઈ પણ મહાન વિચાર કે શોધ કે સિદ્ધાંત ભલે તમારા દ્વારા
જન્મ લે, પણ પછી એનું આખુંયે ભવિષ્ય અને પરિણામો તથા નિષ્પત્તિઓ તમારા હાથમાં
નથી હોતાં. ઘણી વાર તો તે એવો પણ રસ્તો પકડે છે જે તમારી કલ્પનાની પણ બહાર
હોય, પછી તેમાં આઈન્સ્ટાઈન પણ આવી જાય ! આથી જ, કોઈ સુંદર ઘટના કે આવિષ્કાર
તમારા દ્વારા જન્મ પામે તો તેનો આનંદ જરૂર માણીએ, પણ એ ખાસ સમજવા જેવું છે કે
આપણે તો ‘નિમિત્તમાત્ર’ છીએ. ખરેખર તો અનેક પરિબળો યોગ્ય રીતે એકત્ર થાય
ત્યારે જ કોઈ પણ ઘટના જન્મ લેતી હોય છે. કુદરતની સમગ્રતામાં આ ઘટના શોધ કે
વિચારનું ભાવિ જાણે વિશ્વ પોતે નક્કી કરે છે, જેના આપણે અંશમાત્ર છીએ. દરેક
નવા વિચારને પોતાનું જ સ્વતંત્ર ભવિષ્ય હોય છે.

જોકે, એક મહાન સર્જન કરનારને માટે, અથવા કોઈને મોઢે પણ આવો ‘નિષ્કામ ભાવ’ કે
નિર્મોહી સ્થિતિ કેળવવાં સરળ નથી. પોતાના નાનકડા ‘સર્જન’ માટે પણ માણસ તરત જ
ભારે મમત્વ ઘડી લે છે કે ‘આ તો મેં કર્યું છે અને મારું છે.’ આનો મઝાનો દાખલો
પોતાનાં જ સંતાનો છે ! ઘણી સમજણ કેળવી હોય છતાં તેમનું ભાવિ આપણી ઈચ્છા-કલ્પના
પ્રમાણે જ ઘડાશે એવી આશા અને ધારણા ક્યાંક ઊંડે ઊંડે તો સહુને રહે જ છે, પછી
તે સમાન્ય હોય કે અસામાન્ય વ્યક્તિ પણ ભલે હોય. પ્રયત્ન તો જરૂર કરીએ અને સફળ
થવાય તો તેનો આનંદ પણ લઈએ, પણ છેવટે તો કોઈ કવિએ કહ્યું છે તેમ, ‘સૂર કી ગતિ
મૈં ક્યા જાનું, બસ એક ભજન કરના જાનું…..’ એ ભાવથી ચાલતા રહીએ, કારણ કે
બ્રહ્માંડની ગતિ છેવટે તો બ્રહ્માંડ જ નક્કી કરે છે !

Dhansukh Jethava

જોડકણાં ઊખાણાં કહેવતો

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે  કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે
માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે.
હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે.
કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા
જેવી કહેવતો અને કથાઓ મળે. જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ
નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું.
આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :

ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન ત્રિલોકને અવર ન ઔષધ કોય.
****
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ
****
દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય.
****
ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય.
****

દૂધ, અનાજ અને કઠોળ માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો
લેવો, ક્યારે લેવો એનું જ્ઞાન જૂનાકાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી.
કોઠાસૂઝવાળા લોકકવિઓના અનુભવ આરોગ્યરક્ષક અનાજ કઠોળની કહેવતોની આજે મારે વાત
કરવી છે. અહીં લોકકવિઓએ અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ
વાત પણ અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છે :

ઘઉં કહે હું લાંબો દાણો, વચમાં પડી લી,
મારી મજા લેવી હોય તો લાવો ગોળ ને ઘી.
****

ઘઉંની પોળી નીપજે, ઘઉંના ઘેબર થાય,
જેવા ઘઉં કેળવે, તેવાં ભોજન થાય.
****

ઘઉં એ અનાજનો રાજા છે. ઘઉંમાંથી થુલી, ઘઉંના લોટમાંથી રાબ, સુખડી, શીરો,
લાડવા, રોટલી, ભાખરી, પૂરી, થેપલાં, પરોઠા, સેવ, હલવો, બરફી, ચુરમુ, ઘઉંના
મેંદામાંથી સુવાળી, ઘારી, ઘઉંના પોંકનું જાદરિયું, ઠોર, જલેબી, માલપુવા, ઘેબર,
ઘેંસ, લાપસી વગેરે બને છે. ઘઉંની પણ કેટકેટલી જાતો. ભાલિયા, બંસી, કાઠા,
પુનમિયા, પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતાઘઉં વગેરે. ઘઉં સ્નિગ્ધ,
મધુર, બળકર, ધાતુવર્ધક, સારક, વાયુકરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં
ભોજન સાથે ભગવાનનેય કેવા જોડી દીધા છે !

રામનામ લાડવા, ગોપાળ નામ ઘી,
કૃષ્ણનામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી.

અર્થાત : દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં
લેતાં ખાતાં રહો. ઘઉં પછી બાજરી આવીને બોલે છે :

કાળી છું પણ કામણગારી, લેશો ના મુજ વાદ,
વાદ કર્યામાં વળશે શું, પણ જોઈ લ્યો મુજ સ્વાદ.

બાજરો એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય
છે કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર
દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન મળે.
એવામાં ખેતરમાં અનાજના ડૂંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ એ ડૂંડા
ખાવા માંડ્યા. થોડા દીમાં તો ઘોડામાં તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી
જુવાની ફૂટી :

બલિહારી તુજ બાજરા, જેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન

કિંવદિંત કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો
લાવ્યો હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને
ઘરધણી માણસ ઉત્તમ ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી
ઉંમરે માણસને માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું
ત્યારે બાજરાનો રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો
એટલે કહ્યું છે કે, ‘બુઢ્ઢા થયા જુવાન.’ બાજરીની બીજી પણ કહેવતો છે (1) રોટલો
બાજરીનો ને કજિયો વાઘરીનો (દેવીપૂજકનો). (2) બાજરી કહે હું બળ વધારું, ઘઉં કહે
હું ચોપડ માગું. હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે ?

મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું.

બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને
દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદુ હોય છે. આવા મગની જરૂર બે
પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી સાથે મગનું
શાક શુકન ગણાય છે. એથીય આગળચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી લીધો હોય ને
આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના ખોરાકની શરૂઆત
વૈદ્યોને ડૉક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે.
આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ ઉપવાસ કરતાં જૈનોમાં મગનો
ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા કાળા મગ. મગ
પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે હિતકારક છે એમ
આયુર્વેદ કહે છે. મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે. (1) મગના ભાવે મરી
વેચાય. (2) મોંમાં કંઈ મગ ઓર્યા છે ? (3) મગમાંથી પગ ફૂટ્યા. (4) દેરાણી
જેઠાણીના મગ ભેગા ચડે પણ શોક્યોના મગ ભેગા ન ચડે. (5) હજુ ક્યાં ચોખા-મગ ભેગા
મળી ગયા છે ? (6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે. (7) એક મગની બે ફાડ્ય. (8)
જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.

ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે :

જુવાર કહે હું રાતીધોળી, કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું ને મારી થાયે ધાણી.

જુવાર કહે હું ગોળ દાણો, ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને, કાળી ભોંયમાં રોપી.

જુવાર કહે છે કે હું સુખિયા નહીં, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું.
જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાયે છે. જુવાર
ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા, ઢોકળાં બને છે. ગામડામાં
ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી લ્યે છે. હુતાસણીના પર્વ
પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી
છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ
છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે કે, ‘હે પ્રભુ, આછુંપાતળું જુવાર
બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.’

લોકકવિ ચોખાની ઓળખ આ રીતે આપે છે :

ચોખો કહે કે હું ધોળોદાણો, મારા માથે અણી,
મારી મજા લેવી હોય તો દાળ નાખજો ઘણી.

ભારતમાં ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને
‘શાલિ’ કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે.
ચોખાની બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે. સાઠી
અર્થાત સાઈઠ દિવસે પાકતી કમોદ. ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું :

સાઠી ચાવલ ભેંસ દૂધ, ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ) ઈ સરગ નીસરણી ચાર.

આયુર્વેદની દષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક,
મીઠા, બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મુત્ર અને મળને કાઢનાર, કફ ઓછો
કરી બુદ્ધિ વધારનાર ગણાય છે. ચોખાની પણ કહેવતો જુઓ. (1) ચોખો ચંપાય ને દાળ
દબાય. (2) ચોખા ભેગી ઈયળ બફાઈ જાય. (3) દેરાણીજેઠાણીના ચોખા ભેગા ચડ્યાં
સાંભળ્યાં નથી. એ રીતે તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની
રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે, હવે એની વાત સાંભળો :

તુવેર કહે હું તાજો દાણો, રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી.
****

તુવેર કહે હું દાળ બનાવું, રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય તેના જોઈ લ્યો ઢંગ.

તુવેરની દાળ બને, દાળઢોકળી બને. પુરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ
તુવેર એવું કઠોળ છે કે એનો લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય.
તુવેરદાણા-લીલવાનું સરસ શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે,
લુખી અને ઠંડી છે. શરીરની ક્રાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો
દુઃખાવો અને હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ
અને કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈ ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ
વાટીને તેનું પાણી પાવામાં આવે છે. એ રીતે શક્તિવર્ધક ચણા સાથે કેવી મજાની
કહેવતો જોડાઈ છે ?

ચણો કહે હું ખરબચડો, ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય, તે ઘોડા જેવો થાય.
****

ચણો કહે હું ખરબચડો ને મારા માથે અણી,
ભીની દાળને ગોળ ખાય તો બને મલ્લનો ધણી.

કઠોળમાં સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં,
પાતરા, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના લોટમાં
દૂધ કે મલાઈ કે હળદ મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે, ક્રાંતિ વધે છે.
ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને મરિયા-બાફીને વઘારેલા
ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ કરનાર, પિત્તહર, રક્તદોષ
હરનાર, કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે. ચણા સાથે
જોડાયેલી અન્ય કહેવતો :

ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.

અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીય
કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે :

અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો.
****

અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો, તો શરીરમાં આવે કાંટો.
****

અડદ કહે હું કઠોર દાણો, ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો.

સૌરાષ્ટ્રમાં અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો
ઉપયોગ નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે
બળવર્ધક બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી
બારમાસીની શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના
દર્દીને અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર,
પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ
વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.

દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય
ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે :

મઠ કહે હું ઝીણો દાણો, મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે કે ઘોડું આવે થાક્યું.

મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : ઉ…ત,

મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ

મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ
અને તાવ મટાડનાર મનાય છે. ચોળા એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે :

મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે,
વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે.

મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં
ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે :

લોક કરે ઢોકળાં, વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે, પાટણનું મહાજન મનાવવા જાય.

આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે
પડે છે. એનું પણ કહેવત જોડકણું :

બાળક કહે, મેં ખાધા ચોળા
મા કહે મારા બગાડ્યા ખોળા.

આપણે કઠોળ રોજ ખાઈએ છીએ પણ એના વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ. આપણી કહેવતો
કેવું મજાનું લોકશિક્ષણ આપે છે. આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને !
Dhansukh Jethava

કાઠિયાવાડ

સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ
11 થી 13મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા.
કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘૂમાવતા ને હાથમાં હથિયારો રમાડતાં સૌ
પ્રથમ થાનમાં આવ્યા. શ્રી પ્રદ્યુમ્ન ખાચર નોંધે છે કે એ બાબતે ગાયકવાડ અને
મરાઠા રાજવીઓનાં લશ્કરો સૌરાષ્ટ્રમાં મુલકગીરી ઉઘરાવવા આવતા. ત્યારે સૌપ્રથમ
કાઠીઓનો મુકાબલો કરવો પડ્યો. મરાઠાઓએ સૌરાષ્ટ્રના મધ્ય દક્ષિણ ભાગને કાઠેવાડ
(કાઠીવાડ) કહ્યો. કાઠીવાડ એટલે કાઠીનો પ્રદેશ. તેના પરથી સમય જતાં આખા
દ્વિપકલ્પનું નામ કાઠિયાવાડ પડ્યું. એ પછી 16મી સદીથી સૌરાષ્ટ્રમાં કાઠીઓની
રાજસત્તા સ્થપાવા માંડી.
આ કાઠી-દરબારોની આગવી અને અનોખી સંસ્કૃતિ છે. એમનાં લગ્નપ્રસંગો,
હથિયાર-પડિયાર, અશ્વો, ઓરડાના શણગારો, ખાંભી, પાળિયા, એમનું ભાતીગળ ભરત અને
મોતીકામ, એમની દિલાવરી, દાતારી, મહેમાનગતિ અને ખાનપાનમાં કાઠી સંસ્કાર અને
સંસ્કૃતિના કિંમતી કણો ઝબકતાં જોવા મળે છે. મહેમાનોને માનપાન આપી એમની સરભરા
કેમ કરવી એ કાઠીઓની કુનેહ ગણાય છે. એમની પથારી, પાગરણ, ઢોલિયા, રજાઈ, ગાદલાં,
ગાલમસુરિયાં, ઓશીકાં અને જમવા જમાડવાની રસમ જ એવી હોય છે કે આવનાર મહેમાનના
અંતરમાં આનંદના રંગસાથિયા પૂરાઈ જાય.
બપોરની વેળાએ ડાયરો ડેલીએથી જમવા ઊભો થાય. કાઠી-સંસ્કૃતિમાં શ્રી જીલુભાઈ ખાચર
નોંધે છે કે ઓરડામાં આકળિયું નાખવામાં આવે. વાઘનખના પાયાવાળા પિત્તળના
જડતર-ઘડતરવાળા બાજોઠ મૂકાય. પિત્તળની બશેરની પડઘી મૂકાય. જેની ફરતી ઝામરની
પાંદડિયું હોય. પડઘી ઉપર કાંસાની તાંસળી મૂકાય. કાંસાનું વાસણ આરોગ્ય માટે
ઉપકારક મનાયું છે. જમતા હોય ને દુશ્મનો આવી જાય તો પડઘીનો ઉપયોગ દુશ્મનને
મારવામાં કામ લાગે. બળધુઈના દરબારગઢમાં બહારવટિયા મામદ જામને પડઘીથી પતાવી
દીધેલો. જમતાં જમતાં પગને આરામ મળે એ માટે ઢીંચણિયું પણ મૂકાય. ઢીંચણિયું
વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ સમાયેલી છે. જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના
ઢીંચણ નીચે રાખો તો જમણી સૂર્યનાડી શરૂ થાય અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી
શરૂ થાય. ઘન પદાર્થ જેમ કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો આ મિષ્ટાન જમવામાં
સૂર્યનાડીનો ઉપયોગ થાય જેથી બધું પચી જાય. ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં
ચંદ્રનાડી શરૂ કરાય, જેથી પ્રવાહી હજમ થઈ જાય.
જમનાર મહેમાનોની જમણી બાજુ એમની નજર સામે બધી જ વસ્તુઓ મૂકવામાં આવે જેથી
કોઈને માગતાં સંકોચ ન થાય. શેડકઢા દૂધનું બોઘરણું, દહીંનું તપેલું, બે શાક,
તીખું અને ખાટું. સાથે મિષ્ટાન્ન, અથાણાં આવે. બાજોઠ ઉપર થાળ, થાળમાં રોટલા,
રોટલી, ઘીની વાઢી, ખાંડેલાં મરચાં, મીઠું થાળમાં હોય, કાઠીના શાક થોડા મીઠાથી
બનાવવામાં આવે. મહેમાનથી મીઠું મગાય નહીં. માગે તો રસોઈ બનાવનારનું અપમાન
ગણાય. આ ભોજન બાજરાના રોટલા વગર અધૂરું ગણાય.
દરબારી રસોડે બનતા બાજરાના રોટલા માટે હોંશિલી કાઠિયાણીઓ વાળંદ કે કુંભારની
સ્ત્રીઓ પાસે રસોડામાં કાટખૂણે અગ્નિખૂણામાં કાળી માટી, રેતી, કુંવળ, ઢુંહા
અને લાદના મિશ્રણવાળા ખાસ ચૂલા નંખાવે છે. આ ચુલા માટે પણ કહેવત છે ‘ચુલા
છીછરાં, આગવોણ ઊંડી એને બેડ બમણી.’ બેડ એટલે ચુલાનો પાછળનો ભાગ. ઓરડામાં પંદર
મહેમાન જમવા બેઠા હોય તોય બાજરાના રોટલા ગરમ ગરમ જ આવે. કાઠિયાણીઓ બાજરાના
રોટલા ચડી જાય પછી એને ચુડાની બેડ ઉપર ઊભા મૂકી દે. ચુલો ચાલતો હોય એટલે રોટલા
ગરમ જ રહે અને ગરમ ગરમ જ પીરસાય. ચતુર કાઠિયાણીઓની આ કોઠાસૂઝ કહેવાય છે. એમના
હાથે બનતા બાજરાના રોટલાની મીઠાશ પણ કંઈક અનોખા પ્રકારની હોય છે. જીલુભાઈ ખાચર
એના વખાણ કે વર્ણન કરતાં થાકતાં નથી.
દરબારી રસોડે બનતાં બાજરાના રોટલા માટે કહેવાય છે કે સાત પાણીનો રોટલો અને એક
પાણીનું શાક એ કાઠી ખાનપાનની મજા છે. શાક વઘારો પછી એક જ વાર પાણી નાખીને
શેડવો એ ખૂબ જ સ્વાદિષ્ટ બને. કાયમ બનાવતા હોય એને માપનો ખ્યાલ હોય જ. બાજરાના
રોટલાને ઘડતા પહેલાં કુંભારે બનાવેલી કથરોટમાં પાવલીભાર મીઠું ઓગાળે, પછી
ટોયું લોટ નાખે, અને ચુલે મૂકેલું ગરમ પાણી કથરોટમાં નાખે, જેથી ‘વક્ર’ આવે
પછી મહળવાનું શરૂ કરે. જેમ મહળાય એમ લોટ કઠણ થાય. પછી પાણીનો છટકારો આપે. ફરી
વખત મહળે એમ સાત વખત પાણી આપે. પછી રોટલાને ટીપે. એક સરખો ગોળ ઘડાયા પછી ઝડપથી
તાવડમાં એવી રીતે નાખે કે એમાં હવા ન રહે. હવા રહી જાય તો ભમરા પડે. આ ભમરા
માટે કણબી પટેલોમાં કહેવાય છે કે દીકરી બાજરાના રોટલા ઘડતાં શીખતી હોય અને
ભમરો પડે તો મા એને તરત જ સંભળાવે છે ‘આ ભમરાળો રોટલો તારો બાપ ખાશે પણ તારો
હહરો નઈ ખાય.’ કઠિયાણી રોટલે સેડવે એ વખતે ચાકુથી, આંગળિયુંથી કે તાળાની પોલી
ચાવીથી ભાત્ય પાડે છે અને મઈં ઘી ભરે છે. ત્રાંબિયા જેવો સેડવેલો ગાડાના પૈડા
જેવો રોટલો ભાંગવાનું મન જ થાય તેવો મનોહર હોય છે. સામે પડ્યો હોય તો મોઢામાં
પાણી આવવા માંડે છે. બાજરાના રોટલા સાથે રોટલી બાપલા, પરોઠા કે ભાખરી પણ બનાવે
છે.
મહેમાનો જમવા બેસે એટલે વાળંદ પીરસવામાં હોય. સૌથી પહેલાં મિષ્ટાન્ન પીરસાય
પછી શાક. કોઈ ખાટું શાક ખાતાં હોય તો કોઈ તીખું શાક ખાતાં હોય, કોઈ દહીં ખાતા
હોય, કોઈ દૂધ ખાતાં હોય. કોઈ રોટલા જમતાં હોય, કોઈ રોટલી જમતાં હોય ઈ બધું
મેમાનની નજર સામે હાજર હોય. શાક પીરસતાં પહેલાં, ઘીની વાઢીમાંથી ઘી પીરસાય પછી
શાક પીરસાય જેને ‘અબગાર’ કહે છે. અબગાર પરંપરારૂપે અપાય. કાઠી દરબારો રોટલા,
રોટલી ઘીએ ચોપડતા નહીં. શાકમાં ઘી નાખે છે. શાકમાં ઘી અબગારરૂપે નાખવાથી મરચાં
ઘીનું મારણ છે. શાકમાં ઘી ખાવાથી યાદદાસ્ત સારી રહે છે એવી એક માન્યતા છે. ઘી
કેરીમાં ખવાય, દૂધપાકમાં ખવાય, ખીરમાં ખવાય, લાપસીમાં ખવાય. કાઠીઓ દૂધ, સાકર
અને ચોખામાં ઘી ખાય છે. ઘીનું મારણ ઘુંગારેલું દહીંનું ઘોળવું ગણાય છે.
ધુંગારેલું એટલે દેવતાના જલતા કોલસા ઉપર ઘી નાખી ધુમાડો થાય એટલે તપેલું ઢાંકી
દેવામાં આવે. પછી ધુમાડો અંદર હોય એમાં દહીંનું ઘોળવું નાખી દેવામાં આવે છે.
વઘારેલા (શાક) અને ઘૂંઘારેલા ભોજન તે આનું નામ. ઘુંઘારેલા દહીંના ઘોળવામાં
ઘીના ધુમાડાની સુગંધ આવે છે. આ ઘોળવું પાચક ગણાય છે. જમ્યા પછી ઘુંગારેલું
ઘોળવું એક તાંસળી પી જાવ તો ગમે તેવો ભારે ખોરાક પણ હજમ થઈ જાય છે. કાઠી જમવા
બેસે ત્યારે થાળમાંનો રોટલો કે રોટલી ડાબા હાથે ભાંગી, જમણા હાથે જ જમે છે.
કાઠિયાણીના હાથની રસોઈ જમવી એ પણ જીવનનો એક લ્હાવો ગણાય છે. કાઠી દરબારોના
રોટલા, મિષ્ટાનો, જાતજાતનાં ને ભાતભાતનાં શાક, રાયતાં, અથાણાંના આગવાં
ખાનપાનની રસપ્રદ વાત માંડીએ એ પહેલાં કાઠિયાવાડની કાઠિયાણી સ્ત્રીઓના રસોડા
ભણી પણ એક નજર નાખી લઈએ. શ્રી જીલુભાબાપુ એનું વર્ણન આ પ્રમાણે કરે છે.
દરબારગઢમાં ઓરડાની પાછળની ઓસરીમાં આઠથી બાર હાથ લાંબુંપહોળું રસોડું જોવા મળે
છે. જેમાં બે બારણાં તથા જાળિયાં, ભીંત કબાટ, પાણીયારું, ચોકડી તેમ જ નાની
પેડલી હોય છે. રસોડાની અંદર ઠામવાસણનો કબાટ તેમ જ જુના જમાનાનું ‘લોકફ્રીઝ’
એટલે મજુડું (માજુત) જેમાં રોટલા, ઘી, દહીં, શાક, માખણ, દૂધ-દહીંના ગોરહડાં
મૂકવામાં આવે છે. ઊંચા પાયાવાળો, અસલ બર્માટીક સાગનો ત્રણ થરા પાટિયા મારી
નાનાં નાનાં ખાનાં કરેલાં હોય, જેથી બહારની હવા, તડકો, ટાઢ કે ભેજ લાગે નહીં.
આવા મજૂસ એકેએક કાઠીઓના દરબારગઢમાં રહેતાં. રસોડામાં ભીંતાકબાટમાં અથાણાંના
બાટલા તથા તેલનાં કુડલાં રહેતાં. કાઠિયાણી રસોડામાં, બાજરાના રોટલા ઘડવા બેસે
તો રસોડા બહાર રોટલાના ટપાકાનો અવાજ ન સંભળાય તેની પૂરી કાળજી રાખે છે.
કાઠી સ્ત્રીઓ બાજરાના લીલછોયા રોટલા ઉપરાંત શ્રાવણ-ભાદરવા મહિનામાં મકાઈનો
વિશિષ્ટ રોટલો બનાવે છે. આ રોટલો બનાવવા માટે કુણાકુણા મકાઈ ડોડા લઈ તેના દાણા
કાઢીને વાટી નાખે છે અને તેમાં બાજરાનો લોટ મસળીને જે રોટલા બનાવે છે તેનો
સ્વાદ તો રોટલો ખાનારને જીવનભર યાદ રહી જાય છે. કાઠીઓ બાજરાને ‘લાખાધાન’ કહે
છે. એમ મનાય છે કે કચ્છનો લાખો ફૂલાણી શિકારે ગયેલો. જંગલમાં ભૂલો પડ્યો ત્યાં
બાજરાના ડુંડાં ઊગેલા હતા. ભૂખ્યા ઘોડાએ બાજરો ખાધો અને શક્તિશાળી બન્યા. એ
બાજરો લાખા દ્વારા કચ્છમાં ને પછી કાઠિયાવાડમાં આવ્યો. લોકવાણીમાં એનો એક દૂહો
પણ જાણીતો છે :
બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન;
ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

કાઠી દિવસમાં ત્રણ વાર ભોજન લે છે, સવારે ગરમ ગરમ રોટલા, દહીં અને ક્યારેક દૂધ
જમે છે જેને શિરામણ કહે છે. બપોરના ભોજનમાં રોટલા, રોટલી, શાક, અથાણાં કે છાશ
કે દૂધ લ્યે છે. રાત્રીના વાળુમાં દૂધ, કઢી, લાલ મરચાંની ચટણી અને ઘી હોય છે.
શાક અને કઢીમાં ઘી નાખીને ખાવાનો રિવાજ છે. અત્યારે વાસણોમાં જર્મન સીલ્વર,
કાંસુ, તાંબુ અને પિત્તળનો ઉપયોગ કરે છે. જૂના કાળે તેઓ રસોઈ માટે હાંડલા,
જાકરિયા, પાટિયા, તાવડી ને માટીના વાટીયા વાપરતા. માટીના વાસણમાં રસોઈ ખૂબ જ
સ્વાદિષ્ટ બનતી. ઈન્ડિયન ફૂડ ફેસ્ટિવલમાં મૂકી શકાય એવી કાઠી દરબારોની વિશિષ્ટ
વાનગીઓ અને ખાનપાનની રસપ્રદ વાતો આજેય આપણને આશ્ચર્ય પમાડે છે.

Dhansukh Jethava

તસવીર પીધી

                    તસવીર પીધી 
      મેઘાણીએ જેને ‘રઢિયાળી રાત’નો ભાગ ચોથો અર્પણ કર્યો છે તે “બગવદરનાં મેરાણી બહેન ઢેલી” ને થોડાં વર્ષો પહેલાં મળવાનું થયેલું.
મેઘાણી વિશે પૃચ્છા કરી: મેઘાણી અહીં ક્યારે આવેલા? શું બન્યું હતું? વગેરે. ઢેલીઆઈ વાતડાહ્યાં જાજ્વલ્યમાન મેરાણી. તેમણે આખી વાત માંડીને કહી:
મને ગીતો બહુ યાદ છે, એવું સાંભળીને મેઘાણીભાઈ એક દિવસ આવ્યા. ધોળાં ધોળાં લૂગડાંમાં મોટી મોટી આંખો નીચી ઢાળીને મારે આંગણે ઈ ઊભા હતા. જોતાં જ આવકાર દેવાનું મન થાય એવો માણસ ! મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી હતી, ત્યાં પગે પડીને “હં…હં…હં, તમે અહીં ઉપર બેસો, નહીંતર હું ય નીચે બેસું.” એમ કહીને મને ય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતાં’તાં તેની અરધી અરધી કડીઓ પોતે બોલે, ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યે જાય. મને ગીત ગાયા વિના બોલતાં ન આવડે, એટલે પોતે હસે. હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકો કાઢીને ગાઉં ! આજુબાજુનાં ય ભેળાં થઈ ગયાં અને છેક બપોર સુધી ગીતો ગાયાં.
જમવા બેઠા. પાટલો ઢાળ્યો હતો, પણ પોતે પાટલે ન બેઠા. હું નીચે બેઠી રોટલા ઘડતી હતી, તે પોતેય નીચે બેઠા ! ઘણું કહ્યું , તો કહે: “રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનારો ઊંચે બેસે,એ ક્યાંનો ન્યાય?” મને તો અમારા ગાર્યવાળા ઘરમાં એનાં લૂગડાં બગડે બગડે એનો જ ભે હતો. પણ પોતે એકના બે ન થયા. અને હજી તો પૂરા જમી ન લે એની મોર્ય તો આખું ગામ ઓસરીમાં ભેળું થઈ ગયું. અમારી કોમમાં ગીતો ગાવાં-સાંભળવાં બહુ ગમે.
જમીને એમણે એક ગીત ગાયું. અસલ અમે ગાઈએ એ જ ઢાળમાં. અમે તો બધાં એના મોઢા સામું જ જોઈ રહ્યાં ! –ને પછી તો એક પછે એક…. રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવ્યે જ રાખ્યું. પછી અમારો વારો આવ્યો. અમે આઠદશ બાયુંએ ગીત ગાવા માંડ્યાં. પણ બધી બાયું ભેળી થાય, એટલે બેસીને કેમ ગવાય? થયાં ઊભાં અને ફળિયામાં જ રાસડા માંડ્યા ! પોતે તો હમણાં ઢગલો એક હસી નાખશે એવા થતા થતા કાગળિયાંમાં ટપકાવ્યે જાય. જોણાં ને રોણાંને તેડું થોડું હોય? ઢગ બાયું ભેગી થઈ અને અંધારું થયા લગી રાસડા હાલ્યા. વાળુ કરીને પાછાં ભેળાં થયાં, તે એક પછી એક નવાં નવાં ગીત મધરાત સુધી ગાયાં. છેલ્લે પોતે થોડાંક મરકડાં કીધાં અને સહુને હસાવ્યાં.
થોડાંક રહી જતાં હતાં તે ગીત સવારે પણ મેં ગાયાં. અને પોતે તો મારાં વખાણ કરતાં કરતાં નીચી મૂંડકી રાખીને લખ્યે જાય. મનેય ગીત બહુ મોઢે—સવારોસવાર ગાઉં, પણ એકેય ગીત બીજી વાર ન આવે.
અહીંથી પોતાને બખરલા જવું હતું, એટલે શિરામણ કરીને ગાડું જોડ્યું. પણ પોતે કહે: “હું ગાડામાં નહીં બેસું; એક જીવ તાણે ને બીજા જીવથી અમથું અમથું નો બેસાય.” સંધાયની આંખમાં પાણી આવી ગયાં. પોતે લૂગડાં સંકોરતાસંકોરતા સૌને હાથ જોડીને ચાલતા થયા. ઓહોહોહો ! આવો માણસ !…
મેઘાણીભાઈની તસવીર, નેવું વરસ વટાવી ચૂકેલાં ઢેલીઆઈની આંખમાંથી મેં પીધી !