ગુરુવાર, 9 એપ્રિલ, 2015

અન્ય

અન્ય (૧) માઈક્રોસોફ્ટ વર્ડની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો (૨) માઈક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો (૩) માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શોર્ટકટ કી : ડાઉનલોડ કરો બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો? હજુ પણ એવા ઘણા મિત્રો છે કે જે બ્લોગ બનાવવા માંગે છે પણ બ્લોગ બનાવવાની રીત જાણતા નથી. તો બ્લોગ કેવી રીતે બનાવવો? 1. સૌ પ્રથમ www.blogger.com પર જાઓ. 2. તમારા Gmail થી લોગીન થાઓ. 3. તમારા બ્લોગનું શીર્ષક પસંદ કરો. 4. તમારા બ્લોગનું URL ને લાખો. દા.ત. babujadiya.blogspot.in 5. થીમ યાને ડીઝાઇન પસંદ કરો. 6. આગળ વધવા માટે આગળ પર ક્લિક કરો. 7. કોઈ પણ એક પોસ્ટ કરો. પોસ્ટમાં પોસ્ટનું શીર્ષક લાખો, વિગત લખો અને પોસ્ટ પ્રકાશિત કરો. આ રીતે ... તમારો બ્લોગ શરુ કરી શકો. બ્લોગ બનાવવો ખુબ સરળ છે. જોકે બ્લોગની ભાષા પણ ગુજરાતી પસંદ કરી શકો છો વધુ માહિતી માટે નીચેનો વિડીયો જોવો. ttp://www.gujnet.com/p/site-map.html

સુવાક્યો

*:~> **મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી**.* *:~> **મારુ જીવન એજ મારો સંદેશ છે.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.* *:~> **શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.* *:~> **વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.* *:~> **કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.* *:~> **નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.* *:~> **શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.* *:~> **શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.* *:~> **શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.* *:~> **કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.* *:~> **શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે**, **લગની છે.* *:~> **બાળકોને શાબાશી**, **પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.* *:~> **બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.* *:~> **સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.* *:~> **હું કદી શીખવતો નથી**, **હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.* *:~> **શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.* *:~> **તમે ન બોલો તમારા કામને બોલવા દો.* *:~> **જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.* *:~> **ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.* *:~> **પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.* *:~> **બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.* *:~> **બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.* *:~> **દરેક બાળક એક કલાકાર છે.* *:~> **વિચાર કરતાં જ્ઞાન સારુ.* *:~> **બધુ જ પરિવર્તનશીલ છે**, **કશું પણ સ્થિર રહેતું નથી**,* *:~> **વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.* *:~> **તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.* *:~> **તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.* *:~> **જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.* *:~> **મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ**,* *:~> **જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.* *:~> **ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.* *:~> **વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.* *:~> **ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.* *:~> **સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.* *:~> **બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.* *:~> **આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.* *:~> **એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.* *:~> **આજની મહેનત આવતી કાલનું પરીણામ.* *:~> **દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.* *:~> **સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન**, **તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.* *:~> **નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.* *:~> **સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.* *:~> **સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.* *:~> **આશા એક શમણાં જેવી છે**, **જે ભાગ્ય જ ફળે છે.* *:~> **વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.* *:~> **દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.* *:~> **નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.* *:~> **સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.* *:~> **એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.* *:~> **કરેલો યજ્ઞ**, **પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.* *:~> **અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.* *:~> **પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.* *:~> **ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.* *:~> **જીવન સંઘર્ષનું બીજું નામ છે.* *:~> **જગતના અંધારા ફળે એ સૂર્ય**, **ઉરના અંધારા ફળે એ ધર્મ.* *:~> **જેની પાસે ફક્ત પૈસા જ છે**, **તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.* *:~> **જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.* *:~> **વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.* *:~> **જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.* *:~> **પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.* *:~> **માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.* *:~> **જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.* *:~> **એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.* *:~> **સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.* *:~> **બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.* *:~> **ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.* *:~> **સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.* *:~> **વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.* *:~> **જ્યાં બુધ્ધિ શાસન કરે છે**, **ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.* *:~> **સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.* *:~> **ઇર્ષા આંધળી હોય છે**, **તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.* *:~> **નિરાશ થવું એટલે નાસ્તિક થવું.* *:~> **ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.* *:~> **સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.* *:~> **કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.* *:~> **જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.* *:~> **મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.* *:~> **દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.* *:~> **એક આંગણું આપો**, **આખું આભ નહિ માગું.* *:~> **અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.* *:~> **મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.* *:~> **સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે**, **ગુલામી તેની શરમ છે.* *:~> **પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.* *:~> **આજના વિચારો આવતી કાલે બોલો.* *:~> **તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.* *:~> **સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.* *:~> **સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.* *:~> **હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.* *:~> **કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.* *:~> **આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.* *:~> **સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.* *:~> **માતા બાળકની શિક્ષા**, **દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.* *:~> **બાળકો પ્રભુના પયગંબરો છે.* *:~> **બાળકો રાષ્ટ્રનું સુકાન છે.* *:~> **શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.* *:~> **ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.* *:~> **કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.* *:~> **આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.* *:~> **સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.* *:~> **માતા બાળકની શિક્ષા**, **દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.* *:~> **બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.* *:~> **જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.* *:~> **ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.* *:~> **સમય કિમતી છે**, **પણ સત્ય તો એથી વધુ કિમતી છે.* *:~> **જે કંઇ શીખવવાની હિંમત કરે છે**, **તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.* *:~> **ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.* *:~> **વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.* *:~> **ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.* *:~> **સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.* *:~> **બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.* *:~> **આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.* *:~> **એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.* *:~> **આજની મહેનત આવતી કાલનું પરીણામ.* *:~> **દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.* *:~> **સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.* *:~> **નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.* *:~> **સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.* *:~> **સફળતા મેળવવા ચિંતા નહી**, **ચિંતન કરો.* *:~> **આશા એક શમણાં જેવી છે**, **જે ભાગ્ય જ ફળે છે.* *:~> **વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.* *:~> **દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.* *:~> **નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.* *:~> **સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.* *:~> **એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.* *:~> **કરેલો યજ્ઞ**, **પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.* *:~> **અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.* *:~> **પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.* *:~> **ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.* *:~> **જીવન સંઘર્ષનું બીજું નામ છે.* *:~> **જગતના અંધારા ફળે એ સૂર્ય**, **ઉરના અંધારા ફળે એ ધર્મ.* *:~> **જેની પાસે ફક્ત પૈસા જ છે**, **તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.* *:~> **જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ****નથી.* *:~> **વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.* *:~> **જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.* *:~> **પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.* *:~> **માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.* *:~> **જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.* *:~> **સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.* *:~> **બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.* *:~> **ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.* *:~> **સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.* *:~> **વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.* *:~> **જ્યાં બુધ્ધિ શાસન કરે છે**, **ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.* *:~> **સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.* *:~> **ઈર્ષા આંધળી હોય છે**, **તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.* *:~> **નિરાશ થવું એટલે નાસ્તિક થવું.* *:~> **ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.* *:~> **સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.* *:~> **કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.* *:~> **જેને હારવાનો ડર છે**, **તેની હાર નિશ્ચિત છે.* *:~> **લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

રવિવાર, 5 એપ્રિલ, 2015

આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી

[ ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માંથી સાભાર ] દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે. એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’ વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’ અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’ અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા. ‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’ હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’ એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’ દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’ પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’ આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]

ગુરુવાર, 2 એપ્રિલ, 2015

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી એટલે...... ઝવેરચંદ મેઘાણી એટલે કવિ, પત્રકાર, નવલિક, સંશોધક, લોક-સાહિત્યકાર, અને આઝાદી ના લડવૈયા પણ, ગાંધીજી એ મેઘાણી ને "રાષ્ટ્રીય શાયર" નું બિરુદ આપેલુએમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક અવાર્ડ ને મહીડા. પરીતોસીહ્ક મળ્યો . એ મેઘાણી નો જન્મ ૨૮, ઔગસ્ત, ૧૮૮૬ માં ચોટીલા માં થયેલ. મેઘાણી એ ગુજરાત માં કવિતા, પત્રકારત્વ, વાર્તા, નવલકથા ક્ષેત્રે એક નવી ભાત પાડી. લોકો ની પાસે થી વાર્તા રૂપે, દંતકથા રૂપે પડેલા સાહિત્ય ને મેઘાણી એ સૌરાષ્ટ્ર ના ખૂણે ખૂણે થી ભાટ, ચારણ, બારોટ અને ઘરડા બુઢ્ઢા પાસે થી સાંભળી ને પોતાની આગવી શૈલી માં ઢાળી ને ગુજરાતી સાહિત્ય ને સમ્રુધ કર્યું. મેં ક્યાંક વાંચેલું કે એકવાર મેઘાણી ને કોઈકે કહ્યું કે કત્છ માં એક ડોસીમાં સૌરાષ્ટ્ર ની એક લોક વાર્તા જાણે છે અને ઝવેરચંદ મેઘાણી ધોધમાર વરસાદ માં એજ ઘડી કત્છ જવા નીકળી ગયેલા. મેઘાણી કાઠીયાવાડ ના ગામે ગામે, ચોકે ચોકે , પાદરે પાદરે જઈને અસલ કાઠીયાવાડ ને જગત સામે રજુ કર્યું, લોક સાહિત્ય માં સંપાદન અને સંસોધન ને એમને જગત સામે રજુ કર્યું. મફત રણેકરે sachhu જ કીધું છે કે એક સંસ્થા કરે એટલું કામ મેઘાણી એ એકલે હાથેકરેલું. અને ઈન્દુકુમાર જાની ના શબ્દો માં કહીએ તોએમણે કબરો ખોદી કાઢી ને મૈઅતો ને ઉઠાડીયા અને જીવાડ્યા એમને મસાણે મસાણ જગાડ્યા. કાળી રાતે મસાણ માં સાદ પાડ્યા. મુદડા ને હોકર દીધા. હઝારો પ્રેતો ને એમને કપડા પહેરાવ્યા. એ પ્રેત નથી , નીચા નથી, લુચ્ચા ને હરામખોર નથી એમ સાબિત કરી ને જગત ના ચોક માં ઉભા રાખ્યા. માણસો એ કબુલ કર્યું કે - હા એ સચ્ચા માણસ છે. ચીર નિંદ્રા માં પોઢેલા પાળિયાઓને જગાડી ને એમને બોલતા કાર્ય. મેઘાણી મૂળ બગસરા ગામ ના હતા. એમના પિતા કાલિદાસ અ પોલીસ હતા એમને પોસ્ટીંગ નાં કારણે જુદા જુદા ગામે ફરવું પડતું. મેઘાણી એ શિક્ષણ રાજકોટ માં લીધું. ૧૧૧૨- માં અમને મેત્રિક પાસ ર્યું. ૧૧૧૬ માં ઈંગ્લીશ અને સસ્ક્રુંત માં સ્નાતક થયા. ૧૯૧૭ માં જીવનલાલ લી. નામ ની એલ્લુમિનિઅમ ની .માં નોકરી એ લાગેલા. ૧૯૨૧ માં નોકરી છોડી ને પાછા બગસરા આવી ગયા. ૧૯૨૨ માં ૨૫ વર્ષ ની ઉમરે જેતપુર માં દમયંતીબેન સાથે લગ્ન કર્યા. મેઘાણી ને ગુજરાતી સાહિત્ય નો ચસકો તો નાનપણ થીજ હતો અને કલકત્તા ગયા ત્યાં બંગાળી સાહિત્ય ના પ્રેમ માં પડ્યા. અને એના જ ફળ સ્વરૂપે આપણને "કુરબાની ની કથા" મળી. એ પુસ્તક રવીન્દ્રનાથ ટાગોર ની કથા-ઉ-કહાની નો ગુજરાતી અનુવાદ હતો જે એમને ૧૯૨૨ કર્યો હતો. અને એજ એમની સૌપ્રથમ પુસ્તકહતા મેઘાણી એ સોરઠી સંતો, સોરઠી બહારવટિયા, અને સૌરાષ્ટ્ર ની રસધાર લખી એમાં સૌરાષ્ટ્ર ની રસધાર ના ૫ ભાગ, સોરઠી બહારવટિયા ના ૩ ભાગ આવી ગયા. એ વાર્તા એમને કઈ એક જગ્યા એ થી નથી મળી ગયી, એક એક વાર્તા માટે એ કઈ કેટલાય વ્યક્તિ ને મળેલા. ક્યાંક અધુરી વાર્તા મળતી, ક્યાંક વાર્તા ની સરુયત મળતી, બીજે થી થોડીક વધરે વાત મળતી, વળી ત્રીજે થી વાત નો અંત મળતો. મેઘાણી એ કટકા ને ભેગા કરતા, સાંધતા, અને સચ્ચી રીતે ગોઠવાતા. અને પછી પોતાની આગવી શૈલી માં ઢળતા. મેઘાણી એ સૌરાષ્ટ્ર નામ ના એક સામયિક માં લખવા નું સારું કર્યું એ રાણપુર થી પ્રસિદ્ધ થતું હતું. , ૧૯૨૬ માં એમનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ "વેણી ના ફૂલ" રજુ કર્યો. ૧૯૨૮ માં જ્હાવેરચંદ મેઘાણી ને રણજીત રામ સુવર્ણ ચંદ્રક અવાર્ડ આપો ત્યારે એમની ઉમર ૩૧ વર્ષ ની હતી. એ સમયે અવાર્ડ ખરા અર્થ માં પ્રોત્શાહન માટે અપાતા હતા હવે તો કોઈ લેખક જીંદગી ને છેલ્લા સ્તાગે પહોચે ત્યારે સેક વિચારાય છે. ધણીવાર લેખક કએ કવિ ના કારણે અવાર્ડ ની કિંમત વધી જતી હોય એવું પણ લગએ છે. ૧૯૩૦ માં મેઘાણી એ સિંધુડો લખ્યું એ યુવાનો ને આઝાદી માટે લડવા જોમ પુરતા કાવ્યો થી ભરેલું હતું. એના માટે એમને એજ વર્ષે ૨ વર્ષ જીલ ની સજા થય હતી. ૧૯૩૩ માં એમના પત્ની ગુજરી ગયા, ૧૯૩૪ માં મેઘાણી મુંબઈ ગયા ત્યાં એમને છીત્રદેવી શાથે બીજા લગ્ન કર્યા. પછી જન્મભૂમી માં "કલમ અને કિતાબ " કોલમ લખવા નું શરુ કર્યું. ૧૯૩૬ માં ફૂલછાબ ના તંત્રી બન્યા. ૧૯૪૬ માં એમના પુસ્તક માણસાઈ ના દીવા ને મહીડા પરીતોસિક મળ્યું. ને આજ વર્ષે એ ગુજરાતી સાહિત્ય પરિષદ ના સાહિત્ય વિભાગ ના વાળા તરીકે ચુંટાયા. અને ૯ માર્ચ, ૧૯૪૭ માં આઝાદી જોયા વગર જ ૫૦ વર્ષ ની ઉમરે મેઘાણી એ આ દુનિયા ની વિદાય લીધી

આહીરની ઉદારતા

આહીરની ઉદારતા "આમ તો જુવો, આયર!" "કાં? શું છે?" "આ જોડી તો જુવો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઇ. અરે, એની એકબીજાની માયા તો નરખો! મૂવું, મને તો આસુંડા આવી જાય છે." "આયરાણી! અતિ હરખઘેલી કાં થઈ જા અટાણથી?" "મને આપણું બાળપણ સાંભર્યું, આયર!" ભાદરને કાંઠે નાનું ગામડું છે. માગશર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠાં છે. ફળિયામાં બે છોકરાં એક વાછરડીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણ ઝાઝું બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે. બુદ્દા ધણી-ધણિયાણી આ બાળકોને જોઇ જોઇ હરખથી ગળગળાં થાય છે. ડોસાનું નામ વજસી ડોસો, ને ડોસીનું નામ રાજીબાઇ. જાતનાં આહિર છે. ભાદરકાંઠે ખેડનો ધંધો કરે છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરેલ. બીજું કાંઇ સંતાન નહોતું; એટલે બહુ બચરવાળોના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રજીબાઈ ને થતો હતો. આજે એ અધૂરું દુ:ખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વીકમસીની નાનકડી વહુ સોનબાઇ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. પાંચેક ગાઉ ઉપરના ઢૂકડા ગામડામાં એક આબરુદાર આહિરને ઘેર વીકમસીનું વેવિશાળ કરેલું હતું. સારે વારપરબે વજશી ડોસા સોનબાઇને રેડાવતા અને થોડા દિવસો રોકાઇને સોનબાઇ પાછી ચાલી જતી. વીકમસી દસ વરસનો અને સોનબાઇ આઠ વરસની: કળજુગિયો વા વાયો નથી: ભોળાં વરવહુ આઘેથી એકબીજાને જોઇ લેતાં, સામસામાં મીટ માંડીને ઊભાં રહેતાં, નીરખતાં ધરવ થાતો નહોતો. માયા વધતી જતી હતી. ચાર જમણ રોકાઇને જ્યારે સોનબાઇ માવતર જાતી, ત્યારે વીકમસી એકલો ભાદરકાંઠે ભાગી જઈને છાનોમાનો રોયા કરતો; પાછો બીજા પરબની વાટ જોઇને કામે લાગતો. કામ મીઠું થઈ પડતું. "રૂપી! બોન! તુંને મારે માથે ખરેખરું હેત છે?" "હા, ખરેખરું!" "તો માને અને બાપુને એક વાત કહી આવીશ?" "શું?" "...કે મારે પરણવું નથી. ઠાલા મારા વીવા કરશો નહિ." રૂપીબહેન વીકમશીની સામે ટગર ટગર જોઈ રહી, હસી પડી, "લે, જા જા, ઢોંગીલા! એવું તે કહેવાતું હશે? અમથો તો સોનબાઇ જાય છે તયીં આંસુડાં પાડછ!" "રૂપી! મારી બોન! ભલી થઈને હસ મા, તે મારું એટલું વેણ બાપુને કહી આવ. મારે નથી પરણવું." "પણ કાંઇ કારણ?" "કારણ કંઇ નહિ, બસ મારે નથી પરણવું," એટલું કહેતાં વીકમશીના ડોળા ઉપર ઝળઝળિયાં ફરી વળ્યાં. "રોઇ શીદ પડ્યો, વીરા મારા સમ! બોનના સમ! ખમા તુંને, ભાઇ! તારા મનમાં શું થાય છે, બાપા બોલ તો ખરો!" એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઇના આંસુ લૂછવા લાગી. ભાઇનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું. ભાઇના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી "મને મરતી દેખ, ભાઇ! બોલ શું છે? સોનબાઇ નથી ગમતી? એનું કાંઇ હીણું સાંભળ્યું છે?" વીકમસીની આંખમાં આંસુ વધ્યાં. બહેનનું હૈયું પણ કાંઇ સમજ્યા વગર ભરાઇ આવ્યું. અઢાર વરસની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુદ્દો બાપ તૈયારી કરતો હતો. અને આ પહેલીછેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડીઘેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા, ગાર-ગોરમટી, દળવાં-ભરડવાં ને ચાકળા-ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું. રૂપીબહેન હરતાં ને ફરતાં ભાઇના ગીતો જ ગાયા કરતી. એમાં બીના બની. ભાઇનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ, બોલી, "બાપુ! ભાઇ કહે છે નથી પરણવું." "નથી પરણવું!" ડોસો હસી પડ્યો. "સાચે જ, બાપુ, હસવા જેવું નથી. ભાઇ રોતો'તો!" ડોસાએ વીકમશીને બોલાવ્યો. હોકની ઘૂંટ લેતાં લેતાં પૂછ્યું: "પણ કારણ શું છે?" વીકમસીની પાંપણ ધરતી ખોતરતી હતી; એનાથી કાંઇ જવાબ દેવાયો નહિ. "તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેશવાળ કરીએ." "ના, બાપુ, ઇ કારણ નથી." "ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ; અને તારી માં પણ ખર્યું પાન ગણાય. અમને અવતાર ધરીને આ પહેલોછેલ્લો એક લા'વો તો લેવા દે, બાપ! અમારાં મોત સુધરશે." બાપનું દયામણું મોં દેખીને વીકમસી ઘડીભર પોતાનું દુ:ખ વીસર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઇને બીજો કશોય વહેમ ન ગયો. કોઇને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું. લગન થઈ ગયાં. સોળ વરસની સોનબાઇ સાસરે આવી. અંતર ફાટ ફાટ થતું હતું. આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી: એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આભમાં ચાંદો ને ચાંદરડાં નીતરતાં હતાં. એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વીકમસી ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઇએ ધણીનાં મોં પર લગનની પહેલી રાતનાં તેજ દીઠાં નહિં. નાનપણના ઊમળકા જાણે ક્યાં ઊડી ગયા છે! પૂછ્યું "કાં આયર! શું થઈ ગયું?" વીકમસી ગળગળો થઈ ગયો; થોડી વાર તો વાચા જ ઊઘડી નહિ, હોઠે આવીને વેણ પાછાં કોઠામાં ઊતરી ગયાં. સોનબાઇ ઢૂકડી આવી, કાંડું ઝાલ્યું. "તું મને અડીશ મા! આયરાણી! હું નકમો છું." "કાં?" "હું પુરુષાતનમાં નથી. માબાપને મેં ઘણી ના પાડી'તી, પણ કોઇએ મારું કહ્યું માન્યું નહિ. કોઇ મારા પેટની વાત સમજ્યું નહિ." "તે પણ શું છે?" "બીજું તો શું કરું? આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે! પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખી કરી. ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું." "અરે આયર! આમ શીદ બોલો છો? એથી શું થઈ ગયું? કાંઈ નહિ આપણે બે જણાં ભેળાં રહીને હરિભજન કરશું." સાંભળીને વીકમસીનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો: "ના, ના, તારું જીવતર નહિ બગાડું." "મારું જીવતર બગડશે નહિ, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાતું મેલી દ્યો." ખોળામાં માંથુ લઈને મોવાળાં પંપાળતાં પંપાળતાં સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નીંદરમાં ઢળી. કોડિયાના દીવાની જ્યોત બેય જણાંનાં નિર્દોષ મોઢાં ઉપર આખી રાત રમતી હતી. એવી એવી નવ રાતો વીતી ગઈ. દસમે દિવસ માવતરને ઘેરેથી સોનબાઇનો ભાઇ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને દસમી રાતે વીકમસીએ સોનબાઇને રજા દીધી "તું સુખેથી જા. હું રાજીખુશીથી રજા દઉં છું. હઠ કર મા. ઊગ્યો એને આથમતાં વાર લાગશે." "આયર! ધક્કો દઈને શીદને કાઢો છો? મારે નથી જાવું. તમારી જોડે જ રહેવું છે. મારે બીજું-ત્રીજું કાંઇ નથી કરવું." ધણીના પગ ઝાલીને સોનબાઇ ચોધાર રોઇ પડી. એમ ને એમ આંખ મળી ગઈ. સવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે "મને તેડી જાશો તો મારું સારું નહિ થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જાવ." ભાઇને કારણ સમજાણું નહિ. પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઇક ક્લેશ થવાનો હશે, એટલે એણે વેવાઈને કહ્યું: "વજસી પટેલ! મારથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે. પણ આ તો કમુરતા હાલે છે એ વાતનું મને ઓસાણ નહોતું. હવે ફરી વાર લેવા આવીશ." એટલું કહીને ભાઇએ ગાડું પાછું વાળ્યું. વજસી ને રાજીબાઇ, ડોસા-ડોસી બેય હવે જગ જીત્યાં હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરીએ બેઠાં બેઠાં બેય ડોસલાં પોતાની ડાહીડમરી દીકરાવહુના ડિલનો વળાંક જોયા કરે છે. પરોઢિયે વહુ ઘંટી ફેરવે છે; સૂરજ ઊગ્યે વહુ વલોણું ઘુમાવે છે; ભેંસો દોવે છે. વાસીંદા વાળી ફળિયું ફૂલ જેવું-છીંક આવે તેવું-ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઇંઢોણીએ ત્રાંબાળુ હેલ્યનાં બેડાં લઈ આવે છે, ને પાછા દસ જણના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું! સાસુ-સસરાને હેતનાં ઝળઝળિયાં આવી જાય છે. વાતો કરે છે: "હવે તો. આયરાણી! એક વાત મનમાં રહી છે, આ રૂપીને કોઇ સારું ઠેકાંણું મળી જાય." "એની ફિકર આપણે શી પડી છે, આયર? એને ભાઇ જેવો ભાઇ છે. આફરડો રૂપીને ઠેકાણે પાડશે." "પોતાના સુખમાં બે'નનું સુખ વીસરી તો નહિ જાય ને?" "પણ મારી ચતુર વહુ ક્યાં વીસરવા દ્યે એવી છે?" "આયરાણી! તોયે એક અબલખા રહી જાય છે, હો!" "શી?" "આ ખોળો ખાલી છે ઇ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોળા ખૂંદતું હોય. મૂછ્યું ખેંચતું હોય-એવું ભગવાન આપે એટલે બસ. એવા થોડાક દી જોઇ ને જાયેં એટલે સદગતિ." "આપશે, આયર! મારો વા'લો ઈ યે આપશે. આપણે માથે વા'લાજીની મહેર છે." સતજુગિયાં વૃદ્ધ ધણી-ધણીયાણી આશાને તાંતણે જીવ ટીંગાડીને જીવતાં હતાં. એને માયલા ભેદની ખબર નહોતી. ભાદરકાંઠાની વાડીઓ ગહેકતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતા હતાં. આઘે આઘે ઊની લૂ વાતી હતી. અને તરસ્યાં હરણાં ઝાંઝવાંનાં જળને લોભે દોડ્યાં જતાં હતાં. વીકમસી સાંતી હાંકતો હાંકતો ઊભો રહી જાય છે, સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે, વિચારે ચડે છે, "આ અસ્ત્રીનાં રૂપ-ગુણને મેં રોળી નાખ્યા. આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું?....માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષે તો અસ્ત્રીનાં લૂગડાં પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોવે. નહિ તો સાત જન્મારા એવા ને એવા આવે. હું ભાગી જાઉં? આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે. પણ મારાં ઓશિયાળાં માં બાપનું ને મારી પંખણી બોનનું શું થાશે?" નિસાસો મૂકીને વીકમસી વળી પાછો સાંતીડે વળગતો પણ એને જંપ નહોતો. ચારપાંચ મહિના આમ ચાલ્યું. તેવામાં વજસી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયાં. હવે વીકમસીનો મારગ મોકળો થયો. રાતે જ એણે વાત ઉચ્ચારી: "તને ઘણા મહિના થઈ ગયા. માવતર ગઈ નથી. તે દી તારો ભાઈ બાપડો કોચવાઇને પાછો ગયેલો; તારાં માવતર પણ કોચવાતાં હશે. માટે રાજીખુશીથી એક આંટો જઈ આવ ને!" "હં, તમે મને ફોસલાવો છે. મારે નથી જાવું." "ના ના, તું વહેમા નહિ. લે, હુંય ભેળો આવું." "હા, તો જઈ આવીએ." ગાડું જોડીને બેય જણાં ચાલ્યાં. સોનબાઇનાં માવતરને આજ સોનાનો સૂરજ ઊગ્યા જેવું થયું. પનિયારીઓનાં ને ચોરે બેઠેલાં માણસોનાં મોંમાં પણ એક જ વાત હતી કે "કાંઇ જોડલી જામી છે! કાંઈ દીનોનાથ ત્રૂઠ્યો છે?" વીકમસીએ પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો: "મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજીખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ આપી દેજો." વાત સાંભળીને સોનબાઇનો બાપ સમસમી રહ્યો. એને પણ સલાહ દીધી કે "સાચું, ભાઇ, નગર જઈને કરમ ધોવો. તે વિના ભૂંડા અવતારનો આરો નથી." બાપ બિચારો સોનબાઇના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુ:ખનો પણ ઉપાય થઈ શકશે. એણેય વાત પેટમાં રાખી લીધી. બીજે દિવસે વાળુ કરીને સહુ સૂઇ ગયાં. પરોણા તરીકે વીકમસીની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મે વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વીકમસી છાનોમાનો નીકળી ગયો. ચોમાસાની રાતનાં તમરાં રસ્તાની બેય દ્ર્શ્યે રોતાં હતાં. નદીનેરાં ખળખળીને દોડતાં જાણે કાંઇક ખોવાણું હોય એની ગોતણ કરતાં હતાં. પ્રભાતે જમાઇની ગોતણ ચાલી ત્યારે સોનબાઇના બાપે સહુને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરનાં સહુ નાનાંમોટાંએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું કે "મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઊગરી ગઈ." આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં બહુ પસ્તાવો ઊપડ્યો, "આંઇ હું શીદ આવી? અરે, મને ભોળવીને ભુલવાડી ગયો? મને છાની રીતે છેતરી? મારો શો અપરાધ હતો?" છાની છાની નદીકાંઠે ગઈ; છીપર ઉપર બેસીને ખૂબ રોઇ લીધું. હવે ક્યાં જઈને એને ઝાલું! ઘણા વિચાર કર્યા. પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઊપડી નહિ. થોડા દિવસે ખબર આવ્યા કે વીકમસી તો પોતાની ઘરસંપત કાકાને સોંપી, રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ, બહેનને ખબર કર્યા વગર, ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે. સોનબાઇની રહીસહી આશા પણ કરમાઇ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ. પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થાતું નથી. થોડે દિવસ ત્યાંથી દસ ગાઉ દૂરના એક ગામડાના ઘરભંગ થયેલા એક લખમશી નામના આબરૂદાર આહીરનું માગું આવ્યું. બાપે દીકરીના દુ:ખનો અંત આવ્યો સમજી માગું આવ્યું. બાપે દીકરીના દુ:ખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી-ઓઢાડી સાબદે કરી. મીઠડાં લઈને મા બોલી કે "બાપ! મારા ફૂલ! હરિની મોટી મે'ર, તે તારો ભવ બગડતો રહી ગયો." સોનબાઇનું અંતર વીંધાઇ જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઇ બોલી જ ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી. શિયાળાના દિવસો છે, આભમાંથી કુંજડાંએ નીચે ઊતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મે ગયો છે, લહાણી પડી ગઈ છે, ગામડાં ખાલી થઈને સીમો વસી ગઈ છે, ધાનનાં ડૂંડાં વઢાઇ રહ્યાં છે. નીચાં નમીને મોલ વાઢતાં દાડિયાં વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભાં થાય છે અને દાતરડી ગળે વલગાડી દઈને મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજીને હસતી ગાય છે: ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી! ઓલી મોતરડીને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી! એનો સાસરો આણે આવ્યા હો પાંદડું પરદેશી! મારા સસરા ભેળી નૈં જાઉં હો પાંદડું પરદેશી! એનો પરણ્યો આણે આવ્યા હો પાંદડું પરદેશી! મારા પરણ્યા ભેળી ઝટ જાઉં હો પાંદડું પરદેશી! પંખી ઊડે છે. ટોયા હંકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભોં કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાહ્યા ખેડૂતોએ સાંતીડાં જોડી દીધાં છે. લખમશીએ પણ ખળામાં ડૂંડાં નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોંઠકો આદમી રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા-મારગ જતો હતો. તે મારગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી સોનબાઈ છે. બપોરટાણે, સાંતી છૂટવાને સમયે, સોનબાઇ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે. ધીરાં ધીરાં ડગલાં ભરે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતાં જ સોનબાઇને વીતેલી વાત સાંભરી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાંની પાછળ આઘેરાક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતાં જ ઓળખણો. એ વીકમસી હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીનાં લૂગડાં પહેરવાની માગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો પુરુષવેશે જ માથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ છ મહિના નહોતા વીત્યા. વીકમસી પાવૈયાના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે. જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવવું થયું છે. બેય જણાં સામસામાં ઓળખ્યાં. વીકમસીએ પણ ઘોડી રોકી. બેય નીચી નજરે ઊભાં રહ્યાં. સોનબાઇની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યાં. અંતે એના હોઠ ઊઘડ્યા: "આમ કરવું'તું?" "તું સુખી છો?" વીકમસીથી વધુ કાંઇ ન બોલાયું. "હું તો સુખી જ હતી. છતાં શું કામે મને રઝળાવી?" "ત્યારે શું તારો ભવ બગાડું?" "બગાડવામાં હવે શી બાકી રહી, આયર?" આંસુભરી આંખે બેય જણાં ઊભાં છે. ખેતરને શેઢે લખમશી સાંતી હાંકતો હતો તે સાંતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી. વીકમસીએ પૂછ્યું,"ભાત જા છો? તારું ખેતર ક્યાં છે?" "આ જ મારું ખેતર." "સાંતી હાંકે છે એ જ તારો ધણી?" "હા, હવે તો એમ જ ને!" "જો, તારો ધણી આંઇ જોઇ રહ્યો છે. ખિજાશે. તું હવે જા." "જાઇશ તો ખરી જ ને! કહેવું તે ભલે કહે. પણ આયર...! આયર! તમે બહુ બગાડ્યું! સુખે સાથે રહી પ્રભુભજન કરત! પણ તમે મારો માળો વીંખ્યો. શું કહું?" ચોધાર આંસુ ચાલી નીકળ્યાં છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વીકમસીએ જવાબ વાળ્યો, "હવે થવાનું થઈ ગયું. વીસરવું." "હા, સાચું વીસરવું! બીજું શું?" આઘે આઘે પાવૈયાનું પેડું ઊભું રહીને વીકમસીની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમશી જુએ છે. "લે હવે, રામ રામ!" સોનબાઇ અકળાઇ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બનીને બોલી, "મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાવ. એટલેથી મને શાંતિ વળશે, વધુ નહિ રોકું." "ગાંડિ થઈ ગઈ? તારે ઘેર જમવા આવું, એ તારા વરને પોસાય? ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે. માટે મેલી દે." "ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે?" "ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે." એટલું કહીને એને ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઇ ખેતરમાં ચાલી. લખમશી સાંતી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઇને એણે પૂછ્યું, "કોની સાથે વાત કરતી'તી? કેમ રોઇ છો?" છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઇએ ઉઘડી નાખ્યું. કાંઇ બીક ન રાખી. વીકમસી પોતાનો આગલો ઘરવાળો છે, પોતાનું હેત હજુય એના ઉપર એવું ને એવું છે, પોતાને એનાથી જુદું પડવું જ નહોતું, પોતાને સૂતી મેલીને છાનોમાનો ચાલ્યો ગયો હતો; ઓચિંતો આજ આંહીં મળી ગયો; અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી; છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાનાં વ્રત લીધેલાં તે પણ એ જૂની માયાનાં માન સારુ જ છે એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણેવેણ એની મુખમુદ્રા પર આલેખાતું ગયું. લખમસી આ સ્ત્રીની સામે તાકી રહ્યો, ઊંડા વિચારમાં પડી ગયો. સાંતી જોડવાનું બંધ રાખીને લખમસી સોનબાઇ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઊતરેલું હતું. વીકમસી પણ ત્યાં બેઠો હતો. એણે આ બેય જણાં આવતાં જોયાં. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમશી આવીને કજિયો આદરશે. ત્યાં તો ઊલટું જ લખમશીએ સુંવાળે અવાજે કહ્યું, "ફળીએ આવશો?" વીકમસીને વહેમ પડ્યો. ઘેર લઈ જઈને ફજેત કરશે તો? પણ ના ન પડાઇ. એક વાર સોનબાઇને મલવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડી લખમશીએ દોરી લીધી. બીક હતી ને ટળી ગઈ. લખમશીનાં આદરમાન બીજે ક્યાંય નહોતાં દીઠાં. કોડે કોડે રાંધેલું મીંઠું ધાન લખમશીએ પરોણાને તાણખેંચ કરીને ખવરાવ્યું; ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી; અને ધીરે ધીરે વીકમસીના મનની રજેરજ વાત એને જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ. લખમશીમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાંની હેતપ્રીત એણે દીઠી હતી. અને આંહી એણે આ બે જણાંને ઝૂરી મરતાં જોયાં. એ ભીતરમાં ભીંજાય ગયો; પોતે સોનબાઇ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જાતી નહોતી. દિવસ આથમ્યો એટલે પોતે ઊઠ્યો, ફળીમાં માતાની દેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો. ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યાટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો. આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ્ આવવા મંડ્યો. ધૂપના ગોટેગોટ ધુમાડા ઊઠ્યા. લખમશીની હાક ગાજી ઊઠી. દેવી એના સરમાં આવ્યાં હતાં. સોનબાઇ ઘરમાં રાંધે છે, ત્યાં એને હાક સાંભળી. સાંભળતાં જ એ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયું. વીકમસીને ઢંઢોળીને કહ્યું, "દોડ આયર, દોડ! ઝટ પગમાં પડી જા!" કાંઇ કારણ સમજ્યા વગર વીકમસીએ દોડ્યો. પગમાં માંથું નાખી દીધું. ધૂણતાં ધૂણતાં લખમશીએ પોતાના બેય હાથ એને માથે મૂકીને આશિષ આપી કે "ખમા! ખમા તુંને બાપ!" માથે હાથ અડાડતાં તો કોણ જાણે શાથી વીકમસીના દેહમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો. લખમશીને શાંતિ વળી એટલે બેય જણા બહાર નીકળ્યા. લખમશીએ પૂછ્યું: "કાં ભાઈ! શું લાગ્યું? શું થાય છે?" તેજભર્યો વીકમસી શું બોલી શકે? રૂંવાડી ઊભી થઈ ગઈ હતી. અંગેઅંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઇ ગઈ. માત્ર એટલું બોલાયું કે, "ભાઇ! મારા જીવનદાતા! માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો!" "બસ ત્યારે, મારોય મનખો સુધર્યો, હું તરી ગયો." એમ કહીને એણે સાદ કર્યો, "સોનબાઇ! બહાર આવ." સોનબાઇ આવીને ઊભી રહી. બધુંય સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું! આ સાચું છે કે સ્વપ્નું! કાંઇ ન સમજાયું. "મારા ગુના માફ કરજે! તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી બેય જણાં પાછાં ઘેર જાવ. માતાજી તમને સુખી રાખે અને મીઠાં મોં કરાવે." વીકમસી ઉપકાર નીચે દબાઇ ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો, "લખમશીભાઇ! આ ચામડીના જોડા સિવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઇ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં!" લખમશીએ રાજીખુશીથી હા પાડી. સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઇનો હરખ હૈયામાં સમાતો નથી. વીકમસી ગાડાની વાંસે, ઘોડી ઉપર બહુ જ આનંદમાં, મનમાં ને મનમાં લખમશીના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વીકમસીને ઘેર પહોંચ્યા; એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમશીએ જવાની રજા માગી. પોતાના કાકાની સલાહ લઈને વીકમસીએ બહેન રૂપીને લખમશી વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમશીને આગ્રહ કરીને રોક્યો. લખમશીને ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકનાં સગાંઓને તેડાવી, સારો દિવસ જોવરાવી વીકમસીએ રૂપીના લગ્ન કરી, સારી રીતે કરિયાવર આપી, બહેનને લખમશીના ભેળી સાસરે વળાવી.