બુધવાર, 1 એપ્રિલ, 2015
સ્વાસ્થય & આરોગ્ય
મોં-ગળાનું કેન્સર
મોં-જીભ-ગળાના કેન્સરનું સૌથી વધુ પ્રમાણ કદાચ ભારતમાં હશે. ભારતમાં થતાં બધી પ્રકારના કેન્સરમાં ટોચનું સ્થાન મોં-જીભ-ગળાના કેન્સરનું છે. આખા વિશ્વમાં દર વર્ષે આશરે પાંચ લાખ લોકો આ કેન્સરનો ભોગ બને છે.
1. મોં-જીભ-ગળાનું કેન્સર થવાનું કારણ શું?
તમાકુ :- તમાકુ ચાવવાની કે ઠુંકવાની કુટેવ મોટા ભાગના મોં-જીભ-ગળાના કેન્સર માટે જવાબદાર હોય છે. તમાકુ એક ઝેર છે. ેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે એ પોતાની ઝેરી અસર વહેલી મોડી બતાવે જ છે. જેટલી વખત અને જેટલો લાંબો સમય તમાકુ શરીરના કોષોના સંપર્કમાં આવે છે એટલી કેન્સરની શક્યતા વધતી જાય છે. તમાકુની અંદર કુલ ૨૮ જેટલાં કેન્સર-કારક તત્વો જણાયા છે, જેમાંથી નાઇટ્રોસેમાઇન નામના તત્વ સૌથી ખતરનાક છે. આ ઉપરાંત, તમાકુમાં રહેલાં ફોર્માલ્ડીહાઇડ, અએસિટાલ્ડીહાઇડ, ક્રોટોનાલ્ડીહાઇડ, હાઇડ૬ેઝીન, આર્સેનિક, નિકલ, કેડમીયમ, બેન્ઝોપાઇરીન અને પોલોનીયમ નામના તત્વો પણ કેર કરી શકે છે. હોઠ, જીભ, ગાલ, પેઢા, મોંનું તળીયું અને તાળવું તથા ગળામાં કેન્સર કરવા માટે ૮૫ % કરતાં વધુ કિસ્સામાં તમાકુ જવાબદાર હોય છે.
સોપારી, દારૂ, ગાંજો અને અન્ય વ્યસનો :- મોં-ગળાનું કેન્સર કરવા માટે સોપારી, દારૂ, ગાંજો વગેરે વ્યસનો પણ ક્યારેક જવાબદાર હોય છે.
વ્યવસાય :- એસ્બેસ્ટોસ કે નીકલ રીફાઇનીંગના કામ સાથે સંકાયેલ તેમજ ટેક્ષટાઇલ કે સુથારી કામ સાથે સંકળાયેલ લોકોમાં મોં-જીભ-ગળાનું કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. ટેક્ષટાઇલના રેસા અને લાકડાનો વ્હેર કેર કરી શકે છે.
ખોરાક :- જે લોકો ફળ અને શાકભાજી ઓછા પ્રમાણમાં ખાતા હોય છે. એ લોકોમાં મોં-જીભ-ગળાના કેન્સરનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ફળ-શાકભાજી અને આખા ધાન્યમાં રહેલાં એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે અને એનો અભાવ કેન્સરને જલદી નોંતરે છે.
(૫) વાઇરસનો ચેપ :- હ્યુમન પેપીલોમાં વાઇરસ અને એપ્સ્ટીન બાર વાઇરસ નામના વાઇરસના ચેપ મોં-જીભ-ગળાના અમુક કેન્સર કરાવવા માટે જવાબદાર હોય છે.
(૬) અન્ય :- મોં માં એક જગ્યાએ વાગ્યા કરતો દાંત કે ચોક્ઠું ક્યારેક કેન્સર કરવા માટે જવાબદાર હોઇ શકે.
2. મોં-જીભ-ગળાના કેન્સરના લક્ષણો
મોં અને ગળાના કેન્સર સામાન્ય રીતે ૪૫ થી ૫૦ વર્ષની ઉંમર પછી જોવા મળે છે. પરંતુ ક્યારેક નાની ઉંમરે પણ એ આવી શકે. પુરુષોમાં આ કેન્સર થવાની શક્યતા સ્ત્રીઓ કરતાં અનેકગણી વધારે હોય છે. આ કેન્સરના લક્ષણો તેના ઉદભવસ્થાન અને તીવ્રતા મુજબ બદલાયા કરે છે. મોં અમે ગળામાં કોઇક તકલીફ બે-ચાર અઠવાડિથાયી વધુ સમય સુધી ચાલુ રહે તો તાત્કાલિક મોં-ગળાની સંપૂર્ણ દાક્તરી તપાસ કરાવી લેવી જોઇએ. નીચેના લક્ષણો હોય તો ખાસ કાળજી રાખો.
(૧) મોં ની અંદર ન રૂઝાતુ ચાંદુ :- જો મોં ના કોઇ પણ ભાગમાં એક જ જગ્યાએ સતત બે અઠવાડિયાથી વધુ સમય સુધી ચાંદુ રહે તો એ કેન્સરની શરૂઆત હોઇ શકે. ગાલની અંદરના ભાગે કે જીભની ઉપર આવું ચાંદુ કેન્સરના ઘણાં દર્દીઓમાં જોવા મળે છે. આવા ચાંદાને બે આંગળી વચ્ચે દબાવતા એનો અંદરનો ભાગ કડક જણાય છે.
(૨) મોં ની અંદર ગાંઠ દેખાવી કે આંતરિક આકારમાં ફેરફાર :- ક્યારેક ચાંદુ પદવાને બદલે મોં માં પહેલાં બરાબર ફીટ બેસતું ચોક્ઠું બરાબર બેસી ન શકે. અથવા મોં નો કોઇ ભાગ ઉપસી ગયો હોય તો એ કેન્સરની નિશાની હોઇ શકે. જડબા પાસે ગાલ ઉપસી જવો એ પણ કેન્સરનું ૯ચન્હ હોઇ શકે.
(૩) જીભના હલન ચલનમાં રૂકાવટ :- જીભનું હાલન ચલન મુક્તપણે ન થાય અને ક્યારેક સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં પણ તકલીફ થાય.
(૪) ગળામાં અણખણ :- ગળામાં કંઇક ખૂંચતુ હો કે અણખણ રહેતી હોય એવું ગળાના કેન્સરની શરૂઆતના તબક્કામાં બની શકે.
(૫) કાનનો દુખાવો કે પાક :- ગળાના કેન્સરને કારણે કર્ણકંઠનળી પર દબાણ આવવાથી કાનમાં રસી થવાની કે દુખાવો થવાની શક્યતા રહે છે.
(૬) અવાજ બેસી જવો :- લાંબા સમય સુધી જો અવાજ ઘોઘરો થઇ જાય કે બેસી જાય તો કાન-નાક-ગળાના ડોક્ટર પાસે પૂરી તપાસ કરાવી લેવી આવશ્યક છે.
(૭) ગળામાં લસિકગ્રંથિઓ મોટી થઇ જવી :- ગળામાં બંને બાજુએ આવેલી લસિકાગ્રંથિઓમાંથી કોઇ જગ્યાએ લસિકાગ્રંથી મોટી થઇ જાય અને એકબીજા સાથે ચોંટી જાય તો કેન્સર હોવાની શકયતા વધુ રહે છે.
3. મોં ગળાના કેન્સરનું નિદાન
આપણાં દેશમાં, તમાકુ, ગૂટખા, પાન, માવા, મસાલા, સોપારી વગેરે મોંમા રાખીને ચાવ્યા કરવાની કુતેવને કારણે મોં અને ગળાનું કેન્સર થવાનુ પ્માણ આખી દુનિયામાં સૌથી વધારે છ. જો મોંમા થતા કેન્સર ને શરૂઆતના તબકકામાં જ ઓળખી લેવામા આવે તો કેન્સર જીવલેણ બનતું અટકાવી સકાય છે .
ભારતમાં થયેલા એક અભ્યાસ મુજબ ગ્રામિણ આરોગ્ય કાર્યકરોને પણ જો મોંનુ કેન્સર ઓળખવાની તાલિમ આપવામાં આવે તો, ૯૮ ટકા ચોકસાઇ યી ૫૯%ટકા જેટલા મોં ના કેન્સરનું નિદાન ગ્રામીણ કક્ષાના સ્નાતક સુધી પણ ન ભણેલાં આરોગ્ય કાર્યકરો મોં ગળાનાં કેન્સરનૂં નિદાન કરી શકેછે
મોંઢામાં જીભની નીચેના ભાગો અને જીભની કીનાર ઊપર તેમજ ગાલની અંદરના ભાગે ઘણાં કેન્સરની શરૂઆત થતી હોય છે જેમાત્ર મોં ખોલીને જોઇ નથી શકાતું પરંતુ જીભને ઊંચી કે આડી અવળી કરી ર્મોની અંદરના ખાચાઓમાં ફરી શકે એવા અરિસાની મદદથી (દાંતના તથા કાન નાક ગળાના ડેાકટરો વાપરે તેવા) એના કેન્સર જોઇ સકાય છે . મોંના કોઇ એકજ ભાગ પર કાયમ રહેતુ ચાંદૂ અથવા સફેદ થઇ ગયેલો ભાગ અથવા કઠણ થઇ ગયેલો ભાગ કેન્સરની શરૂઆત બતાવી શકે છે.
જો સમય સર મોં ના કેન્સરની શંકા પણ ઉદભવે તો કેન્સર સર્જન ને બતાવી એ ભાગની બાયોપ્સી લઇ ને તપાસ કરાવી લેવી હિતાવહ છે. સમયસરનું નિદાન ઘણાં બધા કિસ્સામાં દર્દી ની જિંદગી બચાવી શકે છે. અલબત્ત, કેન્સર થાય જ નહિ એમાટે તમાકુનું સેવન બંધકરવુ સૌથી વધુ મહત્વનુ છે .
મોં-ગળાના કેન્સરનું નિદાન જે તે ભાગના દાક્તરી પરીક્ષણ અને લેબોરેટરી પરિક્ષણ પછી થઇ શકે છે.
કેન્સરની શરૂઆતના તબક્કા તરીકે ઓળખાતી તકલીફ લ્યૂકોપ્લેકીયા અને એરિથ્રોપ્લેકીયા છે. લ્યૂકોપ્લેકીયા એટલે મો -ગળાના અંત: ત્વચાનો સફેદ દેખાતો ભાગ અને એરિથ્રોપ્લેકીયા એટલે અંત:ત્વચાનો લાલ દેખાતો ભાગ. ગુટખા- તમાકુ-સોપારી ચાવવાવાળા ઘણાં દર્દીઓમાં ગાલની અંદરનો ભાગ સફેદ થઇ જાય છે જે યોગ્ય કાળજી ના અભાવે ટૂંક સમયમાં જ પૂર્ણ કક્ષાના કેન્સર સ્વરૂપે બહાર આવે છે.
મોં- ગળાનાં દરેક દેખીતી તકલીફવાળા ભાગની બાયોપ્સી લેવામાં આવે છે અને પછી એ નમુનાને લેબોરેટરીમાં માઇક્રોસ્કોપ નીચે તપાસવામાં આવે છે. કયારેક નાક-કાન-ગળાના ડોકટરની મદદથી ગળાની અંદરનાં શંકાસ્પદ કેન્સરની બાયોપ્સી લેવી પડે છે. કેન્સર કેટલું ફેલાયુ છે એ જાણવા માટે ઓપરેશન થીયેટરમાં દર્દીને બેભાન કરીને એન્ડોસ્કાપ (દૂરબીન) દ્ધારા ગળા, શ્વાસનળી અને અન્નનળી સુધી તપાસ કરવામાં આવે છે. આ એન્ડોસ્કોપની મદદથી પણ જુદી જુદી જગ્યાએથી બાયોપ્સી લેવામાં આવે છે.
જરૂર પડ્યે સીટીસ્કેન અને એમ. આર. આઇ ની મદદથી પણ કેન્સરનો વ્યાય જાણી શકાય છે .
(૧) માત્ર મોં ગળા સુધી સીમીત રહેલ કેન્સર
(૨) મોં-ગળાથી આસપાસની લસિકાગ્રંથી કે અવયવ સુધી પહોંચેલ કેન્સર
(૩) શરીરનાં દૂર દૂરનાં અવયવ સુધી ફેલાયેલ કેન્સર, આ ત્રણ મુખ્ય પેટા પ્રકારનાં આધારે દર્દીની સારવાર નકકી કરવી પડે છે.
4. મોં-ગળાના કેન્સરની સારવાર
જે કેન્સર માત્ર મોં-ગળા પૂરતું સીમીત હોય અને આપાસ કે દૂરનાં કોઇ અવયવ કે લસિકાગ્રંથિ સુધી ફેલાયું ન હોય એવાં મોંના કેન્સરની સારવાર સામાન્ય રીતે ઓપરેશન દ્વારા કરવામાં આવે છે. કેન્સરગ્રસ્ત ભાગને સંપૂર્ણપણે જો ઓપરેશન દ્વારા કાઢી નાંખવામાં આવે તો એ કેન્સર કાયમ માટે નાબૂદ થઇ જવાની શક્યતા રહે છે. એ જ રીતે માત્ર ગળા પૂરતાં સીમીત કેન્સરને રેડિયોથેરપી (કિરણોત્સર્ગ ચિકિત્સા) દ્વારા સંપૂર્ણપણે ખતમ કરી શકાય છે. મોં-ગળા પૂરતાં સીમીત અને શરૂઆતના તબક્કામાં જ નિદાન અને સારવાર થયેલ કેન્સરના સોમાંથી સાંઠ થી નેવું દર્દીઓ ત્યાર બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષનું આયુષ્ય ભોગવે છે.
અલબત્ત, જે કેન્સર મોં-ગળાન ઉપરાંત, આસપાસના અવયવ કે લસિકાગ્રંથિ સુધી ફેલાયેલું હોય એ કેન્સરના દર્દીનું ભવિષ્ય થોડુંક ઘૂંઘળુ હોય છે. આવા કેન્સરના નિદાન અને સારવાર પછી પાંચ વર્ષ જીવીત રહેવાની શક્યતા સોમાંથી માત્ર ૩૫ થી ૪૦ દર્દીઓમાં જ હોય છે. આવા દર્દીની સારવારમાં અઓપરેશન, રેડિયોથેરપી અને કીમોથેરપી આ ત્રણે ત્રણ સારવાર પદ્ધતિની જરૂર પડે છે. કીમોથેરપી અને રેડિયોથેરપી એક સાથે શરૂ કરવાથી ઘણાં સારા પરિણામો મળે છે.
દૂર દૂરના અવયવ સુધી ફેલાઇ ચૂકેલ મોં-ગળાના કેન્સરમાં કેન્સર નાબૂદ કરવાને બદલે દર્દીને રાહત અઆપવાના ઉદ્ેશથી જ સારવાર કરવામાં આવે છે. દુખાવામાં રાહત આપવા માટે રેડિયોથેરપી આપી શકાય. મોટા ભાગના દર્દીઓને કીમોથેરપી આપવામાં આવે છે જે માત્ર ૩૦ થી ૫૦ % દર્દીમાં બે-ચાર મહિના માટે રાહત આપી શકે છે. દુર્ભાગ્યે આવા ખૂબ આગળ વધી ગયેલાં કેન્સરના દર્દીનું સરેરાશ આયુષ્ય છ મહિનાની આસપાસ જ ગણાય છે.
5. મોં-ગળાનાં કેન્સરથી બચવા શું કરવું?
મોં-ગળાના કેન્સરથી બચવા માટે (સૌથી અગત્યનું) તમાકુ-સોપારી-ગુટખાના વ્યસનીઓએ આ વ્યસનને સંપૂર્ણપણે છોડવું જરૂરી છે. જો દુનિયાભરમાં તમાકુનો વપરાશ બંધ થઇ જાય તો મોં-ગળાના ૮૦ ટકાથી વધુ કેન્સર અટકાવી શકાય.
માત્ર સોપારી ખાવાથી પણ કેન્સર થઇ શકે છે.
કેટલાંય આરોગ્ય અને આહાર અંગે જાગૃત લોકોના ધ્યાન બહાર રહી જતી બીન આરોગ્યપ્ર્દ વાનગીમાં સોપારીનો સમાવેશ થાય છે. ભારતીય ઉપખંડ માં આશરે ૨૦યી ૪૦ કરોડ લોકો સોપારીનો નિયમીત વપરાશ કરે છે. સોપારી નો વિવીધ સ્વરૂપે ઉપયોગ થાય છે-પાનમાં નાંખીને, ગુટખામાં, તમાકુ સાથે, ચૂના સાથે, કે પછી પાતળી છીણ કરીને મુખવાસ તરીકે એ વપરાય છે. ભારતીય ઉપખંડના વતનીઓ પરદેશ જાય તો પણ સાથે સોપારી લઇ જવાનું ભૂલતા નથી.
તાજેતરમાં થયેલાં ઘણાં અભ્યાસો જણાવે છે કે સોપારી ખાવાયી મોંમા સફેદ ડાગા (લ્યૂકો પ્લેકીયા) થવાની અને મો પૂરૂ ન ખૂલી શકવાની (સબમ્યુકસ ફાઇબ્રોસીસ) તકલીફ થાય છે. અને માત્ર સોપારી જ ખાનારા તમાકુ કે ગૂટખા નખાનારા ) પણ મોંના કેન્સર નો ભોગ વધુ પ્રમાણ માં બને છે એવુ જાણવા મળ્યુ છે. અલબત્ત સોપારી સાથે તમાકુ ભેળવામાં આવે ત્યારે કેન્સર થવાની શકયતા ખૂબ જ વધી જાય છે. જેટલા લાબાં સમય સૂધી અને જેટલા વધુ પ્રમાણ માં સોપારી ખાવામાં આવે એટલાં વધુ પ્રમાણ માં કેન્સર થવાની શકયતા રહે છે.
લન્ડનમાં રહેતાં ગુજરાતી ઓપર તાજેતરમાં થયેલ એક અભ્યાસ થી એવુ જાણવા મળ્યુ કે સોપારી ખાવાનું પણ વ્યસન થઇ શકે છે, અને તમાકુ સાથે સોપારી હોય એવા પાન મસાલા કોકેઇન જેટલુ તીવ્ર વ્યસન કરી શકે છે.
ટૂંકમાં, કેન્સર અને વ્યસન થી બચવુ હોય તો તમાકુ ની સાથો સાથ સોપારી ખાવાનું પણ છોડી દેવુ અને કમસેકમ રોજરોજ સોપારી ખાવાની ટેવ ન જ રાખવી .
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો